સુંદરતાની બાબતમાં યો-યો હનીસિંહની પત્ની બધી અભિનેત્રીઓને આપી હાર, જુઓ ફોટા

0
62

યો યો હનીસિંહની પત્ની એટલી સુંદર છે કે કેટલીય બૉલીવુડ હિરોઇનો પાણી ભરે.

એવા ઘણા બધા સિંગર રેપર છે જેમણે પોતાની ઉત્તમ ગાયિકીથી લોકોને નાચવા પર મજબુર કરી દીધા છે. એવા જ ઉત્તમ સિંગરોમાંથી એક યો-યો હની સિંહ છે. તેમણે હાઈ હિલ્સ, બ્લુ આઈઝ, ડોપ શોપ, લૂંગી ડાંસ, દેસી કલાકાર, અંગ્રેજી બીટ જેવા એકથી એક ચડિયાતા ગીત બનાવ્યા છે, જે ગીતો પર ફક્ત દેશ જ નહિ પણ આખી દુનિયાના લોકો ઝૂમવા માટે મજબુર થઈ ગયા છે. આ ગીતોને કારણે જ હની સિંહને સારી એવી ઓળખ મળી છે.

આમ તો મોટાભાગના લોકો યો-યો હની સિંહ વિષે તો સારી રીતે જાણતા હશે. પણ ઘણા ઓછા લોકો એવા હશે જેમને તેમના અંગત જીવન વિષે કોઈ જાણકારી હશે. તમને જણાવી દઈએ કે, હની સિંહ પરિણીત છે અને તેમની પત્ની તેમનો સ્કૂલના સમયનો પ્રેમ છે. આજે અમે હની સિંહની પત્ની વિષે વાત કરવાના છીએ.

જો આપણે હની સિંહની પત્ની વિષે વાત કરીએ તો હની સિંહની પત્ની દેખાવમાં ઘણી વધારે સુંદર છે. હની સિંહની પત્નીનું નામ શાલિની તલવાર છે. શાલિની ભારતના લોકપ્રિય સંગીત નિર્દેશક અને ગાયક યો યો હની સિંહની પત્ની છે. હની સિંહ અને શાલિનીએ પોતાનું સ્કૂલનું ભણતર એક સાથે પૂરું કર્યું હતું, અને તે બંને સારા મિત્રો પણ છે. એટલું જ નહિ તે બંને સ્કૂલ સમયથી જ એક-બીજાને પસંદ કરતા હતા અને એક બીજાને ડેટ પણ કરતા રહે છે.

હની સિંહ પોતાનું સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી બ્રિટન જતા રહ્યા હતા. પણ બ્રિટન ગયા પછી પણ હની સિંહ શાલિનીને ભૂલી શક્યા નહિ. જયારે હની સિંહને સફળતા પ્રાપ્ત થઈ અને તે આખા દેશમાં પ્રખ્યાત થઈ ગયા તો તેમણે શાલિની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પણ પોતાના લગ્નની વાત હની સિંહે દુનિયાથી સંતાડીને રાખવી હતી, કારણ કે તે ઇચ્છતા ન હતા કે તેમના લગ્નના સમાચાર કોઈને પણ મળે. તેમના મતે જો લગ્નની વાત બધાને ખબર પડી જતે તો તેનાથી છોકરીઓમાં હની સિંહની લોકપ્રિયતા ઓછી થઈ જતે.

યો-યો હની સિંહ અને શાલિનીએ 23 જાન્યુઆરી 2011 ના રોજ લગ્ન કર્યા હતા. શાલિની દિલ્લીના પંજાબી પરિવાર સાથે સંબંધ રાખે છે. હની સિંહે શીખ પરંપરાથી લગ્ન કર્યા છે. આ બંનેના લગ્ન દિલ્લીની બહારના વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં થયા હતા. લગ્નમાં જે પણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, તે બધી દિલ્લીમાં આવેલ સરોજિની નગરના પવિત્ર ગુરુદ્વારમાં પુરી કરવામાં આવી હતી. હની સિંહે પોતાના શો ઈંડિયન રોક સ્ટાર દરમિયાન દુનિયા સમક્ષ પોતાની પત્નીની ઓળખાણ કરાવી હતી. અને કદાચ જ કોઈ એવું હશે જે આ પહેલા હની સિંહના લગ્ન વિષે જાણતું હશે.

હની સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તે જણાવ્યું હતું કે, તેમની પત્ની શાલિની તેમના ગીતોને પસંદ કરતી ન હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, શાલિનીને મારા ગીત જરા પણ પસંદ નથી. એવું લાગે છે કે તે આ ગીતોને નફરત કરે છે, પરંતુ શાલિનીએ ક્યારેય મને એવું કહ્યું નથી. શાલિની મોટાભાગે રોમાન્ટિક ગીત સાંભળવાનું પસંદ કરે છે, જે મેં અત્યાર સુધી ગાયા નથી. હની સિંહની પત્ની ઘણી સુંદર દેખાય છે. તેમની સુંદરતા આગળ બોલીવુડની મોટી મોટી હિરોઈન પણ ફેલ છે. તમે આ ફોટાને જોઈને આ વાતનો અંદાજો લગાવી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.