આ મંદિરમાં મનોકામના પુરી કરે છે ભગવાન ગણેશ, દરરોજ હજ્જારોની સંખ્યામાં આવે છે શ્રદ્ધાળુઓ.

0
192

ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે ભગવાન ગણેશ એટલે જ હજ્જારોની સંખ્યામાં આવે છે દર્શન કરવા માટે.

આપણા દેશભરમાં એવા ઘણા ચમત્કારિક મંદિર છે, જે પોતાના ચમત્કારોને લઈને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, આપણે જો ભગવાન ગણેશજીના મંદિરોની વાત કરીએ તો દેશભરના શ્રદ્ધાળુ ગણેશ મંદિરમાં જઈને પોતાના જીવનના કષ્ટ દૂર કરવાની ભગવાન ગણેશને પ્રાર્થના કરે છે, આમ તો દેશમાં ઘણા ગણેશ મંદિરો છે, જે શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બનેલ છે, જેવું કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ગણેશજીને બધા દેવતાઓમાં પ્રથમ પૂજનીય અને તેમની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. અમે તમને દેશના એક એવા ગણેશ મંદિર વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે, જે આસ્થા અને ચમત્કારને પોતાનામાં સમાઈને બેઠા છે, એવું કહેવામાં આવે છે કે આ ગણેશ મંદિર કલ્કિ અવતારની પ્રતિરૂપ છે અને આ મંદિરમાં ભગવાન ગણેશજી ઈચ્છાઓ સાંભળે છે.

અમે તમને જે ગણેશ મંદિર વિષે જાણકારી આપી રહ્યા છે, તે મંદિર જબલપુર રતન નગરના સુપ્તેશ્વર ગણેશ મંદિર છે અને આ ભક્તોની આસ્થાના પ્રમુખ કેન્દ્ર બનેલ છે. આ મંદિર બીજા મંદિરો કરતા એકદમ અલગ છે. કારણ કે અહીં જે વિશાળ મંદિર સ્થિત છે તે પર્વતો ઉપર બનેલ છે અને બીજી વિશેષતા એ છે કે ગણેશજીની મૂર્તિનો આકાર સતત વધતો જ રહે છે. આ મંદિરમાં પ્રાકૃતિક રૂપથી પથ્થર સ્વરૂપમાં ગણેશ ભગવાન પ્રકટ થયા હતા, જે આ મંદિરમાં ભગવાન ગણેશની ઉપાસના કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થયા છે, આ મંદિરમાં ભક્તોની સંખ્યા સતત વધતી રહે છે, જે ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે, તે આ મંદિરમાં આવીને ભગવાનને સિંદૂર અર્પિત કરે છે.

આ મંદિરમાં લગભગ 50 ફિટની ઉંચાઈ પર શીલા સ્વરૂપમાં ગણેશજી વિરાજમાન છે અને આ ભગવાન કલ્કિ સ્વરૂપ માનવામાં આવે છે, જેવું કે તમે બધા જાણો છો કે ગણેશજીની સવારી ઉંદર છે પરંતુ અહીં તે ઘોડા પર દેખાઈ આવે છે, આમની વિશાળકાય સુંઢ ધરતીથી બહાર છે અને બાકી ધડ પ્રતીકાત્મક રૂપથી બહાર છે, બાકીના શરીરના ભાગ પાતાળ એટલે કે ઘણા ફૂટ નીચે સુધી જણાવવામાં આવે છે, અહીં ભગવાનને સિંદૂર અર્પિત કરવાની વિધિ છે, પૂર્ણ શીલા જ સિંદૂર રંગમાં રંગાયેલું છે, અહીં ભગવાનને ધજા અને કપડાં અર્પણ કરવામાં આવે છે, તેની સાથે જ અનુષ્ઠાન પણ થાય છે, ભગવાન ગણેશજીનું આ મંદિર દોઢ એકરમાં બન્યું છે.

આ મંદિરના સમિતિ સચિવનું એવું જણાવ્યું છે કે સુપ્તેશ્વર ગણેશ મંદિરમાં કોઈ ગુંબજ કે દીવાલ બનેલ નથી, અહીં પ્રાકૃતિક રૂપથી ભગવાન ગણેશજીની ઉત્પત્તિ થઈ હતી, જે ભક્ત અહી દર્શન કરવા માટે આવે છે તેમને પ્રાકૃતિક પર્વત અને હરિયાળીનો અનુભવ થાય છે, ભગવાન ગણેશજી અહી જે સ્વરૂપમાં પ્રકટ થયા હતા, તે જ સ્વરૂપમાં તેમની પૂજા થાય છે, આવું માનવામાં આવે છે કે જે ભક્ત 40 દિવસ નિયમિત રીતે ભગવાન ગણેશજીના દર્શન કરે છે તેમની બધી મનોકમનાઓ પૂર્ણ થાય છે, ઈચ્છાઓ પૂર્ણ થયા પછી લોકો દર્શન અનુષ્ઠાન કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.