કલ્પવૃક્ષ પાસે માંગવામાં આવતી દરેક મનોકામના થઇ જાય છે પુરી, જાણો કેવું છે અને ક્યાં છે કલ્પવૃક્ષ.

0
92

આ વૃક્ષના એવું છે જે દરેક ઈચ્છા કરે છે પૂર્ણ, સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી આની ઉત્પત્તિ

કલ્પવૃક્ષને હિન્દૂ ધર્મમાં એક વિશેષ વૃક્ષ માનવામાં આવે છે અને આ વૃક્ષનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં કરવામાં આવ્યું છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર આ વૃક્ષના નીચે બેસીને વ્યક્તિ જે પણ ઈચ્છા માંગે છે, તે પૂર્ણ થઇ જાય છે. આ વૃક્ષ ભારતના ઘણી જગ્યા પર જોવા મળે છે અને કલ્પવૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે.

આખરે કેમ ખાસ છે આ વૃક્ષ

કલ્પવૃક્ષથી જોડાયેલી કથા અનુસાર આ વૃક્ષ સમુદ્ર મંથનના 14 રત્નો માંથી એક છે. આ વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી. કહેવામાં આવે છે કે આ વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન આવ્યું હતું, તો આને દેવરાજ ઇન્દ્રને આપવામાં આવ્યું. જેના પછી દેવરાજ ઇન્દ્ર આ ઝાડની સ્થાપના ‘સુરકાનન વન’માં કરી દીધી હતી, જે હિમાલયથી ઉત્તરમાં છે. પદ્મપુરાણ અનુસાર પારિજાત જ કલ્પતરુ છે અને આ વૃક્ષ અપાર સકારાત્મક ઉર્જાથી ભરેલ છે.

દેખાવમાં કેવું છે કલ્પવૃક્ષ

આ વૃક્ષ લગભગ 70 ફિટ ઉંચાઈ હોય છે અને તેની દાંડીનો વ્યાસ 35 ફિટ સુધી થઇ શકે છે. આ વૃક્ષની સરેરાશ આયુષ્ય 2500-3000 વર્ષનું હોય છે. કલ્પવૃક્ષ દેખાવવામાં સામાન્ય ઝાડની જેમ જ હોય છે. આ ઝાડ પીપળાના ઝાડની જેમ દેખાય છે અને ખુબ જ મોટું થાય છે. આ ઝાડ પર લગતા ફળ નારિયળની જેમ હોય છે. જે વૃક્ષની પાતળી દાંડીના સહારે નીચે લટકે છે. આ ઝાડ પર ફૂલ પણ લાગે છે. આ ઝાડનું મૂળ જાડા હોય છે અને દાંડી લાંબી હોય છે. પાંદડાનો આકાર પણ લાંબો હોય છે. આ ઝાડના પાંદડા આંબાના પાંદડાની જેમ હોય છે. પીપળાની જેમ ઓછો પાણીમાં જ આ વૃક્ષની વૃદ્ધિ થાય છે. આ એક સદાબહાર વૃક્ષ છે.

આ જગ્યાઓ પર જોવા મળે છે આ વૃક્ષ :

આ ઝાડ ભારતમાં રાંચી, અલ્મોડા, કાશી, નર્મદા કિનારે, કર્ણાટક જેવી જગ્યા પર જોવા મળે છે. પદ્મપુરાણ અનુસાર પારિજાત જ કલ્પવૃક્ષ છે અને આ વૃક્ષ ઉત્તરપ્રદેશના બારાબંકીના બોરોલીયામાં આજે પણ આવેલા છે. બોરોલીયામાં લાગેલ આ ઝાડની ઉંમર કાર્બન ડેટિંગથી વૈજ્ઞાનિકોએ 5,000 વર્ષથી વધારે જણાવી છે.

આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે આ વૃક્ષ

આ એક પરોપકારી તબીબી પ્લાન્ટ છે અને આમાં નારંગી કરતા વધારે વિટામિન સી હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર આ ઝાડમાં નારંગીથી 6 ગણું વધારે વિટામિન ‘સી’ જોવા મળે છે. આ ઝાડમાં કૈલ્શિયમ પણ રહેલુ છે જે ગાયના દૂધથી બે ગણી માત્રામાં હોય છે. આના સિવાય બધા પ્રકારના વિટામિન પણ આ ઝાડમાં જોવા મળે છે.

સ્વાસ્થ્યનો મળે છે આ લાભ :

આયુર્વેદ અનુસાર આ વૃક્ષની 3 થી 5 પાંદડાંનું સેવન કરવાથી આપણા દરરોજના પોષણની જરૂરત પુરી થઇ જાય છે.

આ ઝાડના પાંદડા ખાવાથી કબજિયાત અને એસીડીટીથી આરામ મળે છે.

જે લોકો કિડની રોગથી પરેશાન છે, તે લોકો તેના પાંદડા અને ફૂલનો રસ કાઢીને પીવો. આ રોગથી આરામ મળી જશે.

આ રીતે કરો પાંદડાનો ઉપયોગ

આ વૃક્ષના પાંદડાનું સેવન ઘણી રીતે કરવામાં આવી શકે છે અને આ પાંદડાંને પાણીમાં ઉકાળી લેવો આનો ઉકાળો બનાવીને પી શકાય છે.

તેનું શાક પણ બનાવીને ખાઈ શકાય છે, પાલક કે મેથીનું શાક બનાવતા સમયે તેમાં 20 ટકા કલ્પવૃક્ષના પાંદડા મિક્ષ કરી દેવા.

તેના સિવાય તમે તેના પાંદડાને ધાણા કે સલાડની જેમ પણ ઉપયોગ કરી શકો છો. ઘણા લોકો તો પરોઠા બનાવતા સમયે પણ આનો ઉપયોગ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.