શરીરનું વજન બે વખતે ખુબ ઝડપથી ઘટે છે જાણો ક્યારે? પેટની ચરબી ઝડપથી ઓછી કરવા..

0

આમ પણ શરીરનું વજન બે વખતે ખુબ ઝડપથી ઘટે છે. પહેલું જયારે આપણે વ્યાયામ કરી રહ્યા હોય છે ત્યારે અને બીજું જયારે આપણે ઊંઘી રહ્યા હોય ત્યારે. પણ ઊંઘતા સમયે ત્યારે વજન ઓછું કરી શકાય જયારે આપણે ઊંઘવાના પહેલા ખુબ વધારે ભારે ખોરાક જમ્યા ન હોય, અને સાથે વજન ઘટાડવા વાળા કોઈ નુશખાનું સેવન કરેલુ હોય.

કેટલાક લોકો ઊંઘવાના 2 થી 3 કલાક પહેલા જમવાનું જમી લે છે, તે લોકો પર આનો અસર બે ગણો થઇ જાય છે. આવી રીતે એક સામાન્ય માણસ એક રાતમાં 800 ગ્રામ થી 1 કિલો વજન ફક્ત ઊંઘતા સમયે સરળતાથી ઓછું કરી શકે છે. એટલા માટે આજના આ લેખમાં અમે જણાવીશું કે રાત્રે ઊંઘતા સમયે વજન કેવી રીતે ઓછું કરવામાં આવે. આ વખતે કોઈ પ્રકારનું જ્યુસ વગેરે બનાવવા કરતા અમે આને પાઉડર ફોર્મમાં બનાવીશું. જેથી આને બનાવવું પણ સરળ રહે અને આને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો. તો ચાલો આને કેવી રીતે બનાવવું તે જાણી લઈએ.

જરૂરી સામગ્રી :

૧. વરિયાળી

૨. હળદર

૩. અળસી

૪. જીરું

૫. મીઠો લીમડો

૬. હરડે પાઉડર

૭. સિંધવ મીઠું

૮. હિંગ

આ બધી સામગ્રી તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાંથી સરળતાથી મળી રહે છે. જો તમને કોઈ વસ્તુ ન મળે તો પણ આને બનાવી શકો છો, પણ એક વસ્તુનું ધ્યાન રાખો કે આને બનવવા માટે વરિયાળી, જીરું અને હરડે ખુબ જરૂરી છે. એટલા માટે આ આવશ્યક વસ્તુઓ તેમાં હોવી જોઈએ. હરડે તમને કોઈ પણ આયુર્વેદી દુકાન પર કે ઓનલાઇન સરળતાથી મળી રહે છે. આ પાઉડર તમારા પાચનતંત્રને ખુબ મજબૂત કરે છે, જે લોકોને બહારનું જંગ ફૂડ અને મીઠું ખાવાની વધારે આદત છે તેમણે હરડેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, કારણ કે આપણા મેટાબોલિઝમ અને ઇમ્યુન સિસ્ટમ ખુબ જલ્દીથી વધારે છે. જેનાથી પેટમાં જામેલી ચરબી ઓછા સમયમાં ઓગળવા લાગે છે.

બનાવવાની રીત :

આને બનાવવા માટે તમારે અળસી, વરિયાળી અને જીરૂને સેકી લેવું જોઈએ. જો તમે ઈચ્છો તો બજાર માંથી અળસી સેકેકી લઇ શકો છો, પણ જો તમે ઘરેજ સેકો છો તો લગભગ 25 ગ્રામ અળસીને એક તવા કે કઢાઈમાં શેકવા. 5 થી 10 મિનિટ આને ધીમા ગેસ પર સેકો, શેકતા સમયે આને હલાવતા રહેવાનું છે અને જયારે આ સેકાઈ જાય ત્યારે આનો આકાર પહેલાથી થોડો ગોળ થઇ જશે. તે સમયે આને ખુબ વધારે કાળા થવાના પહેલા ગેસ બંધ કરી નાખો. અને આને ઠંડુ થવા રાખી દો. આવી રીતે જીરું અને વરિયાળીને હલકું હલકું સેકી નાખો. ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુ ખુબ વધારે બળવી જોઈએ નહિ. કારણ કે બળયા પછી આનો સ્વાદ ખરાબ થઇ શકે છે, અને આમાં રહેલ પોષક તત્વ પણ ખત્મ થઇ શકે છે. એટલા માટે આને ઓછા ગેસ પર અને સતત હલાવતા હલાવતા સેકો. જયારે આ બધી વસ્તુ સારી રીતે ઠંડી થઇ જાય ત્યારે 25 ગ્રામ અળસી, 50 ગ્રામ વરિયાળી અને 25 ગ્રામ જીરાને મીક્ષરમાં ક્રશ કરીને એનો પાઉડર બનાવી નાખો.

