પાણી પાવાની સાચી રીત. તમારા સ્વાસ્થ્યને બનાવી શકે છે તંદુરસ્ત અને એ જ પાણી તમારા સ્વાસ્થ્ય માટે છે જોખમી. જાણો કેવી રીતે?

0

મિત્રો, જયારે આપણો જન્મ થાય છે. ત્યારે આપણું શરીર 75% પાણીથી બનેલ હોય છે. પરંતુ વધતી ઉંમરની સાથે સાથે આ પાણી ઓછું થતું જાય છે. વયસ્ક એટલે કે પુક્ત થયા પછી એક સામાન્ય પુરુષની અંદર પાણીની માત્રા 60% હોય તો ત્યાં મહિલાઓનું શરીરમાં 55% પાણીથી બનેલ હોય છે.

આ માહિતી ખુબ જ જરૂરી છે. માટે શેર કરજો અને નવા વાચકો આ પેજને લાઇક કરે જેથી આવી અવનવી હેલ્થ ટીપ્સ તમારા સુધી પહોચી શકે. સાથે અવારનવાર અમારા પેજની મુલાકાત પણ લેતા રહેજો.

પરંતુ આ પાણી આપણા શરીર ક્યાં હોય છે? તે તમને ખબર છે? કેટલુંક પાણી આપણી કિડની અને લીવરમાં રહે છે. આપણું પેટ, મૂત્રાશય , કરોડરજ્જુ સ્પાઈનલ ફ્લુટની જેમ જામેલ હોય છે. આપણું હ્ર્દય અને મગજ લગભગ 75 % પાણીથી બનેલ હોય છે.

આપણા ફેફસામાં લગભગ 93% પાણી બનેલ હોય છે. પરંતુ પુરા શરીરમાં સૌથી વધારે પાણી આપણી કોશિકાઓમાં રહેલ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા હાડકા જે પુરી રીતે કઠણ અને સુકાયેલ દેખાય છે. તેમના અંદર પણ 31% પાણી હોય છે. આ રીતે કુલ મળીને જોવામાં આવે તો આપણા શરીરના બધા અંગોને પોતાનું કામ સારી રીતે કરવા માટે પાણીની જરૂરત પડે છે. એટલા માટે એક વ્યક્તિ જમ્યા વગર લાંબા સમય સુધી રહી શકે છે. પણ પાણી પીધા વગર એક દિવસ પણ રહી શકતો નથી.

પાણી આપણા શરીર માટે એટલું વધારે જરૂરી હોવાના કારણે આપણે આનાથી જોડાયેલા નિયમોનું પાલન કરવું ખુબ આવશ્યક થઇ જાય છે. કારણે કે પાણી પીવાની રીત, પાણી પીવાનો સમય અને પાણી પીવાની માત્રા આપણા શરીર પર સારો અને ખબર બંને પ્રકારના પ્રભાવ કરે છે.

આપણને દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? કયા પ્રકારનું પાણી પીવું જોઈએ? કયા સમયે પીવું જોઈએ? અને કેવું પાણી પીવું જોઈએ? આ બધા વિષે જાણકારી હોવું ખુબ જરૂરી છે. કારણ કે પાણીથી જોડાયેલા કોઈ પણ નિયમમાં બેદરકારી કરવાના કારણે આપણા શરીરને ખુબ વધારે નુકશાન થાય છે.

સાંધાનો દુ:ખાવો, કબજિયાત, માઈગ્રેન, ત્વચા પર દાગ, ધબ્બા અને ખીલ, વાળ ખારવા, સતત પેટ અને આંતરડાથી જોડાયેલી સમસ્યા, ભોજન સારી રીતે પચે નહિ, શરીરમાં કમજોરી અને આળસ આવવી, રાત્રે સારી ઊંઘ ન આવે, કિડનીની બીમારીઓ, ત્વચાના સૂકાપણું અને કરચલીઓ, ગેસ, યુરિક એસિડ, મોટાપો અને શરીરની નસોમાં કમજોરી આવવા જેવી લગભગ 40થી વધારે બીમારીઓ ફક્ત પાણી પીવાની ભૂલોના કારણે થાય છે.

