સુરતી લાલા ઓ ની પ્રખ્યાત સુરતી સેવ ખમણી બનાવવા ની રીત જાણી લો વિડીયો સાથે

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશુ એક ગુજરાતી ફરસાણ ની રેસીપી સેવ ખમણી. સેવ ખમણી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આમાં ખાટો, મીઠો અને તીખો ત્રેણય ટેસ્ટનું કોમ્બિનેશન હોય છે. તો ચાલો સેવ ખમણી કેવી રીતે બનાવશુ તે શીખીએ.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

સામગ્રી :

1 કપ ચણા દાળ (4 કલાક પહેલા ધોઈને પલાળીને મુકવી)

1/2 નાની ચમચી લીંબુના ફૂલ અથવા લીંબુના રસ

3 લીલા મરચા

1/2 નાની ચમચી મીઠું (સ્વાદઅનુસાર)

1/4 નાની ચમચી ખાવાના સોડા

વધાર કરવા સામગ્રી

1/2 (અડધી) મોટી ચમચી રાઈ

1/2 મોટી ચમચી તલ

3-4 લીલા મરચા (નાના કાપી નાખવા)

1 નાની ચમચી હળદળ

2 મોટી ચમચી સાકર

લીમડો 15-20 પાંદડા

1/2 મોટી ચમચી લીંબુનો રસ

કોથમીર

1/4 કપ પાણી

4 મોટી ચમચી તેલ

રીત :

સૌપ્રથમ ચણા ની દાળ માંથી પાણી નીકાળી લેવાનું. પછી એક મીક્ષરનો જાર લઈને તેમાં ચણા દાળ, લીંબુના ફૂલ અને લીલા મરચા જાર માં નાખી ને એક વાર ક્રશ કરી નાખવા.

1.5 થી 2 મોટી ચમચી પાણી જારમાં નાખી એક વાર ફરી ક્રશ કરી નાખવું. ક્રશ કર્યા બાદ તેને એક બાઉલમાં કાઢી લેવાનું.

એક બાજુ ઈડલી અથવા ઢોકળા બનાવવાનો વાસણ (ન હોય તો કઢાઈ લેવી) આવે તેમાં 1/2 થી 1 ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકી દેવાનું, ગેસ થોડા ધીમા તાપે રાખો.

ત્યારબાદ ખીરામાં મીઠું અને સોડા મિક્ષ કરી દેવું, બધું સારી રીતે મિક્ષ કરી દેવું. જે ઢોકળા ની થાળી આવે તેમ થોડા પ્રમાણમાં તેલ નાખી પુરી થાળીમાં ફેલાવી ને મૂકી દો અને તેમાં આપણે જે ચણા નું જે ખીરું નાખી તેને બધી જગ્યાએ ફેલાય તેવું કરવાનું,

ત્યારબાદ જે વાસણમાં પાણી મૂકેલું છે તેમાં તે થાળી મૂકી દો અને ઉપરથી તેને બંધ કરી દો અને તેને ફૂલ ગેસે 20 મિનિટ સુધી રાખો. જયારે 20 મિનિટ થઇ ગયા બાદ 10 મિનિટ તેને ઠંડુ થવા મૂકી દો. 10 મિનિટ બાદ વાસણ ખોલી તેમાંથી થાળી ને નીકાળી લેવાની અને તેને 1 કલાક સુધી તેને ઠંડી થવા દઇશુ. 1 કલાક બાદ ટુકડા કરી નાખવા અથવા તો છીણીથી છીણી લેવું.

હવે તેનો વધાર કરી દેઇશુ.

સૌપ્રથમ તેનો વધાર કરવા માટે તેલ ને ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઇ જાય ત્યારબાદ તેમાં રાઈ નાખશુ, હવે તેમાં હળદળ, લીમડો , લીલા મરચા નાખ્યા બાદ તેને થોડી વાર મિક્ષ કરી દેવું અને ત્યારબાદ તેમાં પાણી નાખી દઇશુ. હવે તેમાં સાકર નાખી દેવું ત્યારબાદ તલ નાખી દો (જો તલ તમે સેકીને લીધા હોય તો તેમાં હમણાં નાખી દેઇશુ પરંતુ જો કાચા હોય તો રાઈ નાખતા સમયે નાખી દેવાનું).

જ્યાં સુધી સાકાર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેશુ અને તેનું ટેસ્ટ ચાખીને જોઈ લો. જો તમને ખાંડ ઓછી લાગતી હોય તો તમે તમારા પ્રમાણે સાકર નાખી દો.

ત્યારબાદ તેમાં ખમણ નો જે ચૂરો કરીને મુક્યો છે તે નાખી દેવાનું. ત્યારબાદ તેને થોડા સમય સુધી મિક્ષ કરતા રહેવાનું જયારે મિક્ષ થઇ જાય ત્યારબાદ તેમાં કોથમીર નાખી દેવાની. ગેસ બંધ કરીને લીંબુ નો રસ પણ નાખી દેઇશુ.

હવે તમારી ખમણી બની ગયી છે, અને તેને એક પ્લેટમાં નાખીને તેની ખાવાની માજા લઇ શકો છો. તેમાં તમે ઉપરથી દાડમ, કોથમીર અને ખુબ જીણી સેવ પણ નાખી શકો છો.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here