વિજ્ઞાનનો કમાલ : માર્કેટમાં આવી 10 રૂપિયાની એવી સ્ટ્રીપ, જે 4 સેકેન્ડમાં જણાવશે તમારી કિડનીનો હાલ

0

10 રૂપિયા અને પાંચ સેકેન્ડમાં જ ખબર પડી જશે કે કોઈ વ્યક્તિની કિડની માં ઇન્ફેક્શન છે કે નથી. દિલ્હી આઈઆઈટીના એક રિસર્ચ સ્કોલર એવી સ્ટ્રીપ બનાવી છે.

જેનો પૂરો પ્રોજેક્ટર ચંદીગઢ સ્થિત સીએસઆઇઆર ના ઇસ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબાયલ ટેક્નોલોજી (ઈમટેક) માં દેખાડવામાં આવ્યું. આ સ્ટ્રીપ પ્રેગ્નેન્સી તપાસ કરવા વાળી સ્ટ્રીપની જેમ છે, જે કોઈ મશીન વિના ઇસ્ટાલ કરી કિડની માં રહેલ ઇન્ફેક્શનને જણાવી દેશે.

આઈઆઈટી દિલ્હીના બાયો મેડિકલ એન્જીનિયરિંગ વિભાગના ડો. હરપાલ સિંહની અગવાઈમાં રિસર્ચ સ્કોલર દિનેશે આ સ્ટ્રીપને બનાવ્યું છે. આ સ્ટ્રીપને હવે પેટેન્ટ કરાવીને માર્કેટમાં લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. દિનેશ ના કહેવા મુજબ કિડનીમાં થવા વાળી બીમારીઓને સમય રહેતા ઓળખાણ કરવાનું ટારગેટ લઈને આ સ્ટ્રીપની શોધ થઇ છે.

આને બનાવવામાં લગભગ 2 વર્ષનો સમય લાગી ગયો. એક સ્ટ્રીપ બનાવવામાં ચાર રૂપિયાનો ખર્ચો આવ્યો. હવે જયારે આનું પ્રોડક્શન થશે અને કંપની થી લઈને સાદા કેમિસ્ટ સુધી આનું માર્જિન લગાવી દેવામાં આવે તો ઉપભોક્તાઓ ને લગભગ 10 રૂપિયાની એક સ્ટ્રીપ મળશે.

આ એક પ્રેગ્નેન્સી સ્ટ્રીપની જેમ છે, જેને ઘર પર જ ઉપયોગ કરી શકો છો. ખુબ સરળતાથી યુરિન સેમ્પલમાં ટેસ્ટ કરવાનું છે. જો આ સ્ટ્રીપનો નક્કી કરેલા ધોરણ પ્રમાણે રંગ બદલાય જાય તો કિડનીમાં ઇન્ફેક્શન છે કે નહિ સરળતાથી ખબર પડી શકે છે. આના પછી એડવાન્સ સ્તર નો ટેસ્ટ એક્સપર્ટ ડોક્ટરની સલાથી લેબમાં કરવી શકાય છે. જેમાં ખબર પડી શકે છે કે ઇન્ફેક્શન કેટલા સ્તર સુધી છે અને કઈ બીમારીઓને ઉપજાવી રહ્યો છે.