આવા લોકો ભૂલથી પણ ન કરે કાચા લસણનો ઉપયોગ, નહી તો બની શકે છે જીવલેણ

લસણનો ઉપયોગ આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોઈએ છીએ. તેના ઉપયોગથી ખાવાનો ટેસ્ટ બદલાઈ જાય છે. પણ તમે જાણો છો કે લસણ ની એક કાળી આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તે આપણા ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ આપણા આરોગ્યનું પણ ધ્યાન રાખે છે. જો તમે તેની એક કળીનું સેવન ખાલી પેટ કરો છો તો તે આપણા શરીર માટે કોઈ અમૃત કરતા ઓછું નથી.

આયુર્વેદમાં લસણ માટે કહેવામાં આવે છે કે તેના સેવન થી તમે યુવાન બની રહેશો. સાથે જ તે ઘણી બીમારીઓ સામે જેવી કે હરસ, કબજિયાત, કાનનો દુખાવો, બ્લડપ્રેશર, ભૂખ વધારવી વગેરે માં કરવામાં આવે છે. લસણ એક મહત્વનું કુદરતી એન્ટીબાયોટીક જેવું કામ કરે છે. આવો જાણીએ પહેલા તેના ફાયદા અને પછી જાણીશું કે ક્યા લોકોએ કાચું લસણ જીવલેણ કે નુકશાનકારક બની શકે છે.

લસણ ના ૮ મોટા ફાયદા :

(૧) દાંતના દુખાવાથી આપાવે છુટકારો :

જો તમને દાંતમાં દુખાવો રહે છે તો લસણ ની એક કાળી ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં એન્ટીબેક્ટેરીયલ અને દર્દનિવારણ ગુણ દાંત ના દુખાવામાંથી રાહત આપાવે છે. તે માટે તેની એક કાળી વાટીને દાંત ના દુખાવા વાળી જગ્યા ઉપર લગાવી દો.

(૨) હાઈ બ્લડ પ્રેશર ને કરે કન્ટ્રોલ :

તેના સેવન કરવાથી ન માત્ર બ્લડ સર્ક્યુલેશન ને નિયમિત કરે છે, પણ હ્રદય સાથે જોડાયેલ તકલીફો ને પણ દુર કરે છે.

(૩) પેટ સાથે જોડાયેલ તકલીફો દુર :

લસણ પેટ સાથે જોડાયેલ તકલીફો માટે ખુબ ફાયદાકારક છે. સાથે જ તેના સેવન કરવાથી તમારા પેટમાં રહેલા ઝેરી પદાર્થ ને સાફ કરી દે છે.

(4) નસોમાં થઇ રહેલ ઝણઝણાહટ ને કરે ઓછું :

એક શોધમાં એક વાત સામે આવી છે કી ખાલી પેટ લસણનું સેવન કરવાથી નસોમાં ઝણઝણાહટી ની સમસ્યા દૂર થઇ જાય છે.

(5) કોલેસ્ટ્રોલને કરે કંટ્રોલ :

જો તમે લસણનો ઉપયોગ ખાલી પેટ કરશો તો આનાથી કોલેસ્ટ્રોલ નું સ્તર ને પણ નિયત્રંણમાં કરવામાં મદદ મળશે.

(6) ભૂખ વધારો :

જો તમને ભૂખ ઓછી લગતી હોય તો લસણનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ ને સારું કરે છે જેનાથી તમારી ભૂખ પણ વધારી શકાય છે. ક્યારેક ક્યારેક તમારા પેટમાં એસિડ બનવા લાગે છે, પરંતુ આનું સેવન કરવાથી આ પેટમાં એસિડ બનાવથી રોકે છે, જેનાથી તમને તણાવથી મુક્તિ મળી જાય છે.

(7) શ્વસન તંત્ર ને કરે મજબૂત :

લસણ તમારા શ્વસન તંત્રના માટે ખુબ ફાયદાકારક છે. આના સેવન કરવાથી અસ્થમા, નિમોનિયા, શરદી, બ્રોંકાઈટીસ, જૂની શરદી, ફેફડાઓમાં જમાવ અને કફ વગેરેથી ની જીજાત આપે છે અને બચાવ પણ કરે છે.

