ફક્ત આટલી વસ્તુઓનું રાખો ધ્યાન બની જશો ધનવાન, પૈસાની ઉણપ થશે દૂર

0
195

ધનવાન બનવા માટે બસ રાખો આ વસ્તુનું ધ્યાન, જીવનમાં ક્યારેય પણ થશે નહિ પૈસાની ઉણપ

જીવનમાં ઘન ઘણું જરૂરી હોય છે અને તેજ કારણ છે કે ધન કમાવા માટે લોકો દિવસ-રાત મહેનત કરે છે. જોકે ઘણા એવા લોકો પણ હોય છે, જેમની પાસે પૈસા ટકતા નથી. જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમની પાસે પૈસા નથી ટકતા, તો આ લેખ જરૂર વાંચો. કારણ કે આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે માણસ સદા ગરીબ બન્યો રહે છે અને તેમની પાસે ઘન નથી ટકતું.

વાસ્તુ શાસ્ત્રમાં ધન સાથે જોડાયેલી અમુક જરૂરી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના પર જો ધ્યાન આપવામાં નહિ આવે તો વ્યક્તિની સામે આર્થિક મુશ્કેલી આવી જાય છે.

આ વસ્તુઓનું રાખો ધ્યાન, જીવનમાં ક્યારેય નહિ થાય પૈસાની અછત :

પાકીટ ફાટેલું ન હોય :

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખીસામાં ક્યારેય પણ ફાટેલું અથવા ખાલી પાકીટ ના રાખો. કારણ કે ફાટેલા પાકીટમાં પૈસા ક્યારેય નથી ટકતા. તેના સિવાય પોતાના પાકીટને ક્યારેય પણ ખાલી રાખવું નહિ. કારણ કે ખાલી પાકીટને અશુભ માનવામાં આવે છે. એટલા માટે હંમેશા પાકીટમાં થોડા પૈસા જરૂર રાખો અને ફાટેલા પાકીટની જગ્યાએ નવું પાકીટ લઇ લો.

સારા કપડાં પહેરો :

હંમેશા સારા કપડાં જ પહેરો. ફાટેલા અને ગંદા કપડાં પહેરવાથી માણસ સદા ગરીબ જ રહે છે અને તેની પાસે ધન નથી ટકતું. ફાટેલા કપડાંને દુર્ભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે.

ઘરની છત રાખો સાફ :

ઘણા લોકોના ઘરની છત ઘણી ગંદી હોય છે, અને લોકો પોતાના ઘરની છત પર ભંગાર રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની છત પર ભંગાર રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, અને એવું થવાથી માણસ પાસે ધન નથી રહેતું. એટલા માટે પોતાના ઘરની છતને હંમેશા સાફ રાખો અને છત પર ભંગાર જમા ન થવા દો.

બંધ પડેલી ઘડિયાળ :

જો તમારી ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે તો તેને તરત હટાવી દો અથવા તેની જગ્યાએ નવી ઘડિયાળ લઈ આવો. બંધ ઘડિયાળને નકારાત્મકતા અને દુર્ભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે, અને બંધ પડેલી ઘડિયાળ અશુભતાની નિશાની પણ હોય છે.

ના રાખો આ વસ્તુઓ

પોતાના ઘરમાં કાંટાદાર છોડ, નટરાજની મૂર્તિ, મહાભારત યુદ્ધના ફોટા, તાજમહેલના ચિત્ર, યુદ્ધના ચિત્ર, જંગલી પ્રાણીઓ અને ડૂબતી નાવડીના ફોટા રાખવા નહીં. આ દરેક વસ્તુઓ અશુભ હોય છે અને ધન હાનીનું કારણ બને છે.

ઘરને હંમેશા સાફ રાખો :

યાદ રાખો કે માં લક્ષ્મી ફક્ત એવા લોકોના ઘરમાં વાસ કરે છે, જે લોકોના ધરમાં સફાઈ થાય છે. એટલા માટે પોતાના ઘરની સફાઈ પર ધ્યાન આપો અને ઘરમાં તૂટેલા વાસણ, તૂટેલા કાચ, ખંડિત થયેલી ભગવાનની મૂર્તિ અને તૂટેલા ફર્નિચર જેવી વસ્તુઓ ના રાખો. ઘરમાં પગરખાં એક જગ્યાએ રાખો, તેને ગમે ત્યાં ન મુકો. તમારું ઘન જેટલું સાફ હશે એટલા જ ધનવાન તમે બનશો.

પાકીટમાં ના હોય આ વસ્તુઓ :

પોતાના પાકીટમાં પૈસા સિવાય અન્ય વસ્તુઓ રાખવાથી બચો. પાકીટમાં નકામા કાગળના ટુકડા અને બિલ રાખવાથી ખોટા ખર્ચા વધે છે અને ધન ભેગું નથી થઈ શકતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.