દીકરા યુગની સાથે દુર્ગા પૂજા જોવા પહુંચ્યા અજય દેવગણ, સોસીયલ મીડિયા પર વાયરલ થઇ શાનદાર ફોટો

0

અજય દેવગનનું નામ આવતા જ આપણા બધાના મગજમાં એક શાંત, ગંભીર અને શ્રેષ્ઠ એક્ટરની છબી બને છે. એમને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને 26 વર્ષ થઇ ચુક્યા છે. તે આજે જેટલા સારા કલાકાર છે, તેટલા જ સારા કલાકાર તે બાળપણમાં પણ હતા. અજયે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટથી કરી હતી. આજે તેમના ખાતામાં શ્રેષ્ઠથી સર્વશ્રેષ્ઠ હિટ ફિલ્મો છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અજય દેવગને એટલું નામ કમાવી લીધું છે કે, તેમની ફેન ફોલોઇંગ ભારતની સાથે સાથે દુનિયાભરના દેશોમાં છે. આજે દુનિયાભરમાં તેમના ઘણા ચાહવા વાળા છે. કેટલાક મહિના પહેલા જ અજય દેવગનની કોમેડી ડ્રામા ફિલ્મ ‘દે દે પ્યાર દે’ રિલીઝ થઇ હતી, જેણે બોક્સ ઓફિસમાં સારું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે તબ્બુ અને રકૂલ પ્રીત દેખાઈ હતી.

દીકરા યુગને માતાના દર્શન કરાવવા પહોંચ્યા અજય દેવગન :

અજય દેવગન વ્યસ્ત હોવા છતાં પણ પોતાના પરિવાર માટે સમય કાઢી જ નાખે છે. થોડા સમય પહેલાના અજય દેવગનના પરિવારના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં આખો પરિવાર વેકેશન મનાવવા પહોંચ્યો હતો. હાલની વાત કરીએ થોડા દિવસ પહેલા દશેરાનો તહેવાર હતો. આ દિવસે ઘણા બોલીવુડ સ્ટાર્સ પંડાલમાં માં દુર્ગાના દર્શન કરવા પહોંચ્યા હતા.

આ દરમિયાન અજય દેવગન પણ પોતાના દીકરા યુગની સાથે દુર્ગા પંડાલો જોવા નીકળ્યા હતા, જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. અજય દેવગને માતા રાની સામે નમીને તેમનો આશીર્વાદ લીધો. અજયના આ ફોટોને તેમના ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો.

કઝીન સિસ્ટર રાની સાથે દેખાઈ કાજોલ :

જણાવી દઈએ કે હિરોઈન કાજોલ પણ દર વર્ષે માતાના દર્શન કરવા માટે પંડાલમાં પહોંચે છે. આ વખતે પણ તે અલગ અલગ દિવસોમાં પંડાલોમાં દેખાઈ હતી. થોડા સમય પહેલા તેમના પણ કેટલાક ફોટો વાયરલ થયા હતા, જેમાં તે પોતાની કઝીન સિસ્ટર રાની મુખર્જી, માં તનુજા અને બહેન તનિષા સાથે દેખાઈ હતી. કાજોલ અને રાની મુખર્જી ઘણા લાંબા સમય પછી સાથે દેખાયા હતા. એટલે ફેન્સે અંદાજો લાગવાનું શરુ કરી દીધું છે કે, લગભગ બંને વચ્ચેની દુરીઓ ખતમ થઈ ગઈ છે.

આ ફિલ્મોમાં આવશે નજર :

આ દિવસોમાં અજય પોતાની આવનારી ફિલ્મ ‘તાનાજી : ધ અનસંગ વોરિયર’, ‘ભુજ ધ પ્રાઇડ ઇન્ડિયા’ અને ‘મૈદાન’ ને લઈને વ્યસ્ત ચાલી રહ્યા છે. જલ્દી જ તે આ ફિલ્મોની શૂટિંગ સ્ટાર્ટ કરી નાખશે. જાણકારી અનુસાર ફિલ્મ ‘પાગલપંતી’ નું ટ્રેલરની સાથે 22 નવેમ્બરે ‘તાનાજી : ધ અનસંગ વોરિયર’ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવી શકે છે. ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં દેખાશે. આ દિવસોમાં અજય દેવગણ ‘પાગલપંતી’ ની શૂટિંગમાં વ્યસ્ત છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.