બે બોલીવુડ દીગ્ગજોએ પોતાના પ્રેમ પ્રકરણમાં વર્ણવી સમુદ્ર અને વીંટીની વ્યથા, જાણવા લાયક છે.

0
66

ઋષિ કપૂરે પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા’માં લખ્યું છે કે જ્યારે તે બોબી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે ડિમ્પલે તે વીંટીને મારી આંગળીમાંથી કાઢીને પોતાની આંગળીમાં પહેરી લીધી હતી.

નવી દિલ્હી. ફિલ્મ સ્ટાર્સની અધૂરી લવ સ્ટોરીના ઘણા કિસ્સાઓ અને ગપસપ રહી છે. કેટલાક આવા જ કિસ્સા રજુ કરી રહ્યા છે અનંત વિજય.

થોડા દિવસો પહેલા ઋષિ કપૂરનું અવસાન થયું હતું, ત્યારે ઋષિ કપૂરના જૂના ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા. કપિલ શર્માના શોમાં ઋષિ અને નીતુ સિંહ વાળો એપિસોડ પણ સારો ચાલ્યો.

એપિસોડમાં જ્યારે ઋષિ કપૂરની ગર્લફ્રેન્ડ વિશે વાત કરવામાં આવી રહી હતી ત્યારે કપિલ શર્માએ નીતુ સિંહને એક વીંટી વિશે પૂછ્યું, જ્યારે નીતુ સિંહે કહ્યું કે તે તેની પાસે છે, ત્યારે ઋષિએ કહ્યું કે જવા દો તે કોઈ પાસે નથી, તે તો સમુદ્રમાં છે.

ખરેખર વાત થઇ રહી હતી ઋષિ કપૂરની તે વીંટી વિશે, જે તેણે તેની પહેલી પ્રેમિકા યાસ્મિન મહેતાને પોતાના પ્રેમની નિશાની તરીકે આપી હતી. આ એક ખૂબ જ સામાન્ય વીંટી હતી, પરંતુ તેની ઉપર એક વિશેષ પ્રકારનું પ્રતીક બનેલું હતું.

ઋષિ કપૂરે પોતાની આત્મકથા ‘ખુલ્લમ ખુલ્લા’ માં લખ્યું છે કે જ્યારે તે લોકો ‘બોબી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ડિમ્પલે તેની આંગળીમાંથી તેની વીંટી કાઢીને પોતાની આંગળીમાં પહેરી લીધી હતી. પછી ડિમ્પલે તે પાછી આપી નહીં.

‘બોબી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્નાએ ડિમ્પલને જોઈ અને તેને પ્રેમ કરી બેઠો. જ્યારે રાજેશ ખન્નાએ ડિમ્પલને પ્રપોઝ કરવા તેનો હાથ પોતાના હાથમાં લીધો, ત્યારે તેને તે વીંટી જોવા મળી જે ડીમ્પલે ઋષિની આંગળીમાંથી ઉતારીને પહેરી લીધી હતી.

ડિમ્પલની સુંદર આંગળીમાં રાજેશ ખન્નાને તે વીંટી પસંદ ન પડી અને તેણે તે વીંટી ડિમ્પલના હાથમાંથી કાઢીને જુહુમાં તેના ઘરની નજીક દરિયામાં ઉછાળી દીધી. ઋષિ કપૂર અને યાસ્મિનના પ્રેમનું પ્રતીક, જે ડિમ્પલની આંગળી શોભાવતી હતી, તે દરિયાના ઊંડાણમાં સમાઈ ગઈ.

તે સમયે ફિલ્મની ગપસપ દર્શાવતા સામયિકોમાં છપાયુ પણ હતું, રાજેશ ખન્નાએ ઋષિ કપૂરની વીંટી દરિયામાં ફેંકી હતી, પરંતુ ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે તેને ડિમ્પલ સાથે ક્યારેય પ્રેમ ન હતો, ન તો તે તેની તરફ આકર્ષિત હતો. હા, તે ચોક્કસપણે માનતો હતો કે ડિમ્પલ અંગે તે થોડો સકારાત્મક છે.

