આપણે દરરોજ આ વસ્તુને ખોટી પદ્ધતિથી ખાઈએ છીએ, ક્લિક કરી જાણો સાચી અને એકદમ સરળ પદ્ધતિ

0

ક્યાંકને ક્યાંક પ્રભાવ નાની નાની વસ્તુથી જ પડે છે. હવે ખાવા પીવાની રીત ભાત ને જ લઇ લો. તે ખાવા માટે તો ‘ટેબલ મેનર’ પણ બનાવવામાં આવેલ છે. ‘ટેબલ મેનર’ થી પ્રભાવ પડે છે તમાં કોઈ બે મત નથી. પણ તેનાથી સારો પ્રભાવ વસ્તુ ને યોગ્ય રીતે ખાવાથી પડી શકે છે.

ખાવાની ઘણી એવી વસ્તુ છે જેને જેવી રીતે આપણે ખાઈએ છીએ તે પદ્ધતિ ને ખોટી કહેવામાં આવી શકે છે. કેમ કે જો તેમાં થોડું પણ મગજ વાપરવામાં આવે તો તે સારી રીતે ખાઈ શકાય છે. આ સચી પદ્ધતિ નો ઉપયોગ કરીને તમે ન માત્ર કોઈ ઉપર સારો પ્રભાવ પાડી શકો છો, પણ તમારો સમય પણ બચાવી શકો છો.

સંતરા ખાવાની પદ્ધતિ – ઓરેન્જને ખાવા માટે ની આપણી ઘણી પદ્ધતિઓ હોય છે, ખાસ કરીને પહેલા લોકો તેને આખું છોલી નાખે છે અને આમ કરવામાં ઘણો સમય લાગે છે ઘણી વખત તો તેની ઉપરનું સફેદ પડ સાફ કરતા કરતા એટલો કંટાળો આવે છે કે ખાવાનું મન પણ નથી થતું પણ વિચારી જુઓ જો તમે કોઈની સામે આવી રીતે સંતરા ખાશો તો તમારો પ્રભાવ કેવો જોરદાર પડશે બન્ને તરફથી થોડું કાપી લો અને પછી વચ્ચેથી કપાયેલા છેડાના ભાગને મળે તેમ કાપો તેને કપાયેલી જગ્યાએથી ફાડી લો પછી જુઓ પ્રભાવ જેવું નીચે વિડીયોમાં છે.

વિડીયો – ૧

દાડમને સાચી રીતે ખાવાની પદ્ધતિ – ઘણા લોકો દાડમ ને સાથે જ છોલતા રહે છે અને સાથે જ ખાતા રહે છે કે પછી પહેલા તેની બધી છાલ કાઢી લેશે પછી બધા દાણા ને કોઈ વાસણમાં ભેગા કરશે તેનાથી વધુ સમય લાગે છે અને આળસ થવા લાગે છે તો જાણો તે ખાવાની રીત.

દાડમ ની છાલ તો ઉપરથી થોડી કાપી લો પછી તેને ઉપરથી નીચે સુધી ત્રણ કે ચાર જગ્યાએથી કાપી જેવું કે વિડીયોમાં છે અને પછી તેને ફાડી લો તમે ખુબ સરળતાથી તેના દાણા ને ખાઈ શકો છો અને સરળતાથી નીચે પોપડી પણ નીકળી જશે અને તે વગર આળસે મજા કરો.

વિડીયો – 2

લીંબુનો પૂરો રસ સરળતાથી કાઢો – જો તમારી પાસે રસ કાઢવાનું મશીન નથી તો તમે શું કરશો લીંબુને બે ભાગમાં કાપીને નીચોવો છો પણ તેનો પૂરો રસ નથી નીકળતો અને હાથ ને જોર પણ ખુબ લગાવવું પડે છે.

તો અમે તમને તેનો પૂરો રસ કાઢવાની રીત જણાવીએ છીએ પહેલા લીંબુને બધી બાજુથી થોડું કાપી લો અને જયારે વચ્ચે માત્ર ગરબ જ રહે તો તેને નીચોવી લો અને સાથે જ કાપેલા નાના નાના ટુકડાને પણ નીચોવી લો સરળતાથી પૂરો રસ નીકળી જશે ઉત્તમ રીત ને સમજવા માટે નીચે ફોટા જુઓ.

તરબુચને ખાવાની રીત – પહેલા તરબુચને બે ભાગમાં કાપી લો હવે એક ભાગને કાપેલા ભાગને નીચેની તરફ રાખો અને તેને વિડીયોમાં જણાવેલી રીત મુજબ કાપી લો અને પછી એક એક ભાગને ઉપાડીને સરળતાથી ખાઈ શકો છો.

 

વિડીયો – ૪

કીવીને વગર કાપ્યે કાઢવાની રીત – આમ તો કીવી ને તેના આખા પળને છોલીને ખાઈએ છીએ પણ અમે તમે તેને ખાવાની સારી રીત જણાવીએ છીએ કીવી ને બન્ને બાજુથી એટલું કાપી લો કે તેની અંદર ચમચી સરળતાથી ચલાવી શકાય હવે ચમચીને અંદર પડ ની બાજુમાં આખી ફેરવી દો અને પછી ઉપરના પડ ને સરળતાથી દુર કરી લો.

વિડીયો – ૫

કેક કાપવાની રીત – આપણે કેક જયારે ખાઈએ છીએ તો બાજુમાંથી કાપીને ખાઈએ છીએ અને જયારે બાકી વધે છે તો તેને એમ જ આડે ધડ રીતે જ ફ્રીજ માં મૂકી દઈએ છીએ પણ અમે તમને એક એવી રીત જણાવીશું જેનાથી લોકોનો તમારી ઉપર ખુબ સારો પ્રભાવ પડશે.

વિડીયો – ૬.

પહેલા કેકને ત્રણ જુદા જુદા ભાગમાં કાપી લો, વચ્ચે નો ભાગ એટલો રાખો જેટલો એક સમયે ખાઈ શકો હવે વચ્ચે વાળા ભાગને ખાવા માટે દુર કરી લો અને બાજુના વધેલા બે ભાગને સાથે જોડીને રાખી દો જેમ વિડીયોમાં આપવામાં આવેલ છે.

વિડીયો – ૭

સ્ટ્રોબરી કાપવાની રીત – સ્ટ્રોબરી નો જે ભાગ ખુલ્લો છે તેની બરોબર સામેના ભાગમાં એક સ્ટ્રો ધુસાડી દો અને આરપાર કરી દો, ખુલ્લો ભાગ પોતાની જાતે સ્ટ્રો સાથે બહાર આવી જશે

વિડીયો – ૮

દુધમાં ડુબાડીને બિસ્કીટ ખાવાની સાચી રીત – ખાસ કરીને આપણે બિસ્કીટ ને હાથમાં લઈને દુધમાં ડુબાડીએ છીએ તો બિસ્કીટ દૂધમાં પડી જાય છે પછી તેને કાઢીએ છીએ તો હાથ બગડે છે. પરંતુ જો બિસ્કીટ ને ચમચી ની મદદથી જ ડુબાડવામાં આવે તો બિસ્કીટ પલળવા છતાં પણ દુધમાં નહી પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here