ઘર ની આ 13 વસ્તુ ની પણ હોય છે Expiry Date, શું તમને આની એક્સપાયરી ડેટ ખબર છે

0

ઘરમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે જેને આપણે લોકો વર્ષોના વર્ષ ઉપયોગ કરતા રહીએ છીએ ને ત્યાં સુધી તેને ઘરમાંથી બહાર નથી કરતા જ્યાં સુધી તે ચીજ ખરાબ ન થઇ જાય કે પછી તમારા હાથ તૂટી ન જાય. પણ શું તમને ખબર છે દવાઓ ની જેમ ઘરના આ સામાન ની પણ એક્સપાયરી ડેટ હોય છે ભલે તે વસ્તુ ખરાબ ન થઇ હોય.

તો ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે એવી કઈ રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે જેને એક થોડા સમય પછી આરોગ્યને ધ્યાનમાં રાખીને તમારે દુર કરવાનો નિર્ણય લઇ લેવો જોઈએ.

હમેશા લોકો રૂમાલ ને એક વખત ખરીદે છે તો એવું વિચારે છે કે થઇ ગયું ઓછામાં ઓછા 2 થી 3 વર્ષ માટે રાહત. જો તમે પણ એવું જ વિચારી રહ્યા છો તો તમારા વિચારને આજે જ બદલી નાખો. રૂમાલ ને ઓછામાં ઓછું એક વર્ષ પછી જરૂર બદલી નાખવો જોઈએ. રોજ ઉપયોગ કરવાથી તેનું સુવાળાપણું ખલાશ થઇ જાય છે અને તે તમારી ચામડીને નુકશાન પહોચાડી શકે છે.

6 મહિનામાં લાવો બીજો દાંતિયો

જેવી રીતે રૂમાલ નો ઉપયોગ એક વર્ષ સુધી જ કરવો જોઈએ તેવી જ રીતે વાળને ઓળાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા દાંતિયા ને ઓછામાં ઓછા 6 મહિનામાં જરૂર બદલી દો. આવું એટલા માટે કેમ કે દાંતિયા ના દાંતા ઉપયોગ કરવાથી ઝીણા થઇ જાય છે જેથી દાંતિયો ઉપયોગ કરતા સમયે તમારા સ્કાલ્પ ને નુકશાન પહોચી શકે છે.

ઘરમાં દરેકના સાબુ હોય જુદા જુદા

ઘરમાં ઘણી જાતના લોકો રહે છે પણ જેવામાં આવે છે કે મોટાભાગના ઘરોમાં લોકો ન્હાવા માટે એક જ સાબુ નો ઉપયોગ કરે છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તે ટેવ ને છોડી દો અને દરેક ના સાબુ જુદા જુદા કરી દો. આવું એટલા માટે કેમ કે સાબુ થી ઇન્ફેકશન જલ્દી ફેલાય છે.

એક બ્રશ નો ન કરશો વધુ ઉપયોગ

દાંતોને સાફ કરવા વાળા બ્રશ કે એમ કહો કે સવારે જયારે પણ આપણે લોકો બ્રશ કરીએ છીએ તો તે વાતની ધ્યાન રાખવું કે તમારા દાંતો ઉપર જે કોઈ બ્રશનો ઉપયોગ થઇ રહ્યો છે તે મુલાયમ હોય. તેથી તમારે જરૂર છે બ્રશને ઓછામાં ઓછું ત્રણ થી ચાર મહિના ના સમય ગાળા માં બદલી દેવું.

તકિયો

તેની એક્સપાયરી ડેટ 2-3 વર્ષ હોય છે. સમય ની સાથે સાથે તકિયો ધૂળ કે કણ નું ઘર બનવા લાગે છે. તેની સાથે જ તેનો આકાર પણ બદલાઈ જાય છે જેને કારણે ગરદન માં દુઃખાવાની તકલીફ થઇ શકે છે.

ચપ્પલ

ચપ્પલ ની શરેરાશ એક્સપાયરી ડેટ છ મહિના હોય છે. તેનાથી ફંગલ ઇન્ફેકશન ફેલાવા નો ડર રહે છે તેથી જ એક ચોક્કસ સમયના અંતરે તેને ધોતા રહેવું જોઈએ.

સ્પંજ અને શાવર પૂફ

બાથરૂમમાં ઉપયોગ થતા સ્પંજ ની એક્સપાયરી ડેટ બે અઠવાડીયા હોય છે અને શાવર પૂફ ની એક્સપાયરી ડેટ છ મહિના હોય છે. એક્સપાયરી ડેટ થઇ ગયા પછી આ બનાવટમાં ફૂગ લાગવા લાગે છે. કુદરતી અને સેન્થેટીક શાવર પુફ્સ ને પાણીમાં ઉકાળીને ઉપયોગ કરી શકો છો તેનાથી તેના બેક્ટેરિયા મરી જાય છે.

પરફ્યુમ

પરફ્યુમ ની એક્સપાયરી ડેટ 1-3 વર્ષ હોય છે. તેમાં કોઈ ખાસ પ્રકારના ઓઈલ ભેળવવામાં આવે છે જે માત્ર 3 વર્ષ સુધી સુરક્ષિત રહે છે. આમ તો જો પરફ્યુમ ખુલ્લો રાખશો તો તે 2 વર્ષ સુધી સુરક્ષિત રહેશે.

પૈસફાયર

તેની એક્સપાયરી ડેટ 2-5 અઠવાડિયા હોય છે. લેટેક્સ ના બનેલા ફૈસફાયર ને એક ચોક્કસ સમયાંતરે બદલતું રહેવું જોઈએ. લેટેક્સ સરળતાથી તૂટી ફૂટી જાય છે અને તે ખાંચામાં જીવાત પડી શકે છે.

બાળકોની કાર સીટ

કારમાં લાગેલ બાળકોની સીટની ઉંમર 6-10 વર્ષ હોય છે. સમયની સાથે સીટ નું પ્લાસ્ટિક અને ફોમ ખરાબ થવા લાગે છે. તેનાથી સીટનો આકાર બદલવા લાગે છે અને બાળક સુરક્ષિત નથી રહેતું.

બુટ

બુટ ની ઓછામાં ઓછી ઉંમર એક વર્ષ હોય છે. 250-૩૦૦ માઈલ સુધી ઉપયોગ કર્યા પછી બુટ પોતાનું સુવાળાપણું છોડી દેવા લાગે છે, તેથી તે પહેરીને ચાલવા થી તમને સાંધાનો દુઃખાવો વધવાની શક્યતા રહે છે.

વાટેલા મસાલા

સમય ની સાથે મસાલા નો સ્વાદ ફીકો પડતો જાય છે અને તેની સુગંધ પણ જતી રહેવા લાગે છે. વાટેલો મસાલો છ મહિનાથી વધુ સમય સુધી ન રાખવો જોઈએ.

અગ્નિશામક

અગ્નિશામક યંત્રો ની એક્સપાયરી ડેટ 15 વર્ષ હોય છે, પણ જો તમારા અગ્નિશામક માં કોઈ જાતની કોઈ ખરાબી છે તો તેને તરત બદલો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here