બોલિવૂડ સ્ટાર્સની વીંટી, તેનો રોમેન્ટિક ઉલ્લેખ, તેમના પ્રેમ અને દરિયા કિનારે પહેલીવાર નહોતું બન્યું. આ અગાઉ દેવ આનંદે પણ તેની આત્મકથા ‘રોમાંસિંગ વિથ લાઇફ’માં પણ કર્યું છે.

દેવ આનંદ અને સુરૈયાનો પ્રેમ વધતો જતો હતો, પરંતુ સુરૈયાની દાદીને તે ગમતું ન હતું અને તેમણે સ્પષ્ટ રીતે સુરૈયાને એ સંદેશો આપી દીધો હતો કે જો આ પ્રેમ પ્રસંગ આગળ વધશે તો કાં તો સુરૈયા રહેશે અથવા તેની દાદી, પરંતુ સુરૈયાની માતા, તેની પુત્રી અને દેવ આનંદના પ્રેમની તરફેણમાં હતી.

જ્યારે સુરૈયાનો પ્રેમ ઉપર અંકુશ લાગ્યો હતો ત્યારે તેની માતાએ જ સાડા અગિયાર વાગ્યે દેવ આનંદ અને સુરૈયાને તેમના એપાર્ટમેન્ટના ધાબા ઉપર મળવાની વ્યવસ્થા કરી હતી. દેવ આનંદે આત્મકથામાં ખૂબ જ રસપ્રદ રીતે આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. તેની મુલાકાતમાં સુરૈયાએ દેવ આનંદ સાથે પ્રેમ વ્યક્ત કર્યો હતો.

દેવ આનંદ એટલો ખુશ હતો કે તેમણે બીજા જ દિવસે મુંબઈના ઝવેરી બજારમાંથી સુરૈયા માટે ખૂબ જ સુંદર વીંટી ખરીદી. હવે સમસ્યા એ હતી કે સુરૈયા સુધી વીંટી પહોચે કેવી રીતે. દેવ આનંદ ફોન કરે તો સુરૈયાની દાદી ફોન ઉપાડે અને ફોન મૂકી દે.

અચાનક દેવ આનંદને તેના સિનેમેટોગ્રાફર મિત્ર દિવેચાની યાદ આવી. દિવેચા અગાઉ પણ દેવ આનંદ અને સુરૈયા વચ્ચે પ્રેમ પત્રોની આપ-લેનું માધ્યમ બની ચુકી હતી.

જ્યારે દીવેચાને દેવ આનંદે ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે શું ફરી વખત પ્રેમ પત્ર પહોચાડવો છે. તે વખતે દેવ આનંદે ખૂબ આનંદ સાથે કહ્યું કે ના, આ વખતે સગાઈની વીંટી પહોંચાડવાની છે.

ત્યાર બાદ દિવેચા દેવ આનંદની તે વીંટી સુરૈયા સુધી પહોચાડી દીધી. હવે દેવ આનંદ ખુશીથી એમ માનીને બેઠા હતા કે તેની સગાઈ થઈ છે પણ ભાગ્યને કંઈક બીજું જ મંજુર હતું.

સુરૈયાની દાદી અને તેના સબંધીઓએ મળીને સુરૈયા ઉપર એટલું દબાણ કર્યું હતું કે તે દેવ આનંદ સાથેના સંબંધોને તોડવા માટે સંમત થઈ ગઈ હતી. સુરૈયા એક દિવસ દેવ આનંદની વીંટી લઈને દરિયા કિનારે પહોંચી.

તેને તેની આંગળીમાંથી ઉતારી અને છેલ્લી વાર જોઈ, દેવ આનંદ માટેનો તેમનો પ્રેમ યાદ કર્યો અને પછી વીંટી સમુદ્રના તરંગો ઉપર ઊછાળી દીધી. મોજાઓએ દેવ આનંદ અને સુરૈયા વચ્ચેના પ્રેમની નિશાનીને પોતાની અંદર સમાવી લીધી અને શાંત થઇ ગયો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.