ક્લિક કરી ને જાણો અત્યારની સોઝનેબલ લીલવાની કચોરી બનાવવાની રેસીપી

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં અમે તમને આજે લીલવાની કચોરી ની રેસિપી જણાવાના છીએ. લીલવાની કચોરી એ ગુજરાતનો ખુબ જ ફેમસ ફરસાણ છે. આને ઘરે બનાવવું ખુબ સરળ છે. ચાલો તો આજે જોઈએ લીલવાની કચોરી ઘરે કેવી રીતે બનાવી શકાય.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

400 ગ્રામ તુવેરના દાણા (તુવેરને સાફ કરી દેવી)

1.5 ટેબલ સ્પૂન તેલ

8-10 સૂકી દ્રાક્ષ

8-10 કાજુ

1 ટેબલ સ્પૂન તલ

1/5 ટેબલ સ્પૂન હિંગ

1 ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચા

મીઠું સ્વાદઅનુસાર

2 ટેબલ સ્પૂન ખાંડ

1/5 ટેબલ સ્પુમ ગરમ મસાલો

1 ટેબલ સ્પૂન લીંબુનો રસ

થોડા પ્રમાણમાં કોથમીર

4 નાના બટકા (અંદાજે 100 ગ્રામ)

લોટ માટેની સામગ્રી

1.5 કપ મેદો

1/5 કપ ચોખાનો લોટ

1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર

મીઠું સ્વાદ અનુસાર

3 ટેબલ સ્પૂન તેલ

1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ

રીત

400 ગ્રામ તુવેરના દાણા કાચા લો. (જો તમારા ઘરે કોઈ ઉમર લાયક વ્યક્તિ હોય અથવા તો નાનું બાળક હોય જો તેને કચોરી ખાવાની હોય ત્યારે આ દાણાને પાણીમાં બાફી લેવાના.) ત્યાર બાદ તેને ક્રશ કરી લેવા. દાણા ક્રશ કર્યા બાદ તેને એક કઢાઈમાં 1.5 ટેબલ સ્પૂન તેલ નાખવું અને તેમાં 8-10 સૂકી દ્રાક્ષ, 8-10 કાજુ. ત્યાર બાદ ગેસને ધીમોં કરી ને 1 ટેબલ સ્પૂન તલ, 1/5 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચા અને તળતી વખતે તેનો કલર લીલો રાખવો કારણકે તેમાં લાલ મરચા નો પાઉડર નથી નાખવાના એટલે લીલા મરચા સરખા પ્રમાણમાં નાખવાના અને ત્યારબાદ મિક્ષ કરી લો.

મિક્ષ કાર્ય બાદ જે ક્રિસ કરેલા દાણા છે તેને તેમાં નાખી લો. સ્વાદ અનુસાર મીઠું નાખવું. ત્યારબાદ ગેસને મીડીયમ રાખીને તેને સેકવાનું છે. (નોન સ્ટિક ની કડાઈ ઉપયોગમાં લેવાથી તેલ પણ ઓછું ઉપયોગમાં લેવાય અને તેને સતત હલાવતા પણ ન રહેવું પડે, જો તમે એલ્યુમિનિયમ ની કઢાઈ લો છો તો તેલ થોડું વધારે પ્રમાણમાં લેવું અને તેને સતત હલાવતા રેહવું પડશે.) દર બે-ત્રણ મિનિટે આને હલાવી દેવાનું, કારણકે તેનાથી બધું ઉપર નીચે થઇ જાય જેમ જેમ તેમાંથી મોશયર ઓછું થવા લાગશે તેમ તે છૂટું પાડવા લાગશે.

70 થી 80 ટકા જેવું મોષયર ઓછું થઇ જાય પછી તેમાં 2 ટેબલ સ્પૂન ખાંડ નાખવી ત્યારબાદ ગેસને ફૂલ કરી તેને મિક્ષ કરી લેવાનું. કોઈપણ કોરી વસ્તુમાં ખાંડ નાખતી સમયે ગેસ ને ફૂલ કરી નાખવું કારણ કે ખાંડ મિક્ષ બરોબર નહિ થાય. ખાંડ મિક્ષ થઇ ગયા બાદ ફરીની ગેસ મીડીયમ કરી દેવું, જ્યાં સુધી તેનું પૂરું મોસીયર બળી જાય (10 મિનિટ સુધી સમય લાગે મોસીયર ને બળતા) ત્યાર બાદ ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં 1/5 ટેબલ સ્પુન ગરમ મસાલો નાખવો, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખી મિક્ષ કરી લો. (જયારે પણ લીંબુનો રસ નાખશો ત્યારે ગેસ બંધ કરીને નાખવો) ત્યારબાદ તેમાં થોડા પ્રમાણમાં કોથમીર નાખવી ફરી તેને એક વાર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા મૂકી દો.

