દુધી નાં મુઠીયા ની ટેસ્ટી અને હેલ્ધી રેસીપી શીખવા ક્લિક કરો જાણો સરળતા થી બનાવવા ની રીત

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું દૂધી ના મૂઠિયા. દૂધી ના મૂઠિયા એકદમ સરસ અને સારા લગતા હોય છે અને તે બને પણ છે પણ એકદમ સોફ્ટ.

સૌથી નીચે તમે તે શ્રીજી ફૂડ ના વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી

500 ગ્રામ દૂધી

2 કપ ઘઉંનો કકરો લોટ

1/4 કપ રોટલીનો ઘઉંનો લોટ હોય (ઝીણો લોટ)

મીઠું સ્વાદઅનુસાર

1 નાની ચમચી અજમો

1 નાની ચમચી હળદળ

2 નાની ચમચી લાલ મરચા પાઉડર

2 નાની ચમચી સાકર

2.5 મોટી ચમચી તેલ

2 નાની ચમચી વાટેલા લીલા મરચા

દહીં કે છાસ

વધાર કરવા

3 મોટી ચમચી તેલ

1/2 મોટી ચમચી રાઈ

1 નાની ચમચી તલ

1 નાની ચમચી હિંગ

રીત

દૂધી ના મૂઠિયા બનાવવા એક વાસણમાં 2 કપ ઘઉંનો કકરો લોટ અને 1/4 કપ રોટલી બનાવવાનો લોટ લઇ લેવો.

તેમાં મીઠું, અજમો, હળદળ, લાલ મરચા પાઉડર, સાકર અને તેલ નાખી દેવું અને હવે આ બધાને સરખી રીતે મિક્ષ કરી દેવું. ત્યારબાદ તેમાં વાટેલા લીલા મરચા નાખી દેવા અને તેને પણ મિક્ષ કરી લો.

દૂધી લઇ તેને છોલી નાખવી અને તેને છીણી નાખવી (દૂધી કડવી ના હોય તે તપાસી લેવાનું) અને તે લોટના મિક્ષ્ચરમાં નાખી દેવું. ત્યારબાદ તેને મિક્ષ કરી લેવાનું અને સારી રીતે મિક્ષ કરી લેવાનું કારણકે જયારે લોટ બાંધવા માટે જો તમે દહીં કે છાસ ઉપયોગમાં લેસો તેનું પ્રમાણ તમને ખબર પડી જાય.

તમે લોટ બાંધવા માટે ખાટી દહીં કે છાસ લેવાની, જો તમે છાસ લો છો તો ધ્યાનમાં રાખવાનું કે છાસ થોડી જાડી હોય. મુઠીયાના લોટ બનાવવા લોટ ને પણ ઢીલો રાખવો. અને સરસ રીતે મિક્ષ કરી લો.

મિક્ષ કર્યા બાદ તેના મુઠીયા બનાવી લેવા.

ઢોકળા બનાવવાના વાસણમાં પાણી ને ગરમ કરવા મૂકી દો, પાણી ગરમ થઇ ગયા બાદ જે વાસણમાં કાણા(હોલ) વાળી જે પ્લેટ આવે તે મૂકી તેના ઉપર મુઠીયા મૂકી દઈશું અને તેના ઉપરથી બંધ કરી 25 મિનિટ સુધી ધીમા ગેસે રાખી મુક્શું.

ત્યારબાદ ગેસ બંધ કરીને તેને 10 મિનિટ રાખી મુકો. 10 મિનિટ પછી મુઠીયા બહાર કાઢી તેને કાપી નાખવા.

વધાર કરવા માટે

તેલ ગરમ કરવા મૂકી દો અને તેમાં રાઈ, તલ અને હિંગ નાખી દો. ત્યારબાદ તેમાં મુઠીયા નાખી દો. તેને મિક્ષ કરી દો. ગેસ મીડીયમ રાખવું.

હવે તમારા દૂધી ના મૂઠિયા તૈયાર છે

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here