ચાણક્ય નીતિ : આજીવન આ 4 વસ્તુથી સંતોષ નથી પામતો માણસ, થઇ જાય છે બરબાદ.

0
64

ચાણક્ય અનુસાર આ 4 વસ્તુથી સંતોષ ના થવાથી માણસનું જીવન થઇ જાય છે બરબાદ

મનુષ્ય પોતાના જીવનમાં સુખની પ્રાપ્તિ માટે અનેક વસ્તુની શોધ કરતા રહે છે, તેની પાછળ ભાગતો રહે છે અને એક શ્રેષ્ઠ જીવન મેળવવાનો પ્રયાસ કરે છે. આમ ધન-સંપત્તિ, એશ્વર્ય, સમ્માન, શારીરિક અને માનસિક સુખ સાથે ઘણી વસ્તુઓ આવે છે પરંતુ કેટલીક વસ્તુઓની બાબતમાં મનુષ્ય જીવનભર અસંતુષ્ટ રહે છે. ચાણક્ય પોતાના શ્લોકમાં એવી 4 વસ્તુઓનો ઉલ્લેખ કરે છે, જેની માટે મનુષ્ય આજીવન લાલચમાં રહે છે.

धनेषु जीवितव्येषु स्त्रीषु भोजनवृत्तिषु।

अतृप्ताः मानवाः सर्वे याता यास्यन्ति यान्ति च॥

આ શ્લોકમાં ચાણક્ય જણાવે છે કે મનુષ્ય કેટલું પણ ધન કેમ ન કમાઈ લે, તેને હજુ વધારે ધનની લાલચ લાગી રહેલી હોય છે. આજીવન તેમની આ જ પ્રયાસ રહે છે કે વધુમાં વધુ પૈસા પ્રાપ્ત થઇ જાય. આવા વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ રહેતો નથી અને ઘણી વખત વધુ મેળવવાના પ્રયાસમાં ખોટા રસ્તા પકડી લે છે. એવામાં પૈસાની લાલચ તેમના જીવનને નષ્ટ કરી નાખે છે.

ચાણક્યે ઉંમરનો પણ ઉલ્લેખ કરતા જણાવે છે કે વ્યક્તિ જેણે જન્મ લીધો છે તે ક્યારેય મરવા માંગતો નથી. એવામાં તે ઉંમરને લઈને પણ સંતુષ્ટ રહેતો નથી.

આ શ્લોકના અંતમાં ચાણક્ય સ્ત્રી અને ભોજનનો ઉલ્લેખ કરે છે. તે જણાવે છે કે મનુષ્ય આમનાથી પણ ક્યારેય સંતુષ્ટ થતા નથી. જરૂરત મુજબ પ્રેમ પૂર્ણ થવા છતાં પણ મનુષ્યને આની લાલચ રહેતી હોય છે. મોટાભાગે જોવામાં આવે તો આ બંને બાબતમાં મનુષ્યની અસંતુષ્ટિ તેને બરબાદ કરી નાખે છે.

ચાણક્ય અનુસાર ધન, ઉંમર, સ્ત્રી અને ભોજનને લઈને મનુષ્ય ક્યારેય સંતુષ્ટ થતો નથી. વ્યક્તિને આ ગમે તેટલું પણ મળી રહે અપૂરતું જ રહે છે. આના પર નિયંત્રણ મેળવનાર વ્યક્તિ જ સુખની પ્રાપ્તિ કરે છે અને આની આગળ હારી જનાર લોકો નષ્ટ થઇ જાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.