માઈકલ જેક્શનનું 45 ડિગ્રી સુધી નમીને ડાન્સ કરવાનું સિક્રેટ વેપન હતા તેમના બુટ.

0
224

ખુલી ગયું માઈકલ જેક્શનનું સૌથી મોટું રહસ્ય, આ રીતે 45 ડીગ્રી ખૂણે જુકીને કરતા ડાન્સ

જયારે પહેલી વખત માઈકલ જેકસનનો ડાન્સ કરતા જોયું તો લાગ્યું હતું કે તે Visual Effect નો ઉપયોગ કર્યો છે. તેવું કેવી રીતે કોઈ આગળની તરફ 45 ડિગ્રીના એન્ગલ સુધી જુકી શકે છે. ફિલ્મોમાં પણ હીરો કેવી રીતે એક્સન કરે છે તે ખબર પણ પડતી નથી કે તે Visual Effect છે. માઈકલ જેક્સન સાચામાં 45 ડિગ્રી સુધી જુકતા હતા.

માઈકલ જેક્સનને તેમના ગીતોના કારણે ‘કિંગ ઓફ પૉપ’ કહેવામાં આવે છે અને ડાન્સ દ્વારા તેમણે લોકોને પોતાના દીવાના બનાવી દીધા. માઈકલ જેક્સને આપેલ ‘મૂન વોક’ અને ‘એન્ટી ગ્રેવીટી’ ડાન્સ સ્ટેપ આજે રેફરેન્સ બની ચૂક્યું છે. તમે પણ ક્યારેય ને ક્યારેય પગ પાછળ ખેંચીને મૂન વોક કરવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ એન્ટી ગ્રેવિટી કરવાની વિચાર્યું પણ નહિ હશે.

એન્ટી ગ્રેવિટીનું રહસ્ય

1987 માં રિલીઝ થયેલ ‘સ્મૂથ ક્રિમિનલ’માં માઈકલ જેક્શન પહેલી વખત 45 ડિગ્રી સુધી જુકતા દેખાયા. એક સામાન્ય માણસ મુશ્કેલથી મુશ્કેલ આગળની તરફ 20 ડિગ્રી સુધી જુકી શકે છે. જેના પગની માંસ-પેશીઓ મજબૂત હોય છે, તે વધુમાં વધુ 30 ડિગ્રી જુકવામાં સક્ષમ હોય છે. 45 ડિગ્રી સુધી જુકીને માણસ માટે સંભવ જ નથી.

તેનું રહસ્ય છુપાયેલું હતું તેમના બુટની બનાવટથી. જયારે તમે આ ડાન્સ સ્ટેપની નકલ કરવાનો પ્રયાસ કરશો, તો તમે અનુભશો કે આ દરમિયાન આખું જોર પગના પાછલા ભાગની માંસપેશીઓ પર પડી રહ્યું છે, કરોડરજજુ પર કોઈ દબાણ પડતું નથી.

તમને બૂટમાં એક V આકારનો ટુકડો લાગેલ હોય છે, જે જમીનમાં લાગેલ ખીલા ઉપર ફસાઈ જાય છે. તેનાથી તમને આગળની તરફ જુકવું સરળ રહે છે. સુરક્ષાના કારણે કમરમાં દોરી પણ બાંધવામાં આવતી હતી. માઈકલ જૈકશનના બુટ Astronauts ના બૂટથી પ્રેરિત હતા, જે શૂન્ય ગુરુત્વકર્ષણ વાળી જગ્યા પર તેમને સપાટી પર જાળવી રાખતા હતા.

આ બધા સહાયક તત્વો હોવા છતાં ઘણા સમય સુધી 45 ડિગ્રી ખૂણા પર જુકીને રહેવું માનવ શરીર માટે મુશ્કેલ કામ છે. તેનાથી કમર, પગ, કરોડરજજુ અને માંસપેશીઓ પર ખુબ વધારે દબાણ પડે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.