હવે આ ત્રણેયના મિશ્રણમાં 25 ગ્રામ હરડે પાઉડર, 1 નાની ચમચી હળદર, અડધી ચમચી સિંધવ મીઠું મિક્ષ કરો. જો તમારી પાસે સિંધવ મીઠું નથી તો તમે આમાં કાળા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આમાં 2 ચપટી હિંગ અને 25 ગ્રામ મીઠાં લીમડાનો પાઉડર મિક્ષ કરો. મીઠાં લીમડાનો પાઉડર ઘરે જ સરળતાથી બનાવી શકો છો. મીઠાં લીમડાને 1 થી 2 દિવસ પોતાના ઘરમાં સુકવી નાખો અને સુકાયા પછી આને મિક્ષર દ્વારા પાઉડર બનાવી નાખો. અને આનો ઉપયોગ કરો. આ રીતે આ નુસખો તૈયાર થઇ જશે. આ બધી વસ્તુઓ પેટ અને અન્ય ભાગોમાં જામેલી ચરબીને ઓછી કરવાનું કામ કરે છે.

અળસીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કારણે તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આપણા પાચનતંત્રને સારું કરે છે. તે આપણી બોડી ખુબ જલ્દી ડીટોક્સ પણ કરે છે. જે લોકોને કફ અને કબજિયાતની સમસ્યા છે તે લોકોએ આનું સેવન દરરોજ કરવું જ જોઈએ. આની અંદર ઓમેગા 3 ફેટી એસિડની માત્રા વધારે હોય છે. મીઠું અને તળેલી વસ્તુ ખાવાના કારણે વધેલુ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ માં આવી જાય છે.

આ ચુરણનું સેવન જમ્યા પછી અને ઊંઘવાના એક કલાક પહેલા નવસેકા પાણીમાં મિક્ષ કરી કરવું. જો તમને આની અસર વધારે જોઈતી હોય તો તમે આનો ઉપયોગ દિવસમાં પણ જમ્યા પછી કરી શકો છો. આનું સેવન એક વારમાં એક નાની ચમચી ભરીને જ કરવાનું છે, તેનાથી વધારે કરવાનું નથી. આમાં રહેલ મીઠાં લીમડાની અંદર એન્ટી ઓક્સીડન્ટ પ્રોપટી જોવા મળે છે. જે પેટની ચરબી ઓછી કરવાની સાથે સાથે આપણા મગજને શાંત કરવામાં પણ ખુબ ફાયદાકારક હોય છે.

દિવસ ભરના થાક પછી આનું સેવન કરવાથી તમારું મગજ શાંત થાય છે સાથે સાથે જે લોકોને વાળ ખરવા જેવી સમસ્યા થાય છે તે લોકો માટે પણ આનું સેવન ખુબ સારું રહે છે. જેટલા સમય સુધી તમે આનો ઉપયોગ કરો ત્યાર સુધી બહારનું ખાવાનું બંધ કરી નાખો. કારણ કે એક તરફ તમે વજન ઓછું કરવાના ઉપાય કરી રહ્યા છો અને બીજી તરફ તમે વજન વધારતી વસ્તુનું સેવન કરો છો, તો પછી કોઈ પણ નુસખાનો અસર દેખાશે નહિ. તમે આને એક મહિના સુધી સેવન કરશો તો તમે તમારા શરીરનું વજન અને પેટની ચરબીમાં ખુબ બદલાવ દેખાશે. સ્વાદમાં ભલે આ વધુ સારું લાગશે નહિ પણ જયારે તમે આનું દરરોજ સેવન કરશો તો આનાથી મળેલા પરિણામને જોઈને આનો સ્વાદ પણ સારો લાગવા લાગશે.