વિડીયો : લગ્ન પછી તરત પલ્સર ની માંગણી ની જીદ કરનાર વરરાજા ને કન્યા વાળાઓએ પકડીને કર્યા આ હાલ

0

ફરી એક વખત કન્યાએ દહેજ ના લોભીઓ ને પાઠ શીખવ્યો અને આખા સમાજ ની સામે લગ્ન તોડી નાખ્યા. તે કન્યા પક્ષના લોકોએ વરરાજા અને તેના ભાઈનું માથું મૂંડાવીને બુટ-ચપ્પલ નો હાર પહેરાવી દીધો. ઘટના પીથોરીયા ચોકી વિસ્તારના ચંદવે મુસ્લિમ ટોલા ની છે. વિસ્તારના લોકો દિવસ આખો આ કિસ્સા ની ચર્ચા કરી રહ્યા છે સાથે જ તે દીકરી ના વખાણ પણ કરી રહ્યા છે.

સૌથી નીચે તમે વિડિઓ માં પણ જોઈ શકશો

કિસ્સો પીથોરીયા ચોકી વિસ્તારના ચંદવે મુસ્લિમ ટોલા ના રહેવાસી બશીરુદીન અંસારી ની દીકરી રૂબાના બારમું ધોરણ પાસ કરેલ છે. તેના નિકાહ રાંચી ના સિકીદીરી ચોકીના સાંડી ગામના રહેવાસી અયુબ અંસારી ના દીકરા મુમતાઝ અંસારી સાથે નક્કી થયા હતા.

બશીરુદીન લગભગ ત્રણ મહિનાથી દીકરીના નિકાહ ની તૈયારી માં લાગ્યા હતા. રાત-દિવસ ભાગ દોડ કરીને તેમણે પૈસાની વ્યવસ્થા કરી. જાનના સ્વાગત ની તૈયારી કરી. સાથે જ દીકરી અને જમાઈને લગ્ન પછી આપવા વસ્તુની ખરીદી કરી રહ્યા હતા. તેમાં પોતાની દીકરીના સુંદર ભવિષ્ય ના સપના જોઇને ફૂલ્યા સમતા ન હતા. નક્કી તારીખે જાન તેમના દરવાજે આવી પહોચી પણ, દહેજના લોભીઓ ને કારણે દીકરી માટે જોયેલા તેમના સપના પુરા ન થઇ શક્યા.

વીડિઓ ૧

pulsar

Posted by Hindi samachar on Sunday, December 3, 2017

v

જાન જયારે કન્યાના દરવાજે પહોચી, તો કન્યા પક્ષના લોકોએ તેમને સંભાળ માં કોઈ ખામી ન રહેવા દીધી. સ્થાનિક ઈમામ નસીમ ખાને રાત્રે 1.૦૦ વાગ્યે નિકાહ ની વિધિ કરાવી. ત્યાર પછી જે થયું, તેની કલ્પના જાનૈયાઓને પણ ન હતી. વરરાજો બનેલ મુમતાઝ અંસારી દહેજમાં પેશન પ્રો બાઈક ની જગ્યાએ પલ્સર ની માંગણી કરવા લાગ્યો.

ખાસ વાત એ હતી કે પેશન પ્રો બાઈક જાતે મુમતાજે શો રૂમમાં જઈને પસંદ કરી હતી. કન્યા પક્ષ સિવાય લગ્નમાં આવેલા લોકોએ પણ તેને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તે પલ્સર ની માંગણી પકડીને બેઠો હતો. તેવામાં જાન વાળા પોતાની આબરૂ બચાવવા માટે પાછા જતા રહ્યા.

મુમતાઝ અંસારી ની ઝીદ જોઈ કન્યાનો વિશ્વાસ તૂટી ગયો. તેને દહેજ લાલચુ છોકરાને પોતાનો જીવન સાથી બનાવવાની ના કહી દીધી. માતા પિતા પણ દીકરીની વાત સાથે સંમત થઇ ગયા.

રાત્રે એક વાગ્યે થયેલા નિકાહ સવારે ત્રણ વાગ્યે તૂટી ગયા. આ ઘટના થી ગુસ્સે ભરાયેલા લોકોએ વરરાજા મુમતાઝ અને તેનો સાથ આપવાવાળા ભાઈ ઈમ્તિયાઝ નું માથાનું મુંડન કરી બુટ-ચપ્પલ નો હાર પહેરાવી દીધો. પાછળ થી અંજુમન ઇસલામિયાની પહેલ થી છોકરાવાળાઓએ પોતાની ભૂલ કબુલ કરીને માફીપત્ર લખ્યો. ત્યાર પછી વરરાજો અને તેના ભાઈએ જવા દીધું. સ્થળ ઉપર પહોચેલ પીથોરીયા પોલીસ પણ સમાધાન થઇ જવાથી પાછી ફરી ગઈ.

દહેજ લાલચુ સાથે સબંધ તોડનારી રૂબાના પરવીન ના નિકાહ બુધવારે રાત્રે ફૂટકલટોલી રાતુ કાઠીટાંગ શફીક અંસારી ના પુત્ર ઇલીયાસ અંસારી સાથે થવાનું નક્કી થઇ ગયું છે. તેને લઈને બને પક્ષોમાં સંમતી જળવાઈ ગઈ છે. ઈલિહાસ ધંધા થી દરજી છે. સમાચાર લખાયા સુધી જાણ નહોતી પહોચી. આ આખા કિસ્સા માં ઝાયુંમો ના જીલ્લા ઉપાધ્યક્ષ કુરબાન ખાન, જુલ્ફીકાર ખાન, મુર્તજા ખાન, મતિઉર્રહમાન, ચંદવે સદર મો રહિલ, ચુટું ના ભૂતપૂર્વ સદર જાવેદ અખ્તર અંસારી સહિત બીજા સમાજસેવકો એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

વીડિઓ ૨

dahej

Posted by Hindi samachar on Sunday, December 3, 2017

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here