કોઈ અંધવિશ્વાસ નથી, નદીમાં સિક્કા નાખવાનું. આ જાણકારી તમને ક્યારેય નહી મળે

0

ભારત માં લગભગ બધા જ ધર્મોમાં દાન ધર્મને સૌથી ઉચ્ચ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જે વ્યક્તિ દાન ધર્મ જેવું પુણ્ય કામ કરે છે તેની ઉપર ઈશ્વર ની હમેશા કૃપા રહે છે. આ કાર્યમાં ઘણી બધી એવી પરંપરાઓ છે જે આપણે જોતા આવ્યા છીએ આવી પરંપરામાંથી એક છે નદીમાં સિક્કા નાખવાની પરંપરા. અંતમાં શા માટે નાખીએ છીએ લોકો નદીમાં સિક્કા શું છે તેની પાછળની આસ્થા, આજે અમે જણાવીશું. તો આવો જાણીએ કે નદીમાં સિક્કા નાખવા પાછળનું શું છે રહસ્ય.

તો આ કારણે જ નદીમાં લોકો સિક્કા નાખે છે?

તમે હમેશા જોયું હશે કે જયારે કોઈપણ લોકો કોઈ નદી પાસેથી થઇને પસાર થાય છે તો તેમાં એક સિક્કો નાખી દે છે. ક્યારેક ક્યારેક લોકો ટ્રૈન કે બસ દ્વારા મુસાફરી કરતી વખતે પણ કોઈ નદી પાસેથી પસાર થાય છે તો તેમાં સિક્કો જરૂર નાખી દે છે. આ પરંપરા પાછળ કોઈ અંધવિશ્વાસ નથી , પરંતુ એક તથ્યાત્મક કારણ છે, ખાસ કરીને લોકો પહેલા તાંબા ના સિક્કા નાખતા હતા જેના દ્વારા પાણીનું શુદ્ધિકરણ થાય. જુના જમાનામાં લોકો તાંબા ના સિક્કા નો જ ઉપયોગ કરતા હતા, તેથી નદીમાં તાંબા ના સિક્કા નાખતા હતા.

તાંબાના વાસણમાં પાણી પીવું સૌથી લાભદાયક માનવામાં આવે છે તે ઉદેશ્ય થી પણ લોકો નદીમાં તાંબા ના સિક્કા નાખતા હતા. આમ કરવાથી નદી પણ સ્વચ્છ રહેતી હતી અને લોકો નું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. આજકાલ તાંબાના સિક્કા તો નથી મળતા પણ તેમ છતાંપણ લોકો તે પરંપરા ને માનતા આવે છે. કદાચ ફરી તાંબા નાં સિક્કા ચલણ માં આવી જાય

જ્યોતિષ શાસ્ત્ર માં પણ ગ્રહ દોષો ને દુર કરવા માટે નદીમાં સિક્કા નાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જો નદીમાં સિક્કા અને પૂજા ની સામગ્રીઓ વહી જાય તો તેના લીધે ઘણી જાતના ગ્રહ દોષો નો નાશ થઇ જાય છે અને વ્યક્તિ ના જીવનમાં ખુશાલી આવે છે. તે ઉપરાંત એવી માન્યતા પણ છે કે નદીમાં સિક્કા નાખવું પુણ્ય નું કામ હોય છે કેમ કે નદી કિનારે ગામમાં બાળકો નદીમાં સિક્કા એકઠા કરીને પોતાનું ભરણપોષણ કરે છે તેથી આ એક જાતનું દાન નું કામ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ ઉપર ચન્દ્ર દોષ હોય તો તેમણે વહેતી નદીમાં ચાંદીનો સિક્કો નાખવો જોઈએ તેનાથી ચન્દ્ર દોષ દુર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here