આજે ઘણા લોકો આ સમસ્યાઓથી ફક્ત એટલા માટે પરેશાન છે. કારણ કે તે જાણે-અજાણ્યે પાણી પીવાથી જોડાયેલી જરૂરી વાતો પણ ધ્યાન આપતા નથી. શરીરમાં થઇ રહેલ કોઈ પણ પ્રકારની બીમારી સારી ન થવાનું કારણ તેમને ક્યારેય ખબર પડતી નથી. જે લોકો પોતાની લાઈફમાં ફક્ત પાણીને યોગ્ય રીતે પીવાની આદત હોય છે. તે દરેક ઋતુમાં સ્વસ્થ અને નિરોગી બની રહે છે.

લાંબા ઉંમર સુધી આંખો, હાડકા, વાળ, ત્વચા અને જુવાન રહે છે. પેટ હંમેશા સાફ રહે છે અને સ્કિન હંમેશા ગ્લો કરતી રહે છે. એટલું જ નહિ ઘણા પ્રકારની બીમારીઓમાં ફક્ત પાણી પીવાની રીત બદલી નાખવાથી પુરી રીતે સારી કરી શકાય છે. ફક્ત ને ફક્ત પાણીના કારણે વગર ડાયટ કે એક્સરસાઇઝ મદદથી તમે એક મહિનામાં પાંચ કિલો વજન ઓછું કરી શકો છો.

પાણી પીવાના નિયમ આમ તો સરળ છે પણ તેને ફાયદા અદભુત છે. આવો જાણી લઈએ આપણે પાણી કેવી રીતે? કેટલી માત્રામાં? કયા સમયે? કેવું પાણી પીવું જોઈએ? અને અલગ અલગ સમસ્યાઓથી ફક્ત પાણીના ઉપયોગથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે?

૧) પાણી કેટલું પીવું?

દિવસભર પાણી પીવાની માત્રા દરેક વ્યક્તિના શરીરનો આકાર, વજન, ફિજિકલ એક્ટિવિટી અને ઋતુ પર આધાર રાખે છે, દરરોજ આપણા શરીર માંથી પેશાબ, મળ, પરેસેવા દ્વારા પાણી સતત ઓછું થયું રહે છે સાથે બોલવા અને શ્વાસ લેવાની પ્રક્રિયામાં પણ શરીરનું પાણી વરાળ બનીને બહાર નીકળતું રહે છે. આવી રીતે આપણે દરરોજ 2 થી 3 લીટર પાણી આપણા શરીરની બહાર કાઢી દઈએ છીએ.

સામાન્ય રીતે એક પુરુષને દિવસભરમાં 2.5 થી લઈને 3.5 લીટર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે અને મહિલાઓએ 2 થી 3 લીટર પાણી પીવું શરીર માટે સારું માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે કે સાંજના સમય વર્કઆઉટ કરો છો. તો તે સ્થિતિમાં પાણીની માત્રાને થોડું વધારે કરી નાખવું જોઈએ. ખાસ કરીને ઉનાળામાં જણાવવામાં આવેલ માત્રથી થોડું વધારે પાણી પીવું જોઈએ. વધારે પાણી પીવું આમ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ શરીરમાં પાણીની જરૂરતથી વધારે અધિકતા આપણી કીડનીઓ માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

તમે દિવસભરમાં યોગ્ય માત્રામાં પાણી પીવી રહ્યા કે નહિ તે તમે તમારા પેશાબના કલર પરથી પણ ઓળખી શકાય છે. જો તમારા પેશાબનો રંગ પીળો છે. તો આ નિશાની છે કે તમારું શરીર ડિહાઈડ્રેટેડ છે અને તેમારે પાણી પીવાની આવશ્યકતા છે. જો તમારા પેશાબનો કલર પાણીની જેમ સાફ હોય છે તો આ દર્શાવે છે કે તમારું શરીર પુરી રીતે હાઈડ્રેટેડ છે.

૨) પાણી ક્યારે પીવું? અને ક્યારે નહિ? :

આપણને પાણી ક્યારે ક્યારે પીવું જોઈએ તેના કરતા વધારે ધ્યાન આપવાની વાત એ છે કે આપણે ક્યારે પાણી પીવું જોઈએ નહિ. કારણ કે અયોગ્ય સમય પર પાણી પીવાથી આપણા શરીર પર સૌથી ખરાબ પ્રભાવ પડે છે. સારું સ્વાસ્થ્ય અને પાણીથી મળવા વાળા બધા પ્રકારના પોષક તત્વનો પુરી રીતે લાભ ઉઠાવવા માટે તમારા દિવસની શરૂઆત ચા કે કોફીની જગ્યાએ પાણીથી કરો. ભલે તરસ લાગેલી હોય કે નહિ દરરોજ સવારે ઉઠીને 1 થી 2 ગ્લાસ પાણી એટલે લગભગ 500ml પાણી જરૂર પીવો. ખાલી પેટ પાણી પીવાથી આપણા પેટ અને આંતરડાની સારી રીતે સફાઈ થાય છે.

