ટ્વીન્કલ ખન્નાનો મોટો ખુલાસો, જણાવ્યું : ‘ફિલ્મના આ સીનને જોઈને વારંવાર ચિઢાવે છે, મારો દીકરો’

0
115

ફિલ્મના આ સીનને જોઈને ટ્વીન્કલને વારંવાર ચિઢાવે છે તેમનો દીકરો, પોતે ટ્વિન્કલે કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિલ્મો સિવાય પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. ઘણી વખત તેમના પરિવારથી જોડાયેલી કંઈકને કંઈક વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આમ જ સોશિયલ મીડિયા પર હમણાંના દિવસોમાં ટ્વીન્કલ ખન્નાનું એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતાના બાળકો વિષે વાત કરતા દેખાઈ રહી છે. આ ઇન્ટરવ્યૂમાં ન ફક્ત ટ્વીન્કલના ફેન્સને ગમ્યું પણ અક્ષયના ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જુના ઇન્ટરવ્યૂમાં ટ્વીન્કલ ખન્ના પોતાના દીકરા આરવને લઈને વાતચીત કરતા દેખાઈ રહી છે. આટલું જ નહિ આ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના ફિલ્મી કરિયર વિષે પણ વાત કરી અને તે પણ જણાવ્યું કે તેમનો દીકરો તેમને કેમ ચિઢાવે છે? હકીકતમાં, ટ્વીન્કલ ખન્ના મુજબ તેમનો દીકરો તેમની ફિલ્મને લઈને ખુબ ચિઢાવે છે, જેના કારણે તે નથી ઇચ્છતી કે તેમનો દીકરો તેમની ફિલ્મો જોય.

કિસિંગ સીનને લઈને ચિઢાવે છે આરવ

ઇન્ટરવ્યૂમાં ટ્વીન્કલ ખન્ના જણાવે છે કે તેમના દીકરા આરવ તેમને કિસિંગ સીનને લઈને ખુબ ચઢાવે છે. તે આગળ જણાવે છે કે ફિલ્મ ‘જાન’ માં મારો એક કિસિંગ સીન છે, જેને આરવ વારંવાર જોય છે અને પછી મને ચિઢાવે છે. હકીકતમાં હું ઇચ્છતી નથી કે મારા બાળક મારી કોઈ પણ ફિલ્મ જોય, પરંતુ આરવ વારંવાર તે ફિલ્મ જોય છે અને મને ચિઢાવે છે. સ્પષ્ટ રીતે જણાવીએ તો આરવ પોતાની મમ્મીને કિસિંગ સીનને લઈને ચિઢાવે છે.

ટ્વીન્કલ ખન્નાએ આગળ જણાવ્યું કે તેણે એક વખત તો મારા જન્મદિવસ પર તે કિસિંગ સીનનો કોલાજ બનાવ્યો અને પછી તેને પાર્ટી દરમિયાન દેખાડી દીધો. તેમણે આગળ જણાવ્યું કે તે ખુબ તોફાની છે, પરંતુ તેનું મગજ ખુબ સારું છે. જણાવી દઈએ કે ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમાર પોતાના બંને બાળકોને ખુબ પ્રેમ કરે છે અને ન ફક્ત પ્રેમ પણ સંસ્કાર પણ આપે છે.

પોલીસના નામથી સેવ કરેલ છે મારો નંબર : ટ્વીન્કલ ખન્ના

બોલિવૂડ એક્ટ્રેસ ટ્વીન્કલ ખન્નાએ જણાવ્યું કે એક વખત આરવનો ફોન ચેક કર્યો, તો તેમને નવાઈ લાગી કે તેણે મારો નંબર પોલીસના નામથી સેવ કર્યો છે. જણાવી દઈએ કે ટ્વીન્કલ પોતાના બાળકો પર અનુશાસન રાખે છે અને બાળકો તેમનાથી ગભરાય પણ છે. એટલું જ નહિ, ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમારના બંને બાળકો ફક્ત પોતાના કામથી મતલબ રાખે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આરવ અને નિતારાને લાઈમલાઈટમાં રહેવાનું બિલકુલ પસંદ નથી, જેના કારણે તે ફક્ત પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આરવ હમણાં 17 વર્ષનો છે અને તેમનો એક બેસ્ટ ફ્રેન્ડ છે, જેની સાથે તે ઘણી વખત દેખાય છે, જણાવી દઈએ તેનો બેસ્ટ ફ્રેન્ડ બીજો કોઈ નથી પણ સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ ખાન છે, જેની સાથે તે ઘણી વખત તે પાર્ટી વગેરેમાં દેખાશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.