ફક્ત 21 વર્ષની છોકરી કમાય છે વર્ષે 35 લાખ રૂપિયા, 12 વર્ષની ઉંમરમાં કર્યું હતું 12મું પાસ

0

આજના સમયમાં જ્યાં છોકરીઓને એક અભિશાપ માનવામાં આવે છે, પણ છોકરીઓ દરેક પરિસ્થિતિમાં સાથે રહીને ચાલવાની હિંમત ધરાવે છે. દરેક ક્ષેત્રમાં છોકરીઓ આગળ છે, અને આજના સમયમાં છોકરીઓની હિંમતને દુનિયા સલામ કરે છે. પરંતુ અમે અહિયાં જે છોકરી વિષે જણાવિશુ તેના વિષે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો. માત્ર ૨૧ વર્ષની ઉંમરની છોકરી કમાય છે ૩૧ લાખ રૂપિયા વર્ષના. તેની પ્રતિભા દરેકને ચોંકાવનારી હોઈ શકે છે, અને તમારે પણ તે છોકરી વિષે જાણવું જોઈએ.

માત્ર ૨૧ વર્ષની છોકરી કમાય છે ૩૫ લાખ રૂપિયા વર્ષના :

આ ઘટના છે રાજસ્થાનના સિકરની, જ્યાંના રાધાકિશનપુરાની રહેવાસી દિવ્યા સેની માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં ૩૫ લાખ રૂપિયા વર્ષના કમાય છે. હૈદરાબાદમાં એમેઝોન કંપનીમાં કામ કરતી દિવ્યાનું જીવન ઘણું પ્રેરણાદાયક છે. સિકરના રાધાકિશનપુરાના શિક્ષક સાંવર મલ સેની અને શિક્ષિકા કિરણ સેનીના ઘરે દીકરા નીલોત્તલ સેનીના જન્મ પછી વર્ષ ૧૯૯૮માં દિવ્યાનો જન્મ થયો. નીલોત્તલ ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે દિવ્યાએ સ્કુલ જવાનું શરુ કર્યું, અને એ સમયે તેની જિદ્દ હતી કે, તે પહેલા ધોરણને બદલે પોતાના ભાઈ સાથે ત્રીજા ધોરણમાં ભણશે.

શરૂઆતના સમયમાં સ્કુલમાં તે ભાઈ સાથે ત્રીજા ધોરણમાં ભણતી હતી, અને પછી સ્કુલના પ્રિન્સીપાલે એલકેજીમાં બેસવા માટે ઈચ્છા વ્યક્ત કરી, તો તેણે સ્કુલ જવાનું બંધ કરી દીધું. વન ઇન્ડિયા હિન્દી ડોટ કોમ સાથેની વાતચીતમાં દિવ્યાના પિતા સાંવર મલ સેનીએ જણાવ્યું કે, દીકરો ત્રીજા ધોરણથી પાંચમાં ધોરણ સુધી ભણ્યો ત્યાં સુધી દિવ્યા સ્કુલ જતી ન હતી. પરંતુ ઘરે ભાઈ સાથે ભણવાની જિદ્દ કરતી હતી. તેવામાં તેને પણ ભાઈ સાથે દરેક વર્ષે પુસ્તક ખરીદી આપવામાં આવતા હતા.

દિવ્યાના પિતાએ જણાવ્યું, અમે સૌ વિચાર કરી રહ્યા હતા કે, તે સ્કુલે જતી ન હતી છતાંપણ અભ્યાસમાં સારી હતી. જયારે નીલોત્તલ છઠ્ઠા ધોરણમાં ગયો તો દિવ્યા પાસે ટેસ્ટ અપાવવામાં આવી તો શૈક્ષણીક યોગ્યતા જોવામાં આવી. ટેસ્ટમાં તે ભાઈ જેટલી જ સક્ષમ નીકળી. પાંચમાં ધોરણના પ્રશ્નોના જવાબ તે સરળતાથી આપી રહી હતી. તેવામાં તેને તેના ભાઈ સાથે જ છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો.

છઠ્ઠાથી નવમાં ધોરણ સુધી દિવ્યાએ અભ્યાસમાં સારી પકડ મેળવી લીધી અને રાજસ્થાન શિક્ષણ બોર્ડની ૧૦માં ધોરણની પરીક્ષામાં તેણે ૭૭.૩ ટકા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં દિવ્યાએ ૧૨ માં ધોરણની પરીક્ષા આપી અને સાયન્સ બાયોલોજીમાંથી તેણે ૮૩.૦૭ ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા. ૧૨ વર્ષની ઉંમરમાં ૧૨ મું ધોરણ પાસ કર્યા પછી તે ડોક્ટર બનવા માંગતી હતી અને તે દિશામાં આગળ વધી.

પરંતુ ઓછી ઉંમર હોવાને કારણે તે પ્રી-મેડીકલ ટેસ્ટ ન આપી શકી. તેવામાં તેનો પ્રવેશ મેડીકલમાં ન થયો તો તેણે તેના ભાઈ સાથે જેઈઈમાં નસીબ અજમાવ્યું અને બંનેએ પટના એનઆઈટીમાં પ્રવેશ લીધો. અને ડોક્ટર બનવાનું સપના જોનારી દિવ્યા એન્જીનીયર બની ગઈ. વર્ષ ૨૦૧૭માં દિવ્યાની નોકરી એમેઝોનમાં લાગી ગઈ અને ૨૯ લાખનું પેકેજ મળ્યું હવે તે ૩૫ લાખનું થઇ ગયું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.