આધારમાં ફેરફાર કરાવવા માટે ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા મફતમાં લઇ લો અપાઈંટમેંટ.

0

ભલે નવું આધાર કાર્ડ બનાવરાવવું હોય કે આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ, ઈમેલ આઈડી, જેંડર કે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય. હવે તમારે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આધાર જાહેર કરવા વાળી સંસ્થા યુનિક આઈડેંટીફીકેશન અથોરેટી ઓફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ) તમને મફતમાં ઓનલાઈન અપાઈંટમેંટ લેવાની સુવિધા આપે છે. એટલે તમે ઘરે બેઠા જ આધાર સેવા કેન્દ્રો ઉપર આધારને અપડેટ કરાવવા માટે અપાઈંટમેંટ લઇ શકો છો.

આવી રીતે લઇ શકાય અપાઈંટમેંટ

ઓનલાઈન અપાઈંટમેંટ લેવા માટે તમારે સૌથી પહેલા UIDAIની વેબસાઈટ https://uidai.gov. in/ ઉપર જવાનું રહેશે.

વેબસાઈટ ઉપર જઈને તમારે ‘My Aadhaar’ ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી તમને બુક ઇન અપાઈંટમેંટનો વિકલ્પ મળશે.

તેની ઉપર જઈને પછી તમને સીટી લોકેશનનો એક બીજો વિકલ્પ મળશે, જેમાંથી તમારે શહેરની પસંદગી કરવાની રહેશે.

શહેર પસંદ કર્યા પછી ‘પ્રોસેસ્ડ ટુ બુક એન અપાઈંટમેંટ’ ઉપર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં ત્રણ ઓપ્શન હશે, ન્યુ આધાર, આધાર અપડેટ અને મેનેજ અપાઈંટમેંટ. તમારી જરૂરિયાત મુજબ તમે તેમાંથી કોઈ વિકલ્પ પસંદ કરી શકો છો.

જરૂરી વિકલ્પ પસંદ કર્યા પછી તમારે રજીસ્ટર મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી નાખવાનું રહેશે, ત્યાર પછી તમારી એપ્લીકેશન વેરીફાઈ થશે. તે દરમિયાન તમારે અપાઈંટમેંટ માટે ટાઈમ સ્લોટ પણ પસંદ કરવાનો રહેશે. તે બધું કર્યા પછી તેને સબમિટ કરી દો. બુકિંગ પ્રોસેસ સંપૂર્ણ રીતે મફત છે. આમ તો કોઈ પણ સેવાને અપડેટ કરાવવા માટે ૫૦ રૂપિયાની ફી જમા કરાવવાની રહેશે.

આ શહેરોમાં છે આધાર સેવા કેન્દ્ર

યુઆઈડીએઆઈએ દિલ્હી, ચેન્નઈ, ભોપાલ, આગરા હિસાર, વિજયવાડા અને ચંડીગઢમાં આધાર સેવા કેન્દ્રો શરુ કર્યા છે. આ કેન્દ્રો ઉપરાંત પટના અને ગુવાહાટીમાં પણ તે શરુ થઇ જશે. સીઈઓ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું કે યુઆઈડીએઆઈ ટૂંક સમયમાં જ દેશના ૫૩ શહેરોમાં ૧૧૪ સેવા કેન્દ્રો ખોલવા જઈ રહ્યું છે. આ તમામ કેન્દ્ર આ વર્ષના અંત સુધી કામ કરવા લાગશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.