સફળતા મળી ગયા પછી પોતાના ફસ્ટ પ્રેમને ભૂલી ગયા આ 10 બોલિવૂડ સ્ટાર્સ, બીજા સાથે કરી લીધા લગ્ન.

0
64

આ 10 સ્ટાર્સ જોશો તો તમને માનવામાં નહીં આવે કે તેમના પહેલા પ્રેમ સાથે નહીં પણ કોઈ બીજા સાથે કરી લીધા છે તેમણે લગ્ન.

ઘણા એવા સ્ટાર્સ બોલિવૂડમાં રહેલા છે, જેમણે નામ અને ખ્યાતિ મેળવ્યા પહેલાં કોઈ બીજા સાથે પ્રેમ કર્યો હતો, પરંતુ ત્યાર પછી જેમ જેમ તેઓ તેમની બોલિવૂડ કારકિર્દીમાં પ્રગતિ કરતા ગયા, તેમ તેમ તેઓ પ્રથમ પ્રેમને ભૂલતા ગયા. અહીંયા અમે તમને બોલીવુડની આવી જ હસ્તીઓ વિશે જણાવી રહ્યા છીએ.

દીપિકા પાદુકોણ :-

દીપિકા તેના સંઘર્ષના દિવસોમાં મોડેલ અને અભિનેતા નિહાર પંડ્યાના પ્રેમમાં હતી. તે લાંબા સમય સુધી તેની સાથે લવ-ઇનમાં પણ હતી, પરંતુ તે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમની મુખ્ય હિરોઇન બનવાની સાથે જ તેણે પોતાનો પહેલા પ્રેમને ભૂલી ગઈ હતી.

પ્રિયંકા ચોપડા :-

તેના મોડેલિંગના દિવસો દરમિયાન બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અસીમ મર્ચન્ટ સાથે પ્રેમમાં હતી, પરંતુ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી, તેનો પ્રિયંકા ચોપડા દ્વારા બ્રેકઅપ થઈ ગયો હતો. જો કે, શાહિદ કપૂર સિવાય બીજા ઘણા લોકો સાથે પ્રિયંકાના અફેર રહ્યા હતા, પરંતુ કોઈ પણ સંબંધ વધુ ચાલ્યા નહિ.

અનુષ્કા શર્મા :-

બોલીવુડમાં આવતા પહેલા અનુષ્કા શર્મા તેના બોયફ્રેન્ડ જોહેબ યુસુફ સાથે પ્રેમમાં હતી. મુંબઇ પણ બંને સાથે આવ્યા હતા અને બે વર્ષ સાથે પણ રહ્યા હતા. અનુષ્કા બોલિવૂડમાં સફળતાની સીડી ઉપર ચડી, જોહબને તે ભૂલતી ગઈ.

એશ્વર્યા રાય બચ્ચન :-

એશ્વર્યા રાય રાજીવ મૂલચંદાનીને તેના મોડલિંગના દિવસોમાં ડેટ કરતી હતી. એશ્વર્યાને જેમ જેમ સફળતા મળતી ગઈ, તેમ તેમ તે રાજીવથી દૂર થતી ગઈ અને ધીમે ધીમે પોતાનો પહેલો પ્રેમને ભૂલી ગઈ.

કંગના રનૌત :-

બોલિવૂડની ક્વીન કંગના રનૌત શેખર સુમનના પુત્ર અધ્યયનને ખૂબ ચાહતી હતી, પરંતુ જેમ જેમ તે સફળતાની સીડી ઉપર ચડતી ગઈ અને બોલિવૂડમાં સફળ થતી ગઈ, તે ધીરે ધીરે અધ્યનથી દુર થતી ગઈ અને આ રીતે તે પોતાનો પહેલો પ્રેમ ભૂલી ગઈ.

જેક્લીન ફર્નાન્ડિઝ :-

શરૂઆતના દિવસોમાં બહરીનના રાજકુમાર હાસન બીન રાશિદ અલ ખલીફાણે જેકલીને ડેટ કરી હતી, પરંતુ બોલીવુડમાં તક મળ્યા બાદ ધીમે ધીમે તેમનો આ સંબંધ તૂટી ગયો અને તે પહેલા પ્રેમને ભૂલીને આગળ વધી ગઈ.

અર્જુન કપૂર :-

સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને 2 વર્ષ સુધી અર્જુન કપૂરે ડેટ કરી હતી. બાદમાં બંને અલગ થઈ ગયા. પોતાના પહેલા પ્રેમને ભૂલીને અર્જુન કપૂર આ દિવસોમાં સલમાન ખાનની પૂર્વ ભાભી મલાઇકાને ડેટ કરતા જોવા મળે છે.

આલિયા ભટ્ટ :-

આલિયા ભટ્ટ બોલિવૂડમાં આવતા પહેલા તેના બાળપણના મિત્ર અલી દાદરકરને ડેટ કરી રહી હતી, પરંતુ બોલિવૂડમાં સફળતાની સીડી ચડ્યા પછી તેણે અલી સાથે સંબંધ તોડી નાખ્યો અને પોતાનો પહેલો પ્રેમ ભૂલી ગઈ.

રણબીર કપૂર :-

જ્યારે રણબીર કપૂર લાઈમલાઈટથી દૂર હતો, ત્યારે તે અવંતિકા મલિક સાથે પ્રેમમાં હતો અને હંમેશાં તેના શો જસ્ટ મોહબ્બતના સેટ સુધી પહોંચી જતો હતો. જોકે રણબીર પણ પોતાનો પહેલો પ્રેમ ભૂલી ગયો છે અને હવે તે આલિયા ભટ્ટ સાથેના સંબંધોમાં છે.

આ રીતે સફળતાનો સ્વાદ ચાખ્યા પછી, આ બોલિવૂડ સ્ટાર્સે પોતાનો પહેલો પ્રેમ ભૂલી જવા માટે જરાય મોડું કર્યું નહીં.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.