ઐશ્વર્યા મજમુદારે આ ગઢવીને સોંપ્યું પોતાનું દિલ કર્યો પ્રેમનો એકરાર, જુઓ એ બન્નેના ફોટા

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે બધા ઐશ્વર્યા મજમુદારને ઓળખતા જ હશો. તે બોલીવુડની પ્લેબેક સિંગર છે. અને તે ગુજરાતની પ્રખ્યાત સિંગર પણ છે. ઐશ્વર્યાએ નવરાત્રિમાં ઘણા સ્ટેજ પરફોર્મન્સ આપ્યા છે. અને એના દ્વારા ગાવામાં આવેલા ગીતના વિડીયો યુ-ટ્યુબ પણ ઘણી લોકપ્રિયતા મેળવે છે. અને તે દેખાવમાં પણ ઘણી સુંદર છે. ગુજરાતનાં કેટલાય કુંવારા યુવાનો એની પર ફીદા હશે.

પણ આ સમાચાર સાંભળીને એ યુવાનોનું દિલ તૂટી શકે છે. કારણ કે, ઐશ્ચર્યા મજમુદારે પોતાના મનનો માણીગાર શોધી લીધો હોવાની જાહેરાત કરી છે. તેણે પોતે જ ફેસબુક પર એક ફોટો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ” પ્રેમની શોધ એ શરૂઆત છે. સ્વીકૃતિની શોધ એ પ્રમાળ છે. શાંતિની શોધ એ આશીર્વાદ છે, અને તને શોધી લીધો એટલે મેં ઘર શોધી લીધું. હું ઘણી ખુશી અનુભવી રહી છું તને માર જિંદગીનો એક ભાગ શેયર કરતાં (અને તારા જીવનનો એક ભાગ બનતા) મારી દુનિયામાં શેયર કરતાં. આભાર, તું મારુ શ્રેષ્ઠ બહાર લાવ્યો છે. મુલકરાજ, તારા બધા સવાલોનો આ રહ્યો જવાબ.

ઐશ્વર્યા ગરબા ક્વીન તરીકેની પણ ખ્યાતિ ધરાવે છે. અને તેણે આ ફોટો શેયર કર્યા પછી લોકોએ બંને પર અભિનંદનની વર્ષા કરી હતી. ઐશ્વર્યાએ તેના ફેસબુક પેજ પર પોસ્ટ કરેલી મુલકરાજ ગઢવી સાથેના ફોટાને સાત હજાર જેટલા લાઈક્સ મળ્યા છે. ઉપરાંત તસવીર પર 876 જેટલી કોમેન્ટ આવી છે અને તેમાં અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જ્યારે તેને 12 લોકોએ શેર કરી છે. જણાવી દઈએ કે મુલકરાજ ગઢવી દુબઈના બિઝનેસમેન છે.

સારેગામાપા શો માં ભાગ લઈ ચૂકી છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, ઐશ્વર્યાએ 3 વર્ષની ઉંમરમાં જ સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી દીધી હતી. 7 વર્ષની ઉંમરે તેણે ખાનગી ટીવી ચેનલના સારેગમાપા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમજ ઐશ્વર્યાએ 11 વર્ષની વયે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો. આ સિવાય તેણે ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા છે. તે 2008 માં સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયાના છોટે ઉસ્તાદની વિજેતા બની હતી. એણે પ્રેમ રતન ધન પાયો અને ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ જેવી મોટી ફિલ્મોના ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.