લોટ બાંધવા માટે 1.5 કપ મેદો અને 1/5 કપ ચોખાનો લોટ લેવો. તેમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું, ત્યાર બાદ બધું મિક્ષ કરી લો. 3 ટેબલ સ્પૂન તેલ નાખવું અને તેને મિક્ષ કરી લો અને ત્યાર બાદ તેમાં 1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખવો અને ત્યાર બાદ ઠંડા પાણીથી તેનો લોટ બાંધવાનો. લોટ ઢીલો ના થઇ જાય તે માટે પાણી ધીમે ધીમે નાખવું. નોર્મલ જે પૂરીનો લોટ બનવામાં આવે છે તે પ્રમાણે બાંધવાનો છે. લોટ બાંધ્યા બાદ તેમાં થોડું તેલ લઈને તેને 3 થી 4 મિનિટ મસળવાનું અને જયારે લોટ બની ગયા પછી તેને 10 મિનિટ સુધી ઢાંકી દઇશુ.

સ્ટફિંગ એકદમ ઠંડુ થઇ ગયા બાદ તેમાં 4 નાના બટાકા બાફીને તેની છાલ કાઢીને સ્ટફીંગમાં નાખી દો. ત્યાર બાદ બટાકાને ચુરીને તેને મિક્ષ કરી લો. સારી રીતે મિક્ષ કરી જેના દ્વારા તમે તેના ગોળા બનાવી શકો. ત્યારબાદ સ્ટફીંગને લાડુની જેમ તેના ગોળા બનાવી લેવાના છે.

10 મિનિટ બાદ લોટને એક વાર ફરી મસળી લો. તેના લુવો બનાવીલો, મીડીયમ પુરી વણવાની છે અને પુરી વણાય ગયા બાદ તેની વચ્ચે સ્ટફિંગનો બોલ બનાવ્યો છે તે મૂકી દેવાનો. પછી તેની બધી સાઈડ ભેગી કરતા જવી (જેમ મોદક બનાવતી સમયે કરવામાં આવે તેમ) બધી સાઈડ ભેગો થયેલો લોટને આગળીથી થોડો થોડો લોટ ખેંચીને જે વધારેનો લોટ છે તે નીકાળી લો. ક્યાંક થી કચોરી ક્રેક નહિ નથી જાય તે ધ્યાન રાખવાનું. જો તમારે ગોળ આકાર જોઈતો હોય તો તેમજ રાખવું અને જો તમે બીજો આકાર કરવા માંગો છો તો બંને હાથ વડે તેને દવાબી ધ્યાન એ રાખવાનું છે કે તે ક્યાંથી ક્રેક નહિ થાય.

ત્યારબાદ જયારે કચોરી બની જાય ત્યારે તેને 10 મિનિટ રાખી મુકો અને કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. જયારે તેલ ગરમ થઇ જાય ત્યાર બાદ એ ભાગ જે આપણે પૂરીને ભેગી કરેલી તે ભાગને નીચે રાખીને તળવું કારણકે તે ભાગ થોડો જાડો હોય છે એટલે તળતા વાર લાગે છે. એક સાઈડ ઉપર કચોરી તળાયા બાદ તેને પલટાવી દેવું (જયારે તેલ ગરમ થઇ ગયા બાદ ગેસ ની મીડીયમ તાપમાને રાખવું) જ્યાં સુધી કે કડક નહિ થઇ જાય પરંતુ ધ્યાન માં રાખવું કે તે બળી ના જાય. ત્યારબાદ લીલવાની કચોરી તૈયાર થઇ ગયી છે. તમે એને સાથે કોઈ પણ પ્રકારની ચટણી સાથે ખાઈ શકો છો. આ કચોરી ગરમ અને ઠંડી બંને રીતે ખાવામાં સારી લાગે છે. આ રેસિપી તમે વિડિઓ દ્વારા પણ જોઈ શકો છો.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here