અમદાવાદના વર્ષાબેનની પાણી પૂરી એટલે ઘર જેવી ચોખ્ખાઈ સાથેની એકદમ સ્વાદિષ્ટ પાણીપુરી

0

તમારામાંથી ઘણા બધા લોકો પાણી પૂરી ખાવાના શોખીન હશે. અને જયારે પણ તમે બહાર કોઈ વસ્તુ ખાવા જાવ તો ત્યાંની સ્વચ્છતા વિષે જરૂર ધ્યાન રાખો છો. આ મોઘવારીના જમાનામાં લોકોને હોટલના બિલ પોસાય નહિ એટલે લોકો સ્ટ્રીટ ફૂડ વધારે પસંદ કરે છે. અને એમાંય ખાસ કરીને લારી પરની પાણીપૂરી ખાવાની મજા જ અલગ હોય છે.

અને આજે અમે તમને પાણીપુરી વેચનારી એક એવી મહિલા વિષે જણાવવાના છીએ, જે સ્વચ્છતાનું ખુબ જ ધ્યાન રાખે છે. એમને ત્યાં પાણીપુરી ખાવા જાવ તો ઘર જેવી ચોખ્ખાઈ મળે છે. અને એમની પાણીપુરી પણ એકદમ ટેસ્ટી હોય છે.

અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે અમદાવાદના વર્ષાબેન. તે પાણીપુરી વેચે છે. એમની સૌથી ઉત્તમ વાત એ છે કે, એક મહિલા આવી રીતે પોતાની આવડતનો સારી રીતે ઉપયોગ કરીને, એમાંથી આવક ઊભી કરીને પોતાની જરુરીયાત પૂરી કરે છે.

એમની પાણીપુરીની લારી જોતા જ તમને પાણીપૂરી ખાવાનું મન થઈ જાય છે. વર્ષાબેનની લારી પર દરેક વસ્તુની ચોખ્ખાઇ લાજવાબ છે. તે એકદમ હાઇજેનિક સ્ટાઇલથી પાણીપૂરીનું વેચાણ કરે છે. તે અલગ અલગ જાતના પાણી બનાવે છે અને ગ્નાહકોની જીભને સંતોષે છે. તમે કોઈ યુપી બિહાર વાળાની લારી પર જાવ તો ત્યાં સ્વચ્છતા જેવું કંઈ હોતું નથી. ન તો એની લારી ચોખ્ખી હોય છે, કે ન તો એ પોતે.

વર્ષાબેન પુરવાર કરે છે પોતાનો જ બિઝનેસને પોતાની જ કમાણીથી મન એકદમ સંતુષ્ઠ થાય છે. કદાચ તે પહેલા મહિલા પાણીપૂરી વાળા હશે, જેમણે સાબિત કરી આપ્યું કે કોઇ કામ એવુ નથી કે મહિલા ના કરી શકે.

મિત્રો આપણા ભારતનાં અલગ અલગ શહેરોમાં સ્ટ્રીટ ફૂડ માટે અલગ અલગ વાનગીયો પ્રખ્યાત છે. ભારતમાં વિદેશી ખાણી પીણી જેવી કે પીઝા, બર્ગર જેવા થોડા ઘણા જ નામ છે. પણ ભારતનાં શહેરોમાં ગલીએ ગલીએ હજારો પ્રકારની દેશી ખાણીપીણી મળી રહે છે.

ઈલિટ ક્લાસ એટલે કે પૈસાદાર લોકો તો પીઝા, બર્ગર સિવાય કાંઈ ગણાવી શકશે નહિ. પણ ભારતીય ખાણીપીણીનાં નામ ગણવા બેસે ખાલી નામ લખવામાં જ પીએચડી નાં પેપર જેટલું લખાઈ જાય એટલી ટેસ્ટી વાનગીયો છે. ઉદાહરણ તરીકે પાણીપુરી, સમોસા, વડાપાઉં, ઈડલી સંભાર, ખમણ, આલુપુરી, ભજીયા(ભજીયામાં પણ કેટલીય વેરાઈટી), સેવુઉંસળ, ઉતપમાં, ઢોંસા, સેન્ડવીચ, ગાંઠીયા એમાય વણેલા ગાંઠિયા, દાબેલી, ફાફડા, દાળવડા, કુલ્ચા, પરોઠા, ભાજીપાંઉ, રગડા પેટીસ, ચાટ વગેરે વગેરે. આ તો ખાલી ઉદાહરણ માટે છે. બાકી હજારો વાનગીઓ છે.

ભારતમાં લાખો લોકો સ્ટ્રીટ ફૂડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને ખાલી પાણીપુરીનું જ ટર્ન ઓવર ગણિયે તો રોજનું કરોડો રૂપિયામાં જતું હશે, જેનાથી કરોડો લોકોને રોજગાર મળે છે. આશા કરીયે કે ભવિષ્યમાં સ્માર્ટ સીટીમાં આ માટે કોઈ રોક ટોક નહિ થાય. કારણ કે હજારો લોકો પોતાની મહેનતથી કમાતા હોય છે. એમની રોજીરોટી પર કોઈ પણ પ્રકારની રોક લાગવી જોઈએ નહિ.

જે લોકો ગરીબ અને નિરક્ષર હોય છે એમણે આ રીતે જ મહેનત કરીને પોતાનુ ગુજરાન ચલાવવું પડે છે. મહિલાઓ પોતાના બાળકોને આવી રોજગારીથી સારી રીતે ભણાવી શકે અને એમને આત્મનિર્ભર બનાવી શકે, એ માટે એમના પર કોઈ રોક ન લાગવી જોઈએ.

જો આપણે વર્ષાબેનની પાણી પૂરીની વાત કરીએ તો તે લોકોના મોમાં પાણી લાવી દે છે. એટલું જ નહિ શહેરમાં આવતા એનઆરઆઈ લોકો અમદાવાદ આવીને પહેલા વર્ષાબેનની પાણીપૂરી ખાવાની લાલચ છોડી શકતા નથી.

પાણીપુરી બીજા રાજ્યોમાં ગોલગ્પ્પેનાં નામથી પણ પ્રખ્યાત છે. નીચે એમના વિડીયો આપવામાં આવ્યા છે, એમાં તમે જોશો કે, વર્ષાબેનને પૂછવામાં આવ્યું કે તમે કેમ ‘વર્ષાબેનની પાણીપુરી’ એવું નામ નાં રાખ્યું. તો એમણે જણાવ્યું હતું કે, મારે મારા નામથી નહિ પણ કામથી ફેમશ થવું હતું. ઘણા વર્ષોથી તે હાઇજેનિક રીતે પાણીપૂરી વેચીને પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે.

એડ્રેસ : Maninagar, opp Havmor near LG bridge. (એડ્રેસ અમારી મુજબ આ છે હવે બદલાયું હોય તો જાણ નથી)

નીચેની વિડીયોમાં 2 મિનીટ પછી ગુજરાતીમાં વર્ષાબેનની પાણી પૂરી વિષે એમની પાસે જ સાંભળો.

વિડીયો 1 :

વિડીયો 2 :