200 વર્ષ જુના આ હનુમાન મંદિરમાં ભક્તોના કષ્ટોનો થાય છે અંત, બજરંગબલી બધાનું કરે છે કલ્યાણ.

0
296

200 વર્ષ જુના આ હનુમાન મંદિરમાં ભક્તોની દરેક સમસ્યાનો થાય છે અંત, હંમેશા બની રહે કૃપાદ્રષ્ટિ

મહાબાલી હનુમાનજી કળીયુગમાં પણ આપણી વચ્ચે પૃથ્વી ઉપર હંમેશા હાજર છે, વર્તમાન સમયમાં પણ, તેમના ભક્તોના તમામ દુઃખ દૂર કરવા વાળા માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે તે તેમના ભક્તોનો અવાજ તરત સાંભળે છે અને વ્યક્તિના જીવનના તમામ દુઃખ આશ્ચર્યજનક રીતે દુર થઇ જાય છે, ઘણા લોકો એવા છે, જે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે તેમની ઉપાસના કરે છે.

જે વ્યક્તિ હનુમાનજીના શરણમાં જાય છે, તેને તમામ પ્રકારની સુખ-સુવિધા પ્રાપ્ત થાય છે, હનુમાનજી આ કળિયુગમાં પણ પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે, દેશભરમાં ઘણા એવા હનુમાન મંદિરો છે, જ્યાં ભક્તો તેમના જીવનના દુઃખ, તકલીફો લઈને જાય છે અને આ મંદિરોમાં હનુમાનજીના દર્શન કરવાવાથી વ્યક્તિના દુઃખ દૂર થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે દેશના આ મંદિરોની અંદર હનુમાનજીના ચમત્કાર જોવા મળે છે, જે ભક્ત તેના સાચા મનથી પૂજા અર્ચના કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, આજે અમે તમને બજરંગબલીના એક આવા ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જેના વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદીરમાં દર્શન કરવા વાળા બધા ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે.

અમે તમને સંકટ મોચન હનુમાનજીના જે ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, તે મંદિર મધ્યપ્રદેશની ધરતી ઉપર આવેલું છે, જેને “હનુમાન દાદા મંદિર” ના નામથી લોકો ઓળખે, હનુમાનજીનું આ ચમત્કારિક મંદિર ભોપાલથી લગભગ 40 કી.મિ. ના અંતરે રાયસેન જિલ્લાના છિંદ ગામમાં બનેલું છે, આ મંદિર ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

આ મંદિરની અંદર આખું વર્ષ ભક્તોની ઘણી ભીડ લાગેલી રહે છે અને સૌથી મહત્વની વાત એ છે આ મંદિરની અંદર અહીંના દર મંગળવારના દિવસે ભક્તો અહિયાં માથું ટેકવાવા માટે દૂર-દૂરથી આવે છે.

હનુમાનજીના આ મંદિરમાં દર મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, ભંડારા પછી આ મંદિરમાં ભજન સંધ્યા પણ થાય છે, દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામનાઓ સાથે આ મંદિરમાં પગપાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે, ચાલો તમને જણાવી દઈએ કે આ મંદિરની અંદર, ધ્વજ અપર્ણ કરવી, ચાદર અર્પણ કરવી અને ચોલા અર્પણ કરવાનો રિવાજ જે પ્રાચીન કાળથી જ ચાલતો આવે છે.

મહાબલી હનુમાનજીના આ મંદિરની અંદર ગરીબ, નિર્ધન, નેતાઓ, અભિનેતાઓ બધા પોતાનું માથું ઝૂકાવે છે, આ મંદિર સંકુલની નીચે એક વિશાળ પીપળાનું ઝાડ ઉગેલું છે, જેની નીચે દક્ષિણમુખી દાદાજીની મૂર્તિ દેખાય છે, ખાસ કરીને મંગળવારે અને શનિવારે, દૂર-દૂરથી ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે, આ મંદિર આશરે 200 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે અહીંયા ઘણા સમય પહેલા હનુમાનજીના એક પરમ ભક્ત હતા જેણે અહીંયા તપશ્ચર્યા કરી હતી. હનુમાનજીએ તેમના ભક્ત ઉપર પ્રસન્ન થઈને દાદાજી હંમેશાં આ મૂર્તિમાં સાક્ષાત નિવાસ કરે છે, જે ભક્ત પોતાના સાચા મનથી હનુમાનજીના દર્શન કરે છે, તેના તમામ દુઃખ હનુમાનજી દુર કરે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.