(8) હૃદયને સ્વસ્થ રાખે છે :

ધમની ક્યારેક ક્યારેક પોતાનું લચીલાપણું ખોરવી નાખે છે ત્યારે લસણ તેને લચીલું બનાવવામાં ખુબ મદદ કરે છે. ફ્રી ઓક્સિજન રેડિકલ્સ થી હૃદય ની રક્ષા કરવામાં પણ મદદ કરે છે. સલ્ફર યોગિક રક્ત-કોશિકાઓ ને બંધ થવાથી બચાવે છે.

કાચા લસણનો સેવન કયા લોકોએ કરવું જોઈએ નહિ :

લસણનું સેવન ઘણા કરે છે. લસણ નો ઉપયોગ લોકો ખાવાનો સ્વાદ વધારવાના માટે કરવામાં આવે છે. લસણ ખાવાના ઘણા બધા ફાયદા હોય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી પરિસ્થિતિ જણાવીશું કે કયા સમયે આપણને લસણનું સેવન બિલકુલ કરવાનું નથી.

આવા લોકો ભૂલ થી પણ ના કરો કાચા લસણનો સેવન, નહિ તો થઇ શકશે ઘાતક

(1) લો-બ્લડ પ્રેશર વાળા લોકો બિલકુલ ના કરો લસણનું સેવન :

લસણનું સેવન કરવાથી આપણા શરીરની નસો ફેલાઈ જાય છે. જેના કારણે આપણું બ્લડ પ્રેશર હજુ ઓછું થઇ જાય છે. એટલા માટે ઓછું બ્લડ પ્રેશર વાળા લોકોએ આનું સેવન કરવાનું નથી.

(2) એનિમિયા ના રોગીઓ એ બિલકુલ નહિ કરવું જોઈએ સેવન :

જે લોકોને લોહીની કમી હોય છે તેમને કાચા લસણનો સેવન બિલકુલ કરવાનો નથી. કારણ કે લસણ આપણા શરીરના ફૈટ અને લોહીને બાળવાનું કામ કરે છે. જેનાથી આપણા શરીરમાં લોહીની કમી થવા લાગે છે એટલા માટે એનિમિયા ના રોગીઓ આનું સેવન કરવાનું છે.

(3) લીવર સંબંધિત બીમારીઓને વધારે છે લસણ :

જે લોકોને લીવર થી સંબંધિત રોગ છે તેમને લસણની કાચી કણિઓ નું સેવન કરવાનું નથી. જો તમે કોઈ વાનગીમાં પણ લસણ નાખો છો તો તેની માત્ર જેટલી થઇ શકે તેટલી ઓછી રાખવાની છે.

(4) બ્લીડીંગની સમસ્યા વધે છે :

વધારે લસણનું સેવન કરવાથી શરીરમાં બ્લીડીંગની સમસ્યા વધી જાય છે. જેના કારણે આપણા શરીરમાં ખુબ નુકશાન થઇ શકે છે. એટલા માટે તમારે લસણનું સેવન ઓછું કરવું જોઈએ.

(5) પેટના સંબંધિત રોગને વધારે છે :

લસણનું સેવન કરવાથી મોં ના બળતરા વધી શકે છે આના સિવાય પેટમાં દુખાવો, ઓડકાર, ઉલ્ટી, ગૈસ, ડાયરિયા, ભૂખ ઓછી લાગવી અને કબજિયાત જેવી સમસ્યા પૈદા થઇ શકે છે.

(૬) વિટામીન B12 ની ઉણપ

જો તમારા માં વિટામીન B12 ની ઉણપ છે તો તમે આજે જ લસણ ડુંગરી બંદ કરી દો કારણ કે લસણ ડુંગરી થી વિટામીન B12 બનાવતા કોષો નાશ પામે છે.