23 વર્ષની સિમરન બની શકતી હતી એન્જીનિયર, પોતાની પસંદનું છેલ્લું ભોજન ખાઈને બની ગઈ…

0

આજના સમયમાં લોકો સાંસારિક મોહમાં ગૂંચવાયેલા રહે છે. દરેક એ સુખ સુવિધાઓથી ટેવાઈ ગયા છે અને બીજું તો ઠીક લોકો તેના વગર પોતાનું જીવન જીવવાનો વિચાર સુદ્ધાં નથી કરી શકતા. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે. જે આ બધી મોહ માયાનો ત્યાગ કરીને ઈશ્વરના રસ્તે જવા માંગે છે. જયારે તમને કોઈ કહે કે તે આ તમામ વસ્તુનો ત્યાગ કરીને આધ્યાત્મિક બનવા માંગે છે, તો તમને લાગશે કે એવું કોઈ કેવી રીતે કરી શકે છે. તમે તેને ગાંડા ગણશો.

તમે કહેશો કે એવું લોકો જુના જમાનામાં કરતા હતા અત્યારે એવું કોણ કરે છે. આજના સમયમાં તો લોકો સુખ વૈભવ પાછળ જ દોડતા જોવા મળે છે, અને તે બધું પ્રાપ્ત કરવા છતાં પણ શાંતિથી જીવન પસાર કરી શકતા નથી. તો અમે તમને જણાવીએ કે આજે પણ ઘણા એવા લોકો છે, જે આવા પ્રકારનું પગલું ભરે છે.

આજે અમે તમને એક એવી જ છોકરી વિષે જણાવીશું. જેણે અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએટ કર્યું પછી નોકરીનું વિચાર્યું, છોકરી એક સારા ઘર સાથે સંબંધ ધરાવતી હતી. જે સંપૂર્ણ બધી રીતે સજ્જ હતું. કોઈ વસ્તુની કોઈ ખામી ન હતી, પરંતુ તેમ છતાંપણ તેણે સંપૂર્ણ છોડીને ભગવાનના શરણમાં જવાનું વિચાર્યું અને આધ્યાત્મ ગ્રહણ કરી લીધો.

આ બાબત છે ઇન્દોરની જ્યાં બાસ્કેટબોલ કોમ્પ્લેક્ષમાં મુમુક્ષુ સીમરન જૈનનો દીક્ષા મહોત્સવ થયો. સીમરનની ઉંમર ૨૩ વર્ષ છે અને આ ઉંમરમાં જ તેમણે સાંસારિક સુખોનો ત્યાગ કરી સાધ્વીનું જીવન જીવવાનો નિર્ણય લીધો છે. સીમરનનો દીક્ષાંત સમારંભ શ્રી વર્ધમાન શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ટ્રસ્ટના તત્વાવધાનમાં થયો. દીક્ષા લેતા પહેલા તેમણે પોતાનો આખો દિવસ ઘરવાળા સાથે પસાર કર્યો, હાથોમાં મહેંદી લગાવી, સોળ શણગાર કર્યા અને પછી પોતાનું મનપસંદ ભોજન કર્યું.

દીક્ષા લેતા પહેલા તેમણે સંસારિક વસ્તુઓ છોડી દીધી. સૌથી પહેલા તેણે પોતાના તમામ ઘરેણા પોતાની માં ને આપી દીધા અને પછી પોતાના વાળનો પણ ત્યાગ કરી દીધો. દીક્ષા પહેલા સીમરને કહ્યું, સાંસારિક ફઇ ડો. મુક્તાશ્રીના રસ્તા ઉપર જ અધ્યાત્મિક શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. એટલા માટે વૈરાગ્ય ધારણ કરી રહી છું.

સાધ્વી બનવા માટે તેણે કહ્યું, હું દેશ આખાના ઘણા સુદંર સ્થળો ઉપર ફરી અને ત્યાં સમય પસાર કર્યો પરંતુ મને શાંતિ ન મળી. જયારે હું ગુરુજનોના સાનિધ્યમાં આવી ત્યારે જઈને શાંતિની પ્રાપ્તિ થઇ. મને ઝાકમઝોળ ભરેલુ જીવન પસંદ ન આવ્યું. અહિયાં લોકો જરૂર કરતા વધુ ઉપયોગ કરે છે જે યોગ્ય નથી. અમારા સંત ઓછામાં ઓછા સાધનોમાં જીવન પસાર કરે છે. વધુમાં વધુ મેળવવાને બદલે આત્મા પરમાત્મા સાથે જોડવું જ સાચું સુખ છે. સીમરને કોમ્પ્યુટર સાયન્સ સાથે બીએસી કર્યું છે. તેના કુટુંબમાં તેના માતા પિતા અને તેની એક બહેન બે ભાઈ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.