બરેલીથી ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી દિશા પટાની, આજે બની ગઈ બોલિવૂડનો ધબકાર

0
70

બરેલીથી મુંબઈ ફક્ત 500 રૂપિયા લઈને આવી હતી દિશા પટાની, આજે કહેવાય છે બોલિવૂડની સૌથી સુંદર એક્ટ્રેસ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાં દિશા પટાનીનું નામ પણ હવે જોડાઈ ગયું છે. બોલિવૂડની આ ખુબ સુંદર એક્ટ્રેસના આજે દુનિયા દીવાની છે. બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની સાથે દિશા પટાનીની લવ સ્ટોરીના કિસ્સા ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે.

ફક્ત 500 રૂપિયા લઈને નીકળી

આમ જોવા જઈએ તો એક નાનકડા શહેર બરેલીથી મુંબઈ આવીને આટલું નામ પોતાની માટે કમાવવું દિશા પટાની માટે સરળ તો બિલકુલ નહોતું. દિશા પટાનીએ જણાવ્યું કે જયારે તે મુંબઈ આવી રહી હતી, તો તે ફક્ત 500 રૂપિયા જ પોતાની પાસે લઈને બરેલીથી નીકળી પડી હતી.

આમ થઇ શરૂઆત

દિશા પટાનીએ પોતાના સંધર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું કે મુંબઈ આવ્યા પછી એકલી જ હતી અને કામ પણ કરતી નહોતી. પોતાના પરિવાર પાસેથી ક્યારેય મદદ માંગી નહિ. પોતાની એક્ટિંગની શરૂઆત દિશા પટાનીએ દક્ષિણ ભારતીય ફિલ્મ લોફર થી વર્ષ 2015 માં કરી હતી.

રણબીર કપૂરની દીવાની

દિશા પટાની એટલી સુંદર છે કે લાખો ફેન્સ તેમની સુંદરતા પર ફિદા છે. પરંતુ એક એવા અભિનેતા પણ છે, જેની દિશા પટાની પોતે દીવાની છે. દિશાએ એક વખત એ પણ જણાવ્યું કે રણબીર કપૂરની તે ખુબ મોટી ફેન છે. પોતાના સ્કૂલના દિવસોમાં જ્યાં-જ્યાં રણવીર કપૂરની ફિલ્મોના પોસ્ટર હોતા હતા, તેમને ત્યાંથી પસાર થવું ગમતું હતું. રણબીર કપૂરના પોસ્ટર્સના ચક્કરમાં એક વખત તો અકસ્માતનો શિકાર થતા-થતા બચી ગઈ હતી.

ભણવામાં હતી હોશિયાર

ફિલ્મોમાં દિશા પટાની જેટલું નામ કમાવે છે, તે તેટલું જ સારું કામ પણ કરે છે અને તેટલી જ ભણવામાં પણ હોશિયાર હતી. બરેલીના બીબીએલ સ્કૂલથી તેમણે 12માં ની પરીક્ષા પાસ કરી હતી. સ્કૂલમાં પણ તેમની ખુબ પ્રશંસા થયા કરતી હતી.

ઇન્ટરનેશનલ ફેમ પણ મળ્યો

ફિલ્મ એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરીમાં પોતાની ક્યૂટ સ્માઈલથી દિશાએ દરેકનું દિલને પોતાનું બનાવી લીધું હતું. તેના પછી તેમના સામે ફિલ્મોની લાઈન લાગી ગઈ. બોલિવૂડમાં સલમાન ખાન જેવા સુપરસ્ટારની સાથે ફિલ્મ ‘ભારત’માં પણ તે કામ કરી ચુકી છે. હોલીવુડ સુપરસ્ટાર જૈકી ચૈનની સાથે પણ ફિલ્મમાં કામ કર્યા પછી ઇન્ટરનેશનલ ફેમ પણ અર્જિત કરી લીધો છે.

આજે બાન્દ્રામાં છે પોતાનો પ્લેટ

દિશા પટાનીએ ફિલ્મ મલંગમાં પણ ખુબ સુંદર કામ કર્યું છે, તેમાં તેમની સાથે આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર દેખાયા હતા. જે દિશા ફક્ત 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી, આજે તે બાંદ્રા જેવા વિસ્તારમાં પોતાના ફ્લેટમાં રહે છે પરિવારમાં તેમના પિતા જગદીશ પટાની, તેમની માં, એક ભાઈ અને બહેન ખુશ્બુ પટાની છે.

દિશા પટાની મુજબ જ્યારે તે નાની હતી, ત્યારે ટેલિફોન નવા-નવા આવેલા હતા. તે પોતાની બહેન સાથે કોઈ પણ નંબર ડાયલ કરતી હતી, ફોન પર તે બોલતી હતી : હાય! હું ફલાના-ફલાના બોલું છું, આવી રીતે તે બાળપણમાં આવા તોફાન કરતી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.