આશાઓ કરતા વધુ જાહેરાત, મુકેશ અંબાણીના આ 9 નિર્ણયોએ જીતી લીધા દિલ.

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે ૪૨ની અનુઅલ જનરલ મીટીંગમાં કંપનીના શેરહોલ્ડર્સને સંબોધિત કર્યા. તે દરમિયાન મુકેશ અંબાણીએ ઘણી એવી જાહેરાત કરી, જેનો સીધો લાભ સામાન્ય લોકોને મળશે. અમે તમને એવા જ ૯ નિર્ણય વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

૧. મુકેશ અંબાણીએ Jio Gigafiber પ્રીમીયમ સર્વિસની જાહેરાત કરી છે. તેની હેઠળ પ્રીમીયમ ગ્રાહક ઘરે બેઠા રીલીઝ થવા સાથે જ ફિલ્મ જોઈ શકશે. તેને જીયો તરફથી ‘ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’નું નામ આપવામાં આવ્યું છે. રિલાયન્સની આ સર્વિસ વર્ષ ૨૦૨૦થી લોન્ચ થશે. કહેવાનો અર્થ એ છે કે જયારે કોઈ ફિલ્મ થીયેટરમાં રીલીઝ થશે ત્યારે તમારા ઘરમાં તે જોઈ શકશો તમારે થીયેટર જવાની જરૂર નહિ રહે.

૨. મુકેશ અંબાણીએ જીયો ફાઈબર સર્વિસની જાહેરાત કરી છે. પાંચ સપ્ટેમ્બરથી શરુ થનારો જીયો ફાઈબર પ્લાન 100 Mbps થી શરુ થશે. જીયો ફાઈબર સર્વિસ માટે ગાહ્કોને ૭૦૦ રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીનો ચાર્જ આપવાનો રહેશે. આ સર્વિસના બધા પ્લાનમાં વોયસ કોલ આજીવન ફ્રી મળશે. જીયો ફાઈબર સર્વિસથી ઈંટરનેશનલ કોલિંગ સૌથી સસ્તા હશે. અમેરિકા અને કેનેડા કોલિંગ માટે અનલીમીટેડ પ્લાન ૫૦૦ રૂપિયા પ્રતિ મહીનાનો રહેશે.

૩. જીયો ફાઈબરની વેલકમ ઓફરમાં ગ્રાહકોને એચડી અને 4K ટેલીવિઝન સાથે 4K સેટ ટોપ બોક્સ ફ્રી આપવામાં આવશે. રિલાયન્સની આ સર્વિસ હેઠળ તમે ઘરે બેઠા સેટ ટોપ બોક્સની મદદથી વિડીયો કોલ કરી શકશો. તેના માટે ગ્રાહકોએ જીયો ફોરએવર એનુઅલ પ્લાન લેવાનો રહેશે. આમ તો તેના માટે શું ચાર્જ હશે. તેના વિષે કંપનીએ જાણકારી આપી નથી.

૪. મુકેશ અંબાણીએ શરુઆતમાં મફત ઈન્ટરનેટ, નેટવર્ક ક્નેક્ટીવીટી આપવાની વાત કરી. તેમણે જણાવ્યું કે રિલાયન્સ જીયો આ ક્નેક્ટીવીટી અને કલાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. તે ઉપરાંત ભવિષ્યમાં સ્ટાર્ટઅપમા રોકાણ કરવા ઉપર પણ રિલાયન્સ વિચાર કરી શકે છે. તેની સાથે જ રિલાયન્સ જીયોએ કુટીર, લઘુ અને મધ્યમ ઉદ્યોગો(MSME)ને ૧,૫૦૦ રૂપિયા મહીને ક્નેક્ટીવી અને એપ્લીકેશન પૂરી પાડવાની જાહેરાત કરી છે.

૫. રિલાયન્સના ચરમેન મુકેશ અંબાણીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોને અભ્યાસ પૂરો પાડવાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી. મુકેશ અંબાણીના આ પગલાની એજીએમ મીટીંગમાં તાળીઓના ગડગડાટથી પ્રસંશા કરવામાં આવી. ૧૪ ફેબ્રુઆરીના રોજ એક આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા.

૬. કલમ ૩૭૦ દુર થયા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રોકાણ કરશે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ માટે વિઝનને જોઇને અમારી કંપનીએ ત્યાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેના માટે ટાસ્ક ફોર્સનું સંગઠન કરવામાં આવ્યું છે, જે તેની ઉપર કામ કરશે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં દેશના ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે તે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા માટે આગળ આવે.

૭. રિલાયન્સ જીયોના સેટ ટોપ બોક્સમાં મિક્સ્ડ રીએલીટી (MR) સર્વિસનો પણ લાભ ગ્રાહકોને મળશે. તેમાં MR શોપિંગ, MR એજ્યુકેશન અને MR મુવી વોચીંગનું એક્સપીરીયંસ રહેલું છે. MR શોપિંગ દ્વારા સબ્સક્રાઈબરસ કપડા ખરીદી શકશો.

MR હેડસેટની મદદથી ગ્રાહક જોઈ શકશે તેમની ઉપર કપડા કેવા લાગશે. આવી રીએ એજ્યુકેશન માટે ગ્રાહક MR સેટની મદદથી મોડલ્સનું ૩D વ્રજન જોઈ શકશે. અને MR હેન્ડસેટથી મુવી માટે કુલ થીયેટર એક્સપીરીએંસ પણ લઇ શકાશે.

૮. રિલાયન્સ તરફથી જીયો ઇન્સ્ટીટયુટ વિષે પણ જાણકારી આપવામાં આવી છે. અહિયાં ઉચ્ચ શિક્ષણ, સ્પોર્ટ્સ અને રીસર્ચ જેવી સુવિધાઓ મળશે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે સરકાર દ્વારા ઇન્સ્ટીટયુટ માટે લેટર ઓફ ઈંટેન્ટ મળી ગયો છે.

૯. નાના દુકાનદારો માટે રિલાયન્સ જીયો મર્ચન્ટ પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) સોલ્યુશન લોન્ચ કરવામાં આવશે. તે યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ હશે અને તેના દ્વારા નાના કરીયાણાના વેપારીઓ મોર્ડન બનશે. મુકેશ અંબાણીએ તેને ‘ન્યુ કોમર્સ’ નું નામ આપ્યું. દેશમાં ૩ કરોડ કરીયાણાના દુકાનદાર અને વેપારી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.