મહાદેવે 19 વર્ષો સુધી શનિદેવને પીપળાના ઝાડ પર લટકાવી દીધા હતા ઊંધા, જાણો કારણ.

0
96

આ કારણે ભોલેનાથે શનિદેવને 19 વર્ષ સુધી પીપળાના ઝાડ પર ઊંધા લટકાવી દીધા હતા, જાણો કારણ.

મનુષ્યના સારા અને ખરાબ કર્મોની લેખી શનિદેવ પાસે હોય છે, તે મનુષ્યને તેમના કર્મો અનુસાર જ ફળ આપે છે, શનિ દેવને ગ્રહ અને દેવ બંને રીતે પૂજન કરવામાં આવે છે. દરેક મનુષ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગે છે, જેના માટે તે ઘણી પૂજા અર્ચના કરે છે. જે વ્યક્તિ પર શનિનો આશીર્વાદ રહે છે, તે વ્યક્તિના જીવનની દરેક સમસ્યા દૂર થઇ જાય છે, શનિની કૃપાથી વ્યક્તિનું જીવન સુખમય બને છે, શનિ દેવતાને દંડાધિકારી પણ કહેવાય છે.

તમને જણાવી દઈએ કે આ પદ દેવોના દેવ મહાદેવ દ્વારા તેમને પ્રાપ્ત થયું હતું, જો આપણે શાસ્ત્રો અનુસાર જોઈએ તો શનિદેવના અધિદેવતા બ્રહ્મા અને પ્રત્યધિ દેવતા યમ છે, શનિદેવનું વાહન ગીધ છે અને તે લોખંડના રથની સવારી કરે છે, એક વખત તેમણે પોતાના પિતાને પોતાની ખરાબ દ્રષ્ટિ નાખીને કુષ્ઠ રોગ આપી દીધો હતો, એવું જણાવવામાં આવે છે કે શનિ દેવની જે કોઈ પર ખરાબ નજર પડે છે, તે રાજાથી રંક બની જાય છે, સામાન્ય માનવી જ નહિ પણ દેવી-દેવતા પણ શનિદેવના પ્રકોપથી ભયભીત રહે છે, પરંતુ શનિદેવને પણ 19 વર્ષ સુધી ઊંધું લટકવું પડ્યું હતું, તેઓ આટલા વર્ષ સુધી ઉંધા કેમ લટકેલા હતા? આજે અમે તમને તેના પાછળની કથા જણાવવાના છે.

શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યદેવતાએ પોતાના બધા પુત્રોને પોતાની યોગ્યતા અનુસાર વિભિન્ન લોકનું આધિપત્ય પ્રદાન કર્યું હતું પરંતુ સુર્ય દેવના પુત્ર શનિદેવ સંતુષ્ટ થયા નહિ અને તેમણે પિતાની આજ્ઞા ન માની, શનિ દેવે બીજા લોકો પર પણ કબ્જો જમાવી લીધો, ત્યારે સૂર્ય દેવતા ભગવાન શિવજીની શરણમાં ગયા હતા અને તેમણે મહાદેવને પ્રાર્થના કરી હતી, ત્યારે શિવજીએ પોતાના ગણોને શનિદેવ સાથે યુદ્ધ કરવા માટે મોકલ્યા હતા, જયારે શનિદેવની સાથે શિવજીના ગણોનું યુદ્ધ થયું ત્યારે શનિદેવે તેમને યુદ્ધમાં હરાવી દીધા હતા, આ વાતની જાણ શિવજીને થઇ તો તે પોતે શનિદેવ સાથે યુદ્ધ કરવા માટે ગયા અને આ બંને વચ્ચે ખુબ ભયંકર યુદ્ધ થયું.

ભગવાન શંકર અને શનિદેવના વચ્ચે યુદ્ધ દરમિયાન શનિદેવે શિવજી પર પોતાની ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ નાખ્યો હતો, ત્યારે ભગવાન શિવજી વધારે ગુસ્સો થઇ ગયા. તેમણે પોતાના ત્રીજા નેત્રને ખોલી દીધું હતું, ભગવાન શિવે પોતાના ત્રિશુલથી શનિદેવ પર પ્રહાર કર્યો, આ યુદ્ધમાં શનિદેવને હારનો સામનો કરવો પડ્યો હતો, મહાદેવે શનિદેવને પાઠ ભણાવવા માટે તેમને 19 વર્ષ સુધી પીપળાના ઝાડ પર ઉંધા લટકાવ્યા હતા.

શનિદેવ પીપળાના ઝાડ પર 19 વર્ષ સુધી ઉંધા લટકીને શિવજીની ઉપાસનામાં લિન હતા, શનિદેવની આ દશા જોઈને સૂર્યદેવ ખુબ ચિંતિત થઇ ગયા અને તે પુત્ર મોહમાં આવીને શિવજી પાસેથી તેમને જીવનદાન પ્રદાન કરવાની પ્રાર્થના કરી હતી, ત્યારે દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થઈને શનિદેવને 19 વર્ષો પછી મુક્ત કર્યા હતા અને તેમને પોતાનો શિષ્ય બનાવીને સંસારનો દંડાધિકારી નિયુક્ત કરી દીધા હતા, આ જ કારણ છે કે શનિદેવને પીપળાના ઝાડ પર 19 વર્ષો સુધી લટકવું પડ્યું.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.