ટાયરમાં નાઇટ્રોજન ભરવાથી થાય છે આટલા ફાયદા, જાણશો તો હંમેશા આજ ભરાવશો

0

ટાયરમાં નાઈટ્રોજન ગેસ પુરાવવાની સલાહ તો ઘણી વખત લોકો આપે છે. પરંતુ તેના ફાયદા વિષે ઘણા બધા લોકો જાણતા નથી હોતા. એ કારણ છે કે, આપણા દેશમાં આજે પણ લોકો નાઈટ્રોજન હવા પુરાવવાથી દુર રહે છે.

કાર હોય કે બાઈક દરેક વાહન માટે ટાયર ઘણા જરૂરી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ટાયર તો વાહનનો આત્મા ગણવામાં આવે છે, અને તેમાં જરા પણ શંકા નથી. એટલા માટે આજે અમે તમને ટાયરોની કાળજી કેવી રીતે રાખવી તેના વિષે જણાવીશું. ઘણી વખત તમને મિકેનિકે સલાહ આપી હશે કે, ટાયરોમાં સામાન્ય હવાને બદલે નાઈટ્રોજન ગેસ પુરાવવો જોઈએ.

ખાસ કરીને જ્યારે એક્સપ્રેસ વે કે હાઈવે ઉપર વાહન ચલાવવાનું હોય, તો લોકો ટાયરોમાં સામાન્ય હવાને બદલે નાઈટ્રોજન પુરવાની સલાહ આપે છે. આવો તમને જણાવીએ કે, ખરેખર કેમ ટાયરોમાં સામાન્ય હવાને બદલે નાઈટ્રોજન હવા પુરાવવા માટે કહેવામાં આવે છે?

નાઈટ્રોજન ગેસના ફાયદા :

રબરને કારણે નાઈટ્રોજન ગેસ ટાયરમાં વધી ઘટી શકે છે, જેને કારણે જ ટાયરમાં દબાણ જળવાઈ રહે છે. એટલા માટે ફોર્મ્યુલા વન રેસિંગ કારોના ટાયર્સમાં નાઈટ્રોજન ગેસ જ ભરવામાં આવે છે. જયારે ટાયરમાં નાઈટ્રોજન ભરવામાં આવે છે, તો તેનાથી ટાયરની અંદરનો ઓક્સીજન દુર થઇ જાય છે, અને ઓક્સીજનમાં રહેલું પાણી પણ દુર થઇ જાય છે, અને રીમ પણ સુરક્ષિત રહે છે.

સામાન્ય હવામાં એક સમસ્યા એ રહે છે કે, ગરમીના કારણે તે ફેલાય છે અને ટાયરને નુકશાન થાય છે. અને તેમાં રહેલ વરાળ ટાયરમાં વધુ પ્રેશર નાખે છે. એની ટાયરની રીમ ઉપર પણ ખરાબ અસર થાય છે. સાયન્સની ગણતરીએ નાઈટ્રોજન ગેસ ટાયરને ગરમીની ઋતુમાં ઠંડા રાખે છે. સાયન્સ મુજબ વાત કરીએ તો આપણી આસપાસ રહેલી હવામાં નાઈટ્રોજન ૭૮ ટકા છે, અને ઓક્સીજન ૨૧ ટકા છે, તેમજ બીજા ૧ ટકામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ છે.

બધા ગેસો ગરમીમાં ફેલાઈ જાય છે અને ઠંડીમાં સંકોચાઈ જાય છે. કાંઈક એવું જ ટાયરની હવામાં હોય છે. જેથી ગરમીની ઋતુમાં ટાયર ઉપર વધુ દબાણ પડે છે. એટલા માટે ઉનાળાની ઋતુમાં ટાયરની હવાને અવાર નવાર ચેક કરતા રહેવું જોઈએ.

ફોર્મુલા વન રેસિંગની કારોના ટાયરોમાં પણ એટલા માટે જ નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે. જો ટાયરોમાં નાઈટ્રોજન ગેસ પુરાવશો તો તેના માટે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા આપવાના રહેશે, અને સામાન્ય હવા માટે માત્ર પાંચ કે દસ રૂપિયા આપવા પડશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.