ચાલુ ટ્રેનથી કોઈ સામાન પડી જાય તો તરત નોંધી લો આ વાત, પાછો મળી જશે સામાન.

0
65

ચાલતી ટ્રેનમાંથી કોઈ વસ્તુ સામાન પડી જાય તો વધુ સમય લીધા વગર નોંધી લેવી આ વાત, પાછો મળી જશે સામાન.

રેલ યાત્રા દરમિયાન દરેક મુસાફરની નજર મોટાભાગે પોતાના સામાન પર રહે છે. બધાનો એ જ પ્રયાસ હોય છે કે અમારો સામાન મુસાફરી દરમિયાન સુરક્ષિત રહે. સાવધાની રાખવા છતાં પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સામાન ભૂલથી ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ સામાન કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. જેમ કે જોઈ નાનકડું પર્સ કે કોઈ કિંમતી સામાન. ઘણી વખત તમારા પર્સમાં મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ પણ હોય છે. એવામાં જો તમારી જરૂરી વસ્તુ ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ તો શું કરવું જોઈએ? શું ચેન ખેંચી ટ્રેન રોકી દેવી કે પછી કોઈ બીજી રીત પણ છે? આવો જાણીએ.

ભારતીય રેલમાં ગેટમેન શ્રી શક્તિ શ્યામ શ્રીવાસ્તવે આ વિષે જાણકારી આપી છે. તે ઈલાહાબાદ યુનિવર્સીટીથી ગ્રેજ્યુએટ છે અને યુપી અમેઠી શહેરમાં રહે છે. તે જણાવે છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારે બધાએ સાવધાની રાખવી જોઈએ. જેથી તમારો કોઈ સામાન ચાલતી ટ્રેનમાંથી ન પડી જાય. પરંતુ જો આવી પરિસ્થિતિ આવી જાય કે સામાન પડી ગયો તો સામાન મેળવવાની એક રીત છે.

ચાલુ ટ્રેનમાંથી સામાન પડે તો નોંધી લો આ જાણકારી

જયારે પણ તમારો કોઈ સામાન ટ્રેન નીચે પડી જાય, તો સૌથી પહેલા રેલવેના કિનારા ઉપર લાગેલ વીજળીના થાંભલો પર ધ્યાન આપો. તેની ઉપર કિલોમીટર સંખ્યા લખેલ હોય છે, જેને તમારે તરત નોધી લેવી જોઈએ. આ સંખ્યા દેખાવવામાં આવી છે. 795/20 તેનો મતલબ એ થાય છે કે કિલોમીટર સંખ્યા 795 નો 20 મોં થાંભલો. આ થાંભલો દેખાવવામાં સામાન્ય રીતે સફેદ રંગનો હોય છે. તેનો આકાર પણ નાનો હોય છે.

હેલ્પલાઇન નંબર પર આપો સૂચના

જો ટ્રેનમાંથી સામાન પડતા જ તમે તે વિસ્તારના થાંભલાનો નંબર નોંધી લઈને ત્યાર બાદ તેની સૂચના આરપીએફ હેલ્પલાઇન નંબર 182 પર આપો તેના સિવાય તમે જીઆરપી હેલ્પલાઇન નંબર 1512 પર પણ સૂચના આપી શકો છો. તેના પછી તે વિસ્તાર સાથે જોડાયેલી ચોંકી કે સ્ટેશન પર જઈને સામાને મેળવી શકો છો. પણ અહીં તમારે તમારી ઓળખાણની પુષ્ટિ કરવી પડશે એટલા માટે ઓળખાણ પત્ર જરૂર લેવું.

બીજો પણ એક રસ્તો છે

હેલ્પલાઇન નંબર સિવાય તમે આગળના સ્ટેશન પર જીઆરપી કે સ્ટેશન માસ્ટરને પણ પોતાના પડેલ સામાનની જાણકારી આપી શકો છો. આ દરમિયાન તમારે તેમને કિલોમીટર સંખ્યા, પોતાનો કોન્ટેક્ટ નંબર અને સરનામું જણાવવું પડશે. જો તેમને તમારો સામાન મળી જશે તો તે તમને જાણ કરી દેશે.

રેલવે જવાબદાર નથી

એક વાતનું વિશેષ ધ્યાન આપો કે તમારો પડેલ સામાન માટે રેલવે જવાબદાર નથી. તે ફક્ત તમારા સામાનને શોધવામાં મદદ કરી શકે છે, જો તેમને તે સામાન મળે છે, તો સૂચના આપી દેવામાં આવે છે. આના સિવાય રેલવેની તમારા સામાન માટેની કોઈ જવાબદારી હોતી નથી. એટલા માટે સારું એ જ રહશે કે જો તમે ટ્રેનની મુસાફરી દરમિયાન પોતાના સામાનનું સારી રીતે ધ્યાન રાખો. આ રીતે તમારે આ બધી પ્રક્રિયા માંથી પસાર થવું પડશે નહિ. આમ પણ ટ્રેનથી પડેલ સામાન પુનઃ મળવાની ગેરેન્ટી ખુબ ઓછી હોય છે. જો તમારો સામાન કિંમતી છે અને ત્યાં કોઈ બીજો વ્યક્તિ છે, તો તે તેને ચોરી પણ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.