સોમવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, દૂર થઇ જશે મોટી મોટી સમસ્યા.

0
54

આ 5 વસ્તુનું દાન જો તમે સોમવારના દિવસે કરશો, તો મોટી મોટી સમસ્યા ચપટી વગાડતા દૂર થઈ જશે.

જીવન મુશ્કેલીઓથી ભરાયેલું છે. દરેકના જીવનમાં સમસ્યાઓ આવે છે. બસ ફરક એટલો હોય છે કે કોઈ પાસે સમસ્યા આવીને તરત જતી રહે છે તો કોઈ તેનાથી ઘણા સમય સુધી લડતો રહે છે. આવું તમારા ગ્રહોની ખરાબ દશા અને ખરાબ નસીબના કારણે થઇ શકે છે. તેવી સ્થિતિમાંથી નીકળવા માટે તમારે સોમવારના દિવસ કંઈક વિશેષ વસ્તુઓ દાન કરવી જોઈએ.

આપણા શાસ્ત્રોમાં પણ દાન ધર્મના મહત્વ વિષે જણાવવામાં આવ્યું છે. તમે જેટલું વધારે દાન કરશો, ભગવાનની કૃપા અને લોકોના આશીર્વાદ તમારા ભાગ્યને તેટલું જ વધારે પ્રબળ બનાવે છે. આ કડીમાં આજે અમે તમને સોમવારના દિવસે દાન કરવાના મહત્વ વિષે જણાવીશું. સાથે આપણે એ જાણીશું કે આ દિવસોમાં કઈ કઈ વસ્તુઓનો દાન કરવું શુભ માનવામાં આવે છે.

દૂધનું દાન :

સોમવારના દિવસે દૂધ કે તેનાથી બને વસ્તુઓ જેવી કે છાસ, પનીર, ઘી, પ્રસાદ કે અન્ય વાનગી દાન કરાવી ખુબ લાભદાયક છે. જેમ કે તમે બધા જાણો છો કે હિન્દૂ ધર્મ અનુસાર સોમવારનો દિવસ ભોલેનાથનો હોય છે. શિવજીને દૂધ પ્રિય છે. ઘણા લોકો શિવલિંગનું અભિષેક પણ દૂધથી જ કરે છે. એટલા માટે આ દિવસે દૂધને ગરીબોમાં વહેંચવું તમારા માટે સારું ભાગ્ય લઈને આવી શકે છે.

સફેદ કપડાંનું દાન :

સોમવારના દિવસે સફેદ રંગના કપડાંનું દાનનું પણ પોતાનું જ વિશેષ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે શ્વેત વસ્ત્ર કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાનમાં આપવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેની સાથે જ તમારા ઉપર દેવતાઓનો આશીર્વાદ લાંબા સમય સુધી ટકી રહે છે. તમે આ વાતનું ધ્યાન રાખો કે આ સફેદ કપડું કોઈ પરણિત મહિલાને દાન કરો, તેને ફક્ત પુરુષોને જ દાન આપો.

શિવ મંદિરમાં ચઢાવો :-

સોમવારના દિવસે ભોલેનાથ ભક્તોની પ્રાર્થના જલ્દી સાંભળી લે છે. એટલા માટે તેમને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે શિવ મંદિરમાં કંઈક ને કંઈક વસ્તુનું જરૂર દાન કરવું જોઈએ. આ મંદિરમાં વપરાતી કોઈ સામગ્રી હોઈ શકે છે, પૈસા પણ થઇ શકે છે કે પછી પ્રસાદી પણ ચઢાવી શકો છો. આવું કરવાથી તમારું દુર્ભાગ્ય ખતમ થવા લાગે છે. તમારે દર સોમવાર શિવ મંદિરમાં દર્શન માટે જવું જોઈએ. વધારે કઈ નહિ તો ત્યાંની દાન પેટીમાં તમે તમારી સ્વેચ્છાનુસાર કંઈક ને કંઈક પૈસા દાન પણ કરી શકો છો.

બાળકોને ગિફ્ટ :

સોમવારના દિવસ કોઈ બાળકને કોઈ ઉપહાર આપવું પણ ફાયદાકારક હોય છે. તેનાથી તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે. તમે ફક્ત તમારા બાળકોને જ નહિ પણ કોઈ ગરીબ બાળકને પણ ગિફ્ટ આપી શકો છો. તેનાથી થનારા લાભથી વધારે તમને તેમની પ્રેમાળ ખુશી પણ જોવા મળશે. ગરીબ બાળકોને પૈસા, ખાવા-પીવાનું, રમકડાં જેવી વસ્તુ ભેટ સ્વરૂપ પણ આપી શકો છો.

ચાંદી :

ઘણા લોકો ચાંદીનું દાન કરી શકતા નથી, પણ તમે ચાંદીથી બનેલ નાનામાં નાની વસ્તુ પણ દાન પણ કરી શકો છો. આ તમારા ખિસ્સા પર  બોજ પડશે નહિ. આ ચાંદીની વસ્તુ તમે મંદિરમાં, બ્રાહ્મણને કે પછી કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકો છો. તેનાથી તમારી ધન સંબંધિત દરેક સમસ્યાઓનું નિવારણ થઇ જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.