સાથે રાત ભર જમા થયેલ મોંની લાર પણ પેટના અંદર પહુંચી શકે છે. આયુર્વેદમાં સવારે સવારે બનેલી મોં ની લાર ને ઊંઘવા કરતા પણ વધારે મહત્વ પૂર્ણ જણાવવામાં આવેલ છે. કારણ કે સવારના સમય બનેલ મોંની લારમાં આપણા શરીરમાં આવશ્યક બધા પ્રકારને એન્જાઈન્સ હોય છે. જે ખાલી પેટ પાણી પીવાથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને આપણા સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ કરે છે. એક ગ્લાસમાં લગભગ 250ml પાણી આવે છે અને આ રીતે દિવસભરમાં 2.5 થી 3 લીટર પાણી પીવા માટે સવારે ખાલી પેટ 2 ગ્લાસ, એક ગ્લાસ નાસ્તાના અડધા કલાક પછી, 1-1 ગ્લાસ દિવસના ખાવાના 40 મિનિટ પહેલા અને 40 મિનિટ પછી , 2 ગ્લાસ પાણી સાંજના સમયે એક એક કલાકના અંતરમાં, એક ગ્લાસ રાત્રીના ખાવાના 40 મિનિટ પહેલા અને 40 મિનિટ પછી પીવો.

આના સિવાય તમે દરરોજ વર્કઆઉટ કરો છો કે પછી તમારી જોબમાં બહાર ફરવું-ચાલવું કે શારીરિક કામ કરવું શામિલ છે, તો કામ કરવાની વચ્ચે અડધો અડધો ગ્લાસ કરીને લગભગ 2 ગ્લાસ પાણી જરૂર પીવો. આ વાત થઇ ગઈ આપણે ક્યારે ક્યારે પાણી પીવું જોઈએ.

૩) કયા સમયે પાણી પીવું જોઈએ નહિ? :

જમવાના તરત પહેલા કે તરત પછી પાણી પીવું જોઈએ નહિ. કારણ કે આવું કરવાથી ખાવામાં આવેલું ભોજન વધારે પાતળું થઇ જાય છે જેથી ખાવાનું બરોબર પચતું નથી. જયારે આપણે ખાવાનું ખાઈએ છીએ તો જમવાના પહેલા કોળિયોની સાથે જ તે ખાવામાં આવેલ ભોજનને પચાવવા માટે આપણા પેટમાં ડાયજિસ્ટિસ જ્યુસીસ એટલે કે પાચક રસ બનવાનું શરુ થઇ જાય છે. પાચક રસ પોતાની ગરમીથી પેટમાં રહેલ ભોજનને પચાવે છે. તેવી જ રીતે જેમ આપણે કાચા શાકભાજીને ગરમ કરીને બનાવીએ છીએ. જમ્યા પછી તરત પાણી પી લેવાથી ખાવાનું પચવાની જગ્યા પર સડવા લાગે છે અને ગેસ બનવા લાગે છે.

જો તમારો આખો દિવસ બેસવાનું કામ છે તો જમ્યા પછી તરત પાણી પીવાથી બનેલ ગેસ આપણા શરીરના બીજા અંગોમાં પણ જમા થઇ શકે છે. જેના કારણે સમયની સાથે સાથે પેટ, માથું અને સાંધાનો દુ:ખાવો રહેવાની સમસ્યા થવા લાગે છે. પેટનું ખાવાનું નહિ પચવાના કારણે સૌથી મોટી સમસ્યા થાય છે તે છે એસીડીટી, જે લોકો ખાવાનું ખાતા જ પાણી પી લે છે તેમને લાંબા સમય સુધી પેટમાં બળતરા અને એસીડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો સતત પેટમાં જમવાનું સારી રીતે નહિ પચે તો તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ પણ વધવા લાગે છે અને આ શરીરમાં યુરિક એસિડની માત્રાને પણ વધારે છે. એટલા માટે જમ્યા પછી તરત પછી કે પહેલા પાણી પીવું જોઈએ નહિ, હંમેશા જ્મ્યાને 40 મિનિટ થી 1 કલાક પછી પાણી પીવું.

