લોકો આંખો તેજ કરાવે છે પણ આ લોકો એ ઓપરેશન કરાવી આંખો નબળી કરાવી દીધી કારણ જાણી ને તમે કેસો ધિક્કાર છે આવા લોકો ને

0

રેલ્વેએ તમામને ઓપરેશન ફરજ ઉપરથી દુર કર્યા, અટકાવી મેનેજર ચાર્જશીટ, વિભાગે શરુ કરી ઉચ્ચ કક્ષાની તપાસ

મેડીકલ તપાસ દરમિયાન ખડગપુરમાં પહેલી ઘટના સામે આવ્યા પછી આખા ઝોનમાં મળ્યા કેસ

ઓફીસમાં કામથી બચવા માટે બહાના તો દરેક કર્મચારીઓએ ક્યારેકને ક્યારેક તો બનાવ્યા જ હશે, પરંતુ રેલ્વેના ટ્રેન ડ્રાઈવરોના બહાના કદાચ બધા કરતા અલગ છે. ૧૬ ટ્રેનના ડ્રાઈવરોએ જયારે ૫-૭ વર્ષ પહેલા નોકરી શરુ કરી હતી. તે સમયે મેડીકલ તપાસમાં આંખોની દ્રષ્ટિ એકદમ સારી હતી. પરંતુ હાલમાં કરવામાં આવેલી મેડીકલ તપાસમાં બધાની આંખોની દ્રષ્ટિ થોડી નબળી જોવા મળી હતી.

નિયમિત ફરજ ઉપર આંખોની દ્રષ્ટિ નબળી હોવાને કારણે આ ડ્રાઈવરોને માત્ર કામગીરીમાં રાહત જ આપવાની ન હતી, પરંતુ ૩૦% પગાર વધારો પણ મળવાનો હતો. પરંતુ હવે રેલ્વે કર્મચારી વિભાગે આ ડ્રાઈવરો બાબતે ઊંડી તપાસ કરાવી. તો જાણવા મળ્યું કે તમામે લેસિક લેઝર ઓપરેશન દ્વારા જાણી જોઈને આંખો નબળી કરાવી છે. એટલે આરામથી નોકરી અને વધેલા પગાર માટે આ ડ્રાઈવરોએ વિભાગને દગો આપવાનો પ્રયાસ કર્યો. રાંચી રેલ્વે ડીવીઝનના સીપીઆરઓ નીરજ કુમારે જણાવ્યું કે તેને મેજર ચાર્જશીટ આપી તપાસ શરુ કરવામાં આવી છે.

દર ચાર વર્ષમાં થાય છે તપાસ

દર ચાર વર્ષમાં રેલ્વે ટ્રેન ડ્રાઈવરોની પીરીયોડીકલ મેડીકલ એગ્જામીનેશન (પીએમઆઈ) કરવામાં આવે છે. તેમાં આંખોની તપાસ પણ કરવામાં આવે છે. સૌથી પહેલા આ ખુલાસો ખડગપુર રેલ્વે ડીવીઝનમાં રેલ્વેના ડોકટરે કરી. ડોક્ટરને શંકા ગઈ તો તેમણે તપાસ માટે દક્ષીણ પૂર્વ રેલ્વેની વડી કચેરીને મોકલી આપી. ત્યાંથી તપાસમાં પણ જયારે સ્થિતિ સ્પષ્ટ ન થઇ, તો કલકતાની એક ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

ત્યાં તપાસમાં જાણવા મળ્યું કે આ ટ્રેન ડ્રાઈવરોએ લેઝર ઓપરેશનથી આંખોનો પાવર ઓછો કરાવ્યો છે. તેના ખુલાસા પછી રેલ્વે બોર્ડે દક્ષીણ-પૂર્વ ઝોનના તમામ ડ્રાઈવરોની આંખોની તપાસ શરુ કરાવી દીધી. રાંચી, ચક્રધરપુર, આદ્રા, ખડગપુરમાં એવા ઘણા કેસ મળ્યા. તમામને ઓપરેશન ડ્યુટી ઉપરથી દુર કરી દેવામાં આવ્યા.

ભરતી સમયે સારી હતી આંખો :-

લોકો પાયલોટ એટલે ટ્રેનના ડ્રાઈવરોની ભરતી સમયે સંપૂર્ણ મેડીકલ તપાસ થાય છે, જેમાં આંખોની પણ તપાસ કરવામાં આવે છે. માત્ર એ-૧ આઈ સાઈટ કેટેગરીમાં આવતા લોકોને જ લેવામાં આવે છે. નિયમ છે કે જો ડ્યુટીમાં ડ્રાઈવરની આંખોની દ્રષ્ટિ નબળી થાય છે, તો તેને હળવું કામ આપવમાં આવે છે. સાથે જ ૩૦% પગાર વધારો પણ મળે છે.

મોટો પ્રશ્ન :-

રેલ્વેએ તે ડોકટરો ઉપર કોઈ પગલા લેવાની વાત કરવામાં આવી નથી, જેમણે ઓપરેશન કરી આ ટ્રેન ડ્રાઈવરોને સાથ આપ્યો. જયારે ડ્રાઈવરો ઉપર કાર્યવાહી થઇ રહી છે, તો ડોકટરોને પણ સજા મળવી જોઈએ. આ પ્રકારે લોકો પૈસા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.