ખૂબ જ કામના છે આ મેકઅપ ટિપ્સ, તમે પણ એકવાર કરી જુઓ ટ્રાય.

0
61

તમે પણ આ મેકઅપ ટિપ્સને અજમાવી જુઓ, ખૂબ જ કામ આવશે

આજના સમયમાં મેકઅપ કરવું એક કલા છે અને તેના માટે પ્રેક્ટિસની સાથે-સાથે કેટલીક ટ્રીક્સની પણ જરૂર હોય છે. જો તમે મેકઅપ કરવા માટે બહાર બ્યુટી પાર્લરમાં જવો છો, તો તમારે પૈસા વધારે ખર્ચ કરવા પડે છે પણ આજે અમે તમારી માટે કેટલીક સ્માર્ટ ટિપ્સ લઈને આવ્યા છે જેને અપનાવીને તમે ઝડપથી પોતાના ઘરે જ મેકઅપ કરી શકો છો. એટલું જ નહિ આ મેકઅપ હેક્સથી જો તમારા કોઈ મેકઅપ પ્રોડક્ટ્સ પુરી થઇ હોય તો તમે તમારી પ્રોડક્ટ્સની અછતને પણ દૂર કરી શકો છો.

લિપસ્ટિક હેક્સ :

પોતાના લુકને સુંદર રીતે કમ્પ્લીટ કરવા માટે લિપસ્ટિક લગાવવું ખુબ જ જરૂરી છે, પણ લિપસ્ટિકનો ઉપયોગ ફક્ત હોઠ પર લગાવવી આટલો જ નથી. જો તમારા કેટલાક મેકઅપ પ્રોડક્ટ્સ ખતમ થઇ ગયા હોય, તો તમે તેની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો. જેવું કે તમે પોતાના આઈશૈડો કે બ્લશ પૂર્ણ થઇ ગયા હોય તો તમે આંખના નીચે અને ગાલ પર આછી લિપસ્ટિક લગાવીને આને મિક્ષ કરી લો. કલર કરેક્ટર પૂરું થઇ ગયું હોય, તો તમે લિપસ્ટિકને કલર કરેક્ટરની જેમ જ ઉપયોગ કરવામાં આવી શકે છે.

વિંગ્ડ આઇલાઇનર ટ્રિક્સ :

પરફેક્ટ આઇલાઇનર લગાવવું સરળ કામ નથી પરંતુ આને સરળ બનાવી શકાય છે. ટેપના બે ટુકડા લો અને આને આઈબ્રોની તરફ આંખના કિનારા પર ચોટાડી દો. હવે આને આધારે વિંગ્ડ આઇલાઇનર બનાવો.

ઘરે બનાવો લિપ બામ

બધા જુના અને ઉપયોગ કરેલ લિપ બામની બોટલ્સ અને ટ્યુબ લઇ લો. હવે આ કન્ટેનર્સથી બચેલ બામ કાઢી લો અને તેને ગેસ પર ગરમ કરી લો. થોડું નારિયળ તેલ મિક્ષ કરી લો અને મિશ્રણને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી ઘટ્ટ ના થઇ જાય. બસ હવે તેને પાછું એક ડબ્બામાં સ્ટોર કરી લો.

આઈબ્રો હેક્સ :

આઈબ્રો ને યોગ્ય શેપ આપવા માટે તમારે આઈબ્રો પેન્સિલની જરૂરત નથી. તેની માટે તમારે મસ્કારની જૂની બોટલ જ કામ આવી જશે. હવે સ્મજ કર્યા વિના મસ્કારા વૈંડ થી આઈબ્રોને બરાબર શેપ આપવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારી આઈબ્રો સુંદર દેખાશે.

આવી રીતે તમે પણ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને ઘરે એકદમ સરળ રીતે મેકઅપ કરી શકો છો અને મેકઅપની અછતને પુરી કરવાની સાથે તમે સમયની પણ બચત કરી શકો છો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.