જો તમે ખુબ વધારે સૂકું ખાવો છો તો જ્મ્યાને પછી એક-બે ગૂઠ પાણી પી શકો છો. તો પણ તમને વધારે પાણી પીવાનું મન થાય તો તમે છાસ, લીંબુ પાણી, ફળોનું જ્યુસ પી શકો છો. આની સાથે જ રાત્રીના સમયે જમ્યા પછી પાણીની જગ્યાએ દૂધનું સેવન કરો.

જ્યારે પણ તમે સવારે ખાલી પેટ પાણી પીવો તો હંમેશા આને પેશાબ કરવાના પહેલા પીવો. આવી જ રીતે દિવસમાં પેશાબ કર્યા પછી તરત પાણી પીવું જોઈએ નહિ. કારણ કે જયારે આપણે પેશાબ કરીએ છીએ તો આપણા શરીરના અંદરના અંગ ઝડપથી સંકોચાય છે. આવી સ્થિતિમાં તરત પાણી પી લેવાથી અંદરના અંગ અને નશો કમજોર થાય છે. આના કારણે ધીરે ધીરે પેશાબ રોકી ના શકવો, પાણી સારી રીતે ન પચવાની સમસ્યા પૈદા થઇ જાય છે અને પાણી પીવો એટલે વારંવાર પેશાબ આવવા લાગે છે.

ચા કે કોફી પી લીધા પછી કોઈ દિવસ ઠંડુ પાણી પીવું જોઈએ નહિ. કારણ કે આવું કરવાથી આપણા ગળા અને ટૉન્સિસને નુકશાન પહુંચે છે, તેવી જ રીતે ઠંડા પાણી કે ખાટ્ટા ફળ કે જેમાં પહેલાથી વધુ માત્રામાં રસ જોવા મળે છે તેનું સેવન કર્યા પછી પાણી પીવાનું અવોઇડ કરો. કારણ કે પાણી પી લેવાથી તે આપણા શરીરમાં પુરી રીતે પચી શકતું નથી. આના કારણે શરદી, ખાંસી અને પેટ ખરાબ થવાની સંભાવના ખુબ વધારે થઇ જાય છે.

૪) કેવી રીતે પાણી પીવું?

પાણી હંમેશા ધીરે ધીરે પીવું જોઈએ જેમ ચા કે કોફી પીવામાં આવે છે. પાણી પીવો ત્યારે તેને થોડી વાર પોતાના મોં માં રાખો પછી પાણી પીવો. આ પાણી પીવાનું સૌથી શ્રેષ્ઠ રીત છે. જે લોકો આ પ્રકારની આદત પાળે છે. તે લોકોના શરીરમાં કોઈ પ્રકારની બીમારી આવતી નથી. કારણ કે થોડું થોડું પાણી પીવાથી પાણીની સાથે મોં ની લાળ પણ મોં ની અંદર જાય છે. અને આ રીતે સૌથી વધારે સવારના સમયે ફાયદાકારક હોય છે. ક્યારેય પણ જલ્દી જલ્દી પાણી પીવાનું નથી અને એકવારમાં વધારે પાણી પીવું નહિ. કારણ કે આપણા શરીર એકવારમાં 1 ગ્લાસ એટલે કે 250ml પાણી પચાવવાની ક્ષમતા હોય છે. જો તમે વધારે પાણી પીવાના ચક્કરમાં એકવારમાં જલ્દી જલ્દી એક ગ્લાસથી વધારે પાણી પીવો છો તો આવું પીધેલું પાણી આપણા શરીરમાં પુરી રીતે કામ લાગતું નથી, અને પેશાબ દ્વારા ખુબ જલ્દી બહાર નીકળી આવે છે. એટલા માટે દરેક 40 મિનિટ થી 1 કલાકના અંતરમાં 1 ગ્લાસ પાણી ધીરે ધીરે પીવો. અને ગ્લાસ કે બોટલમાં મોં લગાવીને પીવો, ક્યારેય પણ ગળું ઉપર કરીને જલ્દી જલ્દી ખુબ વધારે પાણી પીવો નહિ.

