ભગવાન શિવનું 2000 વર્ષ જૂનું આશ્ચર્યકારી શિવલિંગ, જેમાંથી આવે છે તુલસીની સુગંધ.

0
58

ખોદકામમાં મળેલ 2000 વર્ષ જુના આશ્ચર્યકારી શિવલિંગમાંથી આવે છે તુલસીની સુગંધ

આપણો દેશ ચમત્કારોનો દેશ માનવામાં આવે છે, ઘણી વખત અહીં કોઈને કોઈ ચમત્કાર જોવા કે સાંભળવા મળે છે. આપણા દેશભરમાં એવા ઘણા મંદિર છે. જે પોતાના ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, તમે પણ કોઈને કોઈ મંદિરના ચમત્કાર વિષે જરૂર જાણતા હશો. જો અમે ભગવાન શિવજીના ચમત્કારો અને તેમના મંદિરો વિષે વાત કરીએ તો દેશભરમાં એવા ઘણા શિવ મંદિર છે, જ્યાં ભગવાન શિવજી પોતાનો ચમત્કાર દેખાડે છે, લોકો દરરોજ આ મંદિરોના ચમત્કારોના આગળ પોતાનું માથું જુકાવે છે અને ભગવાન શિવજીને પોતાના જીવનની સમસ્યાઓ દૂર કરવાની પ્રાર્થના કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા શિવલિંગ વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે, જે પોતાના ચમત્કાર માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, એવું જણાવવામાં આવે છે કે આ શિવલિંગની નજીક જવાથી તુલસીના પાંદડાની સુગંધ આવે છે.

ઘણી વખત ભારત જેવી ધરતી પર કોઈ ને કોઈ એવી ઘટના સાંભળવા મળી જ જાય છે, જેને જાણ્યા પછી લોકોને ખૂબ આશ્ચર્ય થાય છે, છત્તીસગઢના સિરસપુરમાં ખોદકામ દરમિયાન એક શિવલિંગ નીકળ્યું હતું, જેને જોઈને લોકો ખૂબ ચકિત થઈ ગયા હતા, આ શિવલિંગની ખાસ વાત એ છે કે આ શિવલિંગ જનેઉ ધારણ કરેલ હતું અને આની સાથે જ કેટલાક સિક્કા અને તામ્રપત્ર પણ નીકળ્યા હતા, ત્યાંથી વાસણ, શિલાલેખ પણ મળ્યા હતા, શિવલિંગના ઉપર ધારીઓ બની હતી, છત્તીસગઢ રાજ્યના સીસપુર નામનું સ્થાન પર ખોદકામ દરમિયાન દુર્લભ શિવલિંગને જોઈને પુરાતત્વ વિભાગ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા, આને જોવા માટે લોકોની મોટી ભીડ આવી ગઈ હતી, જ્યારે શિવલિંગની નજીક જતા હતા ત્યારે તુલસીના પાંદડાની સુગંધ આવતી હતી, ખોદકામમાં મળેલ આ શિવલિંગ તે ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બનેલ છે.

આ શિવલિંગની લંબાઈ લગભગ 4 ફિટ જણાવવામાં આવે છે, પુરાતત્વ વિજ્ઞાન અનુસાર આ શિવલિંગ લગભગ 2000 વર્ષ જૂનું જણાવવામાં આવ્યું છે, દૂર-દૂરથી લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે ત્યાં જાય છે, એવું જણાવવામાં આવે છે, આ સ્થાન પર ઘણા વર્ષો પહેલા એક મોટું મંદિર બનેલું હતું, પૂર આવવાને કારણે આ નષ્ટ થઈ ગયું હતું, એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલી સદીમાં સરબહપુરીયા રાજાઓ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું, પૂર આવવાને કારણે આ મંદિર ઘરતીમાં સમાઈ ગયું હતું, જ્યારે તે જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું તો ઘણા નાના-મોટા શિવલિંગ મળ્યા હતા, પરતું જ્યારે આ વિશાળ આકારનું શિવલિંગ ખોદકામ દરમિયાન નીકળ્યું, તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પુરાતત્વ જાણકારોનું એવું કહેવાનું છે કે આ માટીમાં જૂની સભ્યતાનો ઇતિહાસ છુપાયો છે, જ્યારે આ શિવલિંગ ખોદકામ દરમિયાન નીકળ્યું તો લોકોની આસ્થાની ભીડ ઉમડી પડી અને લોકોની મોટી ભીડ આ શિવલિંગના દર્શન માટે આવવા લાગી, આ શિવલિંગમાંથી જે તુલસીના પાંદડાની સુગંધ આવે છે, તે કોઈ ચમત્કારથી ઓછી નથી, આમાંથી તુલસીના પાંદડાની સુગંધ કેમ આવે છે? તેના વિષે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, લોકો તેને ભગવાન શિવજીનો ચમત્કાર માને છે અને દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો અહી આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.