સાચા પ્રેમ માટે તરસતી રહી ગઈ આ 4 એક્ટ્રેસ, કોઈની સાથે કર્યા નહીં લગ્ન આજ સુધી છે સિંગલ

0
406

સાચો પ્રેમ ન મળવાના કારણે આજ સુધી કુંવારી છે આ 4 બોલિવૂડની સુંદર હિરોઇન

બોલીવુડ ફિલ્મનું ગીત ‘હર કિસી કો નહિ મિલતા યહાં પ્યાર ઝિંદગી મેં’ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. આ ગીત તે લોકો માટે એકદમ સાચું છે જે પોતાના જીવનમાં સાચો પ્રેમ નથી મેળવી શકતા. આમ તો આજકાલ પ્રેમ કરવાવાળા તો ઘણા મળી જાય છે, પણ સાચો પ્રેમ દરેકને નથી મળી શકતો. અમુક લોકોની લવ સ્ટોરી ક્યારેય પુરી નથી થઈ શકતી.

વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તો અહીં ઘણી એવી લવ સ્ટોરી રહી છે, જે ફેમસ તો ઘણી થઈ પણ ક્યારેય પુરી નહિ થઈ શકી, અને જેનું દુઃખ તે લોકોના મનમાં એટલું બધું છે કે, તે આજ સુધી સિંગલ છે. પોતાના પ્રેમને ના મેળવી શક્યા પછી તેમણે બીજા સાથે પણ લગ્ન નથી કર્યા. અને આજ સુધી સિંગલ રહીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

સુરૈયા :

બોલીવુડ જગતમાં 80 ના દશકની હિરોઈન સુરૈયાએ ફિલ્મોમાં પગ મુક્યો અને આખી ઇન્ડસ્ટ્રીને પોતાના દીવાના બનાવી દીધા. તેમની મદહોશ કરી દેતી સુંદરતા, કાતિલ અદાઓના ન જાણે કેટલાય દીવાના હતા. પણ સુરૈયાનું દિલ તો ફક્ત દેવ આનંદ માટે ધડકતું હતું. બંને એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. પણ તે બંનેની લવસ્ટોરીમાં વિલન બની સુરૈયાની નાની.

તેમને દેવ આનંદ અને સુરૈયાનો આ સંબંધ મંજુર ન હતો. કારણ કે બંને અલગ-અલગ ધર્મના હતા. જોકે દેવ આનંદ સુરૈયા માટે બધું છોડવા માટે તૈયાર હતા, પણ સુરૈયાએ પોતાના પરિવાર વાળાને કારણે પોતાના પગ પાછા વાળી લીધા. આ કારણે દેવ આનંદે તેમને ડરપોક પણ કહી દીધી હતી. વર્ષ 1951 માં તેમના પ્રેમનો અંત આવ્યો અને દેવ આનંદે કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધા. પણ સુરૈયા આજીવન કુંવારી જ રહી અને તેમણે લગ્ન કર્યા જ નહિ.

અમીષા પટેલ :

બોલીવુડ ફિલ્મ કહોના પ્યાર હૈ થી બોલીવુડમાં એન્ટ્રી કરવાવાળી અમીષા પટેલે બોલીવુડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. ગદર ફિલ્મ તેમના કરિયરની હિટ ફિલ્મોમાંથી એક રહી હતી. જણાવી દઈએ કે જયારે અમીષાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી, ત્યારે તેમનું નામ પ્રખ્યાત બોલીવુડ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. અહીં સુધી કે તે બંનેનો સંબંધ જગ જાહેર હતો.

બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા ત્યારબાદ વર્ષ 2007 માં બંને એકબીજાથી અલગ થઈ ગયા. વિક્રમથી અલગ થયા પછી અમીષાએ કનવ પુરી નામના એક બિઝનેસમેનને ડેટ કર્યા હતા. પણ તેમનો આ સંબંધ પણ વધારે દિવસ સુધી ચાલી શક્યો નહિ અને ત્યારથી લઈને અત્યાર સુધી અમીષા એકલી જ જીવન જીવી રહી છે.

તબ્બુ :

બોલીવુડની ટોપ હીરોઇનોમાંથી એક તબ્બુની ફિલ્મી સફર તો ઘણી સારી રહી છે. પણ તેમના અંગત જીવનમાં પ્રેમની ખોટ હંમેશા બની રહી. તબ્બુ જયારે ફિલ્મોમાં કામ કરી રહી હતી, ત્યારે તેમને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે નાગાર્જુન પહેલાથી જ પરિણીત હતા, ત્યારબાદ પણ બંનેનો સંબંધ 15 વર્ષ સુધી ચાલ્યો, પણ નાગાર્જુનના પરિણીત હોવાને કારણે બંને જણા એક થઈ શક્યા નહિ.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા તબ્બુનું નિવેદન આવ્યું હતું કે, તે અજય દેવગનને કારણે આજ સુધી સિંગલ છે. તબ્બુએ જણાવ્યું હતું કે, અજય મારા પાડોશમાં રહેતા હતા અને મારો પિતરાઈ ભાઈ સમીર પણ નજીકમાં જ રહેતો હતો. બંને હંમેશા મારા પર નજર રાખતા હતા. જો કોઈ છોકરો મને મળવા આવતો હતો, તો તે બંને તેને ડરાવી-ધમકાવીને ભગાવી દેતા હતા. આ કારણે હું આજ સુધી સિંગલ છું.

પરવીન બાબી :

પરવીન બાબી બોલીવુડની બોલ્ડ હસીનાઓમાંથી એક હતી. પોતાના સમયમાં સૌથી બોલ્ડ સીન કરવાનો તાજ તેમની પાસે હતો. બોલીવુડ ફિલ્મોમાં તે જમાનો હતો જયારે હિરોઈન સંપૂર્ણ રીતે ઢંકાયેલી રહેતી હતી, પણ ત્યારે પરવીને બિકીની પહેરીને સીન આપ્યા અને ફોટોશૂટ કરાવ્યા હતા. પરવીનને પોતાના જીવનમાં ખ્યાતિ તો ઘણી મળી પણ પ્રેમના સંબંધમાં તેમનું નસીબ થોડું કાચું નીકળ્યું. જણાવી દઈએ કે, પરવીનના જીવનમાં ત્રણ વ્યક્તિ આવ્યા પણ કોઈની સાથે પણ તેમનો સંબંધ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહિ.

સૌથી પહેલા પરવીનનું નામ ડૈની સાથે જોડાયું. પણ જલ્દી જ તેમનો સંબંધ તૂટી ગયો. ત્યારબાદ પરવીનના જીવનમાં કબીર બેદીની એન્ટ્રી થઇ. પણ કબીરે પણ તેમને દગો આપ્યો. ત્યારબાદ પરવીનને પ્રેમ થયો બોલીવુડના ફેમસ ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટ સાથે. અહીં સુધી કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. પણ ત્યારે ખબર પડી કે પરવીનને પૈરાનૉઈડ સીજોફ્રેનિયા નામની બીમારી છે. તેમાં રોગીને તે વસ્તુઓ દેખાય છે જે અસલમાં હોતી નથી. તેમની કલ્પનાઓ તેમને સાચી લાગવા લાગે છે. આ કારણે તેમની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી અને વર્ષ 2005 માં તેમનું મૃત્યુ થઈ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.