પૈસા ઘરમાં ટકતા નથી, તો લોટના ડબ્બામાં રાખો આ ખાસ વસ્તુ, ભરેલી રહશે તિજોરી.

0
99

લોટના ડબ્બાનો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જળવાયેલ રહશે લક્ષ્મી, તિજોરી હંમેશા ભરેલ રહશે

આજના મોંઘવારીના જમાનામાં પૈસા ક્યારે આવે છે અને ક્યારે પુરા થઇ જાય છે ખબર પડતી નથી. પૈસા કમાવવામાં ખુબ મહેનત લાગે છે. એટલા માટે દરેક એવું જ ઈચ્છે છે કે તેમનું બેન્ક બેલેન્સ ખાલી ન થાય. પરંતુ ઘણી વખત દુર્ભાગ્ય કે મુશ્કેલીઓના કારણે પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો, જેમના ઘરમાં પૈસા ટકવાનું નામ લેતા નથી તો ટેન્શન લેવું નહિ. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયનો ઉલ્લેખ છે, જેની મદદથી પૈસા તમારા ઘરમાં જળવાયેલ રહે છે.

પીપળાને જળ આપો. :-

દરેક પૂર્ણિમાના દિવસ પીપળાના ઝાડને જળ અપર્ણ કરો. તેની સાથે લક્ષ્મી મંત્રનો જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ કાર્ય કરવાથી તમારા ઘરમાં પૈસાની ક્યારેય કોઈ ઉણપ થતી નથી. સાથે જ તેનાથી ઘરમાં રાખેલ પૈસા જલ્દી જલ્દી ખર્ચ થતો નથી.

રાધા કૃષ્ણ કરશે મદદ :-

શુક્લ પક્ષના પાડવાના દિવસે એક કાગળની રૂપિયાની નોટ લેવી. તેની ઉપર લાલ દોરો બાંધી દેવો અને રાધા કૃષ્ણની મૂર્તિ કે ફોટોની પાછળ સંતાળી દેવી. આવું તમે એક જ રાશિ (અંક) વાળા નોટની સાથે સતત 41 દિવસ સુધી કરો. એક દિવસ પણ તેને કરવાનું ભૂલતા નહિ. આનાથી ભગવાન તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેની સાથે જ ઘરમાં રહેલા પૈસા પણ ટકી રહે છે.

ચોખાનો ઉપાય :-

સવારે કોઈ શુભ મુહૂર્તમાં ઉઠી જઈને. હવે એક લાલા રંગના રેશમના કપડુ લઇ લો અને તેમાં 21 ચોખાના દાણા નાખી દેવા. યાદ રાખજો કે આ ચોખાના દાણા અખંડિત અવસ્થામાં હોવા જોઈએ. આ કપડાં અંદર ચોખા રાખેલ છે તે બાંધી દેવા. હવે માં લક્ષ્મીના સામે તેને રાખો અને તેની પૂજા કરો. પૂજા પૂર્ણ થઇ ગયા પછી માં ને પોતાના ધન સંબંધિત સમસ્યા જણાવો. હવે તે ચોખાની પોટરી પોતાના ઘરની તિજોરી કે પર્સમાં રાખો. પૈસાથી જોડાયેલી દરેક સમસ્યા સમાપ્ત થઇ જશે.

માં કાળીની પૂજા :-

ઘરમાં દરરોજ માં કાળીની પૂજા કરો. શુક્રવારે માં કાળીના મંદિરમાં જાઓ. અહીં તેમને ધૂપ, દીપક અને ભોગ લગાવો. તેના પછી માં ની સ્તુતિ કરો અને પોતાના મનની ઈચ્છા માંગો. આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા પૂર્ણ થઇ જાય છે. તમારે ત્યાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. આ જ સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેલ ઘનને વ્યર્થ જવા દેતો નથી. તેનાથી તમારા નાણાં જેવોને તેવો જ રહશે. એટલું જ નહિ તેનાથી ઘરમાં પૈસાની આવક વધવા લાગે છે.

લોટના ડબ્બામાં રાખો આ વસ્તુ

લોટના ડબ્બામાં 5 તુલસીના પાંદડા અને 2 કેસરના દાણા રાખવાથી ઘરમાં પૈસા ટકી રહે છે. તેના સિવાય તમે શનિવારના દિવસે જ લોટ દળવાનું કામ કરો. તેમાં ચણા રાખવાનું ભૂલતા નહિ. આ ઉપાયથી ઘરમાં આર્થિક સંકટ આવશે નહિ. સાથે જ નાણાં લાંબા સમય સુધી ટકેલ રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.