આખરે ભગવાન હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું? જાણો તેની પાછળ રહેલી રસપ્રદ કથા

0
60

હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું તેની રોચક કથા વાંચવા જેવી છે.

કળિયુગમાં મહાબલી હનુમાનજી અજર-અમર દેવતા માનવામાં આવ્યા છે. જેવું કે આપણે બધા લોકો જાણીએ છીએ કે સંકટ મોચન હનુમાનજી શક્તિના સ્વામી છે, અને તે શ્રીરામના સૌથી મોટા ભક્ત છે. હનુમાનજીને આ ધરતી પર અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે, તે ધરતી પર જ રહેશે. હનુમાનજીએ સમય આવવા પર પોતાની શક્તિઓનું પ્રદર્શન ખુબ સારી રીતે કર્યું છે.

પરંતુ જો આપણે તેમના બાળપણની વાત કરીએ, તો તે બાળપણથી જ અનુપમ લીલાઓ કરતા હતા. માન્યતા અનુસાર મહાબલી હનુમાનજી એવા દેવતા છે જેમની કૃપા દરેક મનુષ્યને પ્રાપ્ત થાય છે, અને તેમની કૃપા મેળવવા માટે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેના કારણે વ્યક્તિ ઉપર તેમનો આશીર્વાદ બન્યો રહે, અને વ્યક્તિના બધા સંકટ દૂર થઇ જાય છે.

મહાબલી હનુમાનની પૂજા તો બધા લોકો કરે છે અને તેમને પ્રસન્ન કરવાની અલગ-અલગ પ્રકારની રીતો પણ અપનાવે છે. પરંતુ શું તમે લોકો જાણો છો કે ભગવાન હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું? ભક્તો કેમ હનુમાનના નામથી પૂજા કરે છે? આજે અમે તમને હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું તેના વિષે એક રોચક વાર્તા જણાવવાના છીએ.

ભગવાન હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું :

મહાબલી હનુમાનજી દેવોના દેવ મહાદેવના અવતાર માનવામાં આવે છે. તે મહાદેવના સૌથી શક્તિશાળી અવતારોમાંથી એક છે. હનુમાનજીને અંજની પુત્ર અને કેસરી નંદન પણ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે, માતા અંજની ભગવાન શિવજીની પરમ ભક્ત હતી. તે ભગવાન શિવની ભક્તિમાં હમેશા લીન રહેતી હતી.

તેમણે પોતાની ભક્તિથી મહાદેવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવજીએ ખુશ થઈને તેમને વરદાન આપ્યું હતું કે, તે તેમના ગર્ભમાં જન્મ લેશે. ભોલેનાથના વરદાનથી હનુમાનજીનો જન્મ થયો હતો. તે સમયે હનુમાનજીને કેસરી નંદનના નામથી બોલાવવામાં આવતા હતા. પરંતુ તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું, તેની પાછળ પણ એક રોચક કથા જણાવવામાં આવે છે.

એક વખત માતા અંજની કંઈક કામમાં વ્યસ્ત હતા, ત્યારે હનુમાનજીને ખુબ જ ભૂખ લાગી હતી. આથી મહાબલી હનુમાનજી પોતાની માતા અંજની પાસેથી ભોજન માટે જીદ્દ કરવા લાગે છે. મહાબલી હનુમાનજી ઘણું વધારે ભોજન કરતાં હતા. જ્યારે પણ માતા અંજની કોઈ કામમાં વ્યસ્ત રહેતા હતા, ત્યારે તે હનુમાનજીને એમ કહેતા કે તું બહાર જઈને બગીચામાંથી ફળ ખાઈ લે. અને હનુમાનજી એવું જ કરતા હતા. માતાની આજ્ઞા અનુસાર હનુમાનજી બગીચામાં જઈને ફળ ખાઈ લેતા હતા.

મહાબલી હનુમાનજી એક વખત બગીચામાં ફળની શોધમાં ફરી રહ્યા હતા. એવામાં હનુમાને ફળ ખાવા આકાશમાં નજર નાખી, તો તે ફળને ખાવા આકાશમાં જતા રહ્યા, પછી તેમણે તે ફળને ખાઈ લીધું. અને તે ફળ સૂર્ય દેવતા હતા. જયારે તેમણે તે ફળ ખાઈ લીધું, તો આખા સંસારમાં અંધારું છવાઈ ગયું. બધા દેવતાઓ ખુબ પરેશાન થઇ ગયા.

તેમણે હનુમાનજીને નિવેદન કર્યું કે, તે સૂર્ય દેવતાને છોડી દે, પરંતુ પોતાની બાળહઠના કારણે હનુમાનજી માન્યા નહિ. ત્યારે ઇન્દ્ર દેવતાએ ગુસ્સામાં આવીને તેમના પર વજ્રથી પ્રહાર કરી દીધો. વજ્રના પ્રહારના કારણે હનુમાનજી બેભાન થઇને ઘરતી પર પડી ગયા હતા.

જયારે ઇન્દ્ર દેવતાએ વજ્રથી ઘા કર્યો હતો ત્યારે હનુમાનજીનું જડબું તૂટી ગયું હતું. હનુનો અર્થ થાય છે જડબું અને માનનો અર્થ થાય છે વિરૂપતિ, આ રીતે અંજની પુત્રને હનુમાનના નામથી ઓળખાવા લાગ્યા.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.