જાણો કેવા લોકો ઉપર શનિદેવ થાય છે મહેરબાન, કોને બનાવે છે આ નસીબદાર.

0
63

આ પ્રકારના લોકો પર શનિદેવ હંમેશા બનાવી રાખે છે પોતાની કૃપાદ્રષ્ટિ, કરે છે દરેક સમસ્યા દૂર

શનિદેવ કોઈપણ વ્યક્તિને તેના કામો અનુસાર જ ફળ પ્રદાન કરે છે, ખોટા કર્મોના કારણે વ્યક્તિને તેમના દંડનો સામનો કરવો પડે છે પરંતુ જે લોકો સારા કામ કરે છે તેમના પર હંમેશા શનિદેવ કૃપા દ્રષ્ટિ રહે છે, જેવું જ શનિદેવનું નામ આવે છે, લોકોના મનમાં અનેક પ્રકારની ધારણાઓ ઉત્પન્ન થતી રહે છે અને વ્યક્તિ તેમનાથી ગભરાઈ જાય છે, પરંતુ શનિદેવ દરેક વ્યક્તિ માટે હંમેશા ખરાબ રહેતા નથી, મોટાભાગના લોકો તેમને ખરાબ ગ્રહ જણાવે છે, જો તેમની ખરાબ દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર પડી જાય તો તે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવાનું ચાલુ થઇ જાય છે, પરંતુ શનિદેવ લોકોના કર્મોના હિસાબથી સારા અને ખરાબ ફળ આપે છે.

જો કોઈ વ્યક્તિ પર શનિદેવની શુભ કૃપા પડી જાય છે, તો તે વ્યક્તિનું જીવન આરામદાયક વ્યતીત થાય છે અને તેને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, શનિદેવની ચાલ ખુબ ધીમી માનવામાં આવે છે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહ્યા પછી આ બીજી રાશિમાં જાય છે, આજે અમે તમને કઈ-કઈ સ્થિતિઓમાં શનિદેવ તમારા ઉપર મહેરબાન રહે છે, કેવા લોકો પર તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે તેના વિષે જાણકારી આપવાના છે.

જાણો કયા પ્રકારના લોકો પર શનિદેવની રહે છે કૃપા

1. જો કોઈ વ્યક્તિના કુંડળીમાં શનિદેવ ત્રીજા, છઠ્ઠા, દસમા અને અગિયારમા ભાવમાં બેસેલ છે, તો એવી સ્થિતિમાં તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

2. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવ પહેલા, બીજા, પાંચમા કે સાતમા ભાવમાં છે, તો આના કારણે વ્યક્તિના જીવનમાં અશુભ ફળ મળવા લાગે છે.

3. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવ ચૌથા, આઠમા અને બારમા ભાવમાં છે, તો આના કારણે પણ વ્યક્તિને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

4. જો કોઈ વ્યક્તિ શુક્લ પક્ષની રાત્રીના સમયે જન્મ થયો છે, તો એવામાં તે વ્યક્તિઓને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

5. એવા ઘણા લોકો હોય છે, જેમની ઓછી ઉંમરમાં શનિદેવનું શુભ ફળ મળતું નથી એટલે કે તેમની કુંડળીમાં શનિદેવની સ્થિતિ કમજોર રહે છે, પરંતુ 36 અને 42 વર્ષની ઉંમરમાં શનિદેવ સૌથી વધારે મજબૂત થઇ જાય છે અને આમને આ ઉંમરમાં માન-સમ્માન અને સફળતા મળે છે.

6. શનિદેવ ન્યાયાધીશ છે અને એ મનુષ્યના કર્મોના અનુસાર જ ફળ પ્રદાન કરે છે, જે લોકો પોતાના જીવનમાં હંમેશા સારા કર્મ કરે છે, જે ન્યાયના માર્ગ પર ચાલે છે, તેમના ઉપર શનિદેવ હંમેશા કૃપા દ્રષ્ટિ રહે છે, જે લોકો ખરાબ સંગતિથી દૂર રહે છે, જે લોકો દારૂ, માંસનું સેવન નથી કરતા, એવા લોકો શનિદેવના કૃપાને પાત્ર બને છે, શનિદેવ એવા લોકોને દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે.

7. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવ શુભ ભાવમાં બેસેલા છે, તો તેમને પોતાના કાર્યક્ષેત્રમાં સતત સફળતા મળવા લાગે છે અને એવા લોકોનું નેતૃત્વ કરવાની ક્ષમતા પણ વધારે થઇ જાય છે, જો તમારા જીવનમાં કંઈક એવી પરિસ્થિતિઓ આવવા લાગે છે, તો સમજી લેવો કે શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર બની રહશે.

ઉપર જણાવેલ જાણકારી આપવામાં આવી કે કયા પ્રકારના લોકો પર શનિદેવની કૃપા દ્રષ્ટિ વર્ષે છે, જો કોઈ વ્યક્તિ ઉપર શનિદેવ પ્રસન્ન થઇ જાય છે, તો અચાનકથી તે મનુષ્યના જીવની સમસ્યાઓ ઓછી થવા લાગે છે અને તેમને પોતાના દરેક કામમાં સફળતા મળવા લાગે છે, તે વ્યક્તિ પાસે પૈસાની અછત પડતી નથી.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.