કબાટમાં ભૂલથી પણ ના રાખશો આ 4 વસ્તુ, લક્ષ્મીજી ઘર છોડીને ચાલી જશે.

0
332

આ 4 વસ્તુ કબાટની અંદર મૂકી રાખવાથી લક્ષ્મીજી તમારા ઘરમાં રહેતી નથી, જાણો તે 4 વસ્તુઓ

પૈસા આજના સમયમાં ખુબ જરૂરી વસ્તુ છે. તે તમારા ખિસ્સામાં હોય છે તો આત્મવિશ્વાસ રહે છે. એ જ કારણ છે કે માણસ દિવસ રાત મહેનત કરી તેને કમાવવાના પ્રયાસમાં લાગેલો રહે છે. મોટાભાગના લોકો કમાયા પછી તેની બચત કરવાનું પસંદ કરે છે, એવામાં બચાવેલા પૈસાને લોકો બેન્ક સિવાય પોતાના ઘરની તિજોરી કે કબાટમાં પણ રાખે છે.

બેંકમાં ભલે તમારા લાખો કરોડો રૂપિયા પડેલ હોય પરંતુ ઘરના કબાટ કે તિજોરીમાં બરકત બનાવી રાખવા માટે કેટલાક પૈસા રાખવા જરૂર રાખવા જોઈએ. ઘણા લોકો દાગીના પણ તેમાંજ લોક કરીને રાખવાનું પસંદ કરે છે. એવામાં શું તમે જાણો છો કે જો તમે કબાટની અંદર કેટલાક ખાસ પ્રકારની વસ્તુ રાખો છો, તો તમારા ઘરની બરકત ઓછી થઇ જાય છે. પૈસાની બાબતમાં તમારું ભાગ્ય દગો આપી શકે છે. સરળ શબ્દમાં જણાવીએ તો ધનની દેવી લક્ષ્મી તમારું ઘર છોડીને જતી રહશે. એટલા માટે આ ચાર વસ્તુ કબાટમાં ન રાખો.

ગંદા કપડાં

ઘરના કબાટમાં હંમેશા સાફ અને ધોવેલ કપડાં જ રાખવા જોઈએ. ગંદા અને ગંધ મારતા કપડાં કબાટમાં રાખવાથી બચવું જોઈએ. આ ગંદા કપડાં કબાટમાં પડી પડી ખુબ નેગેટિવ એનર્જી લાવે છે. આ ખરાબ ઉર્જાના કારણે કબાટમાં રાખેલ પૈસા પણ નેગેટિવ ઇફેક્ટ થાય છે. પૈસા જલ્દી ખર્ચ થવા લાગે છે. પૈસાને વધારવા માટે માં લક્ષ્મી તેમની પાસે પણ આવતી નથી એટલા માટે કબાટમાં ગંદા અને દુર્ગંધ મારવા વાળા કપડાં રાખવાથી હંમેશા બચો.

ફાટેલ કપડાં :

ઘણા લોકો કબાટમાં ફાટેલ જુના કપડાં ઘણા મહિનાઓ સુધી રાખેલ હોય છે. તેનાથી પણ ગરીબીને આમંત્રણ મળે છે. સારું એ જ છે કે તમે ફાટેલ કપડાં સીવી લો કે પછી કોઈ બીજી જગ્યા પર રાખી મુકો. કપડાં વધારે જુના થઇ જાય, તો પણ તેને પૈસા વાળા કબાટમાં રાખતા નહિ. આ વસ્તુઓને બીજા કોઈ કબાટમાં કે પેટીમાં રાખી શકાય છે.

ધૂળ, માટી, જાળા

ઘરની કબાટ કે તિજોરીની હંમેશા સાફ સફાઈ કરવી જોઈએ. આમ ભૂલથી પણ માટી, ધૂળ કે કરોળિયાના જાળા જમા થવા દેતા નહિ. જેમ કે તમે બધા જાણો છો કે ધનની દેવી માં લક્ષ્મી હંમેશા સાફ સુંદર ઘર અને જગ્યા પર આવવાનું પસંદ કરે છે. આ ગંદગી નકારાત્મક ઉર્જા વધારે છે જે લક્ષ્મીને બિલકુલ પસંદ નથી. એટલા માટે તમે તમારા ઘરની કબાટની સફાઈનું વિશેષ ધ્યાન રાખો, નહીંતર આ વસ્તુ પણ તમારી ગરીબીનું કારણ બની શકે છે.

કાળ રંગ પાસે પૈસા :

તને કબાટના જ્યાં પૈસા રાખેલ છે તેની આસપાસ કાળા રંગની કોઈ વસ્તુ રાખવી નહિ. કહેવાનું એ છે કે તમે કાળા રંગના કપડાં કે પર્સમાં પૈસા અને ઘરેણાં ભૂલથી પણ ન રાખો. આ કાળો રંગ પૈસાને વધવા દેતો નથી. કાળા રંગમાં પણ નકારાત્મક ઉર્જા વધારે હોય છે. એટલા માટે પોતાના ઘરેણાં અને પૈસા જ્યાં પણ રાખો એક લાલ કે પીળા રંગના કપડામાં લપેટીને કબાટમાં લોક કરીને રાખો. આમ તમારી મિલ્કતમાં વૃદ્ધિ થવાનો શક્યતા વધી શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.