સાથે પાણી હંમેશા બેસીને પીવાનું છે. ઉભા-ઉભા કે ચાલતા પાણી પીવું નહિ. કારણ કે આવું કરવાથી પાણી શરીરમાં ઝડપથી પ્રવેશ કરે છે અને ઉપરથી પીવાના કારણે આ શરીરમાં ખુબ વધારે ગેસને પણ લઇ જાય છે. જેનાથી શરીરમાં અંદરના અંગોમાં દબાવ અને સ્ટ્રેચ મહેસુસ થાય છે. ધીરે ધીરે પાણી પીવું અને બેસીની પાણી પીવું. ઉભા ઉભા અને જલ્દી જલ્દી પાણી પીવાથી એક જ પાણીની અસર આપણા શરીરમાં અલગ અલગ થાય છે.

ધીરે ધીરે મોં લગાડીને પાણી પીવાથી આ આપણા શરીરનું PH લેવલ કંટ્રોલમાં રાખે છે અને પેટના એસિડને શાંત કરે છે. એટલું જ નહિ પાણીની સાથે સાથે મોં ની લાળ પણ પેટમાં જાય છે. જેના કારણે આપણું પાચન સારું રહે છે અને પેટમાં ચરબી જમા રહેતી નથી. ત્યાં બીજી તરફ જો તમે જલ્દી જલ્દી કે ઉભા રહીને પાણી પીવો છો તો આનાથી આપણા શરીરના અંદરના અંગ અને નસો કમજોર થાય છે, ગેસની માત્રા વધે છે. જે પછી સાંધાનો દુ:ખાવો પણ પૈદા કરે છે.

૫) પાણી કેવું પીવું ?

ભલે કેટલી પણ વધારે ગરમી હોય પણ ક્યારેય ફ્રીજનું ખુબ ઠંડુ કે બરફ વાળું પાણી ન પીવો. હંમેશા સામાન્ય તાપમાન કે હલકું ઠંડુ પાણી પીવો. ઘણા લોકોને લાગે છે કે ફ્રીજનું ખુબ ઠંડુ પાણી આપણા શરીરમાં ઠંડક પહુંચાડે છે પણ આવું નથી. બરફનું પાણી જયારે આપણા શરીરમાં જાય છે. તો શરૂઆતમાં તે ખુબ ઠંડક પહુંચાડે છે પણ થોડા સમય પછી તે ખુબ વધારે ગરમ થઇ જાય છે. જે આપણા શરીરને ઠંડુ કરવાની જગ્યાએ ગરમ કરે છે. ઠંડુ પાણી પીવાના ખુબ ઓછા ફાયદા થાય છે. જે લોકો હંમેશા ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે. તેમના શરીરમાં પાણીની સાથે સાથે ખાવાનું પણ સારી રીતે પચતું નથી. સાથે સાથે માથામાં દુ:ખાવો, અપચો અને કબજિયાત જેવી સમસ્યા વધારે ઠંડુ પાણી પીવાને કારણે જ થાય છે, એટલા માટે હંમેશા ઠંડુ પાણી પીવાની જગ્યાએ સામાન્ય તાપમાનનું પાણી પીવો અથવા હલકું ગરમ કરીને પીવો. શિયાળા અને ચોમાસામાં ગરમ પાણી પીવાથી આપણા શરીરને ઘણા પ્રકારના લાભ મળે છે. કારણ કે ગરમ પાણી પીવાથી ભોજન જલ્દી પચે છે. ખાસકારી જે લોકોને કબજિયાત અને સાંધામાં દુ:ખાવો રહે છે. તે લોકોએ હંમેશા હલકું ગરમ પાણી પીવું જોઈએ. ગરમ પાણી પીવું શરદી, ખાંસી અને સાઇન્સમાં ખુબ ફાયદાકારક હોય છે. પરંતુ જે લોકોને એસીડીટી અને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા રહે છે તે લોકો ગરમ પાણીનું સેવન કરવાનું નથી.

મિત્રો પાણી પીવાની આટલી વાત વાંચવામાં ખુબ વધારે લાગે છે. પણ વિશ્વાસ કરો આ બધા નિયમ એટલા સરળ છે ફક્ત એક અઠવાડિયા સુધી આ નિયમનું પાલન કરો છો તો ધીરે ધીરે તમને આની આદત પડી જશે. ધ્યાન આપ્યા વગર તમે બધું કરવા લાગશો. તમને આની આદત પણ પડી જશે.