આજે પણ આ એક્ટ્રેસના ઘાયલ છે બોલીવુડના મહાનાયક, ક્યારેક ઉપાડતા હતા તેમની ચંપલ.

0

બોલીવુડમાં ઘણા બધા એવા કલાકાર છે, જે પોતાના જુના સમયની વાત કરે છે. થોડા સમય પહેલા કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે તેમનો પહેલી પસંદ રાહુલ રોય હતો અને શાહિદ કપૂરની પહેલી પસંદ હર્ષિતા ભટ્ટ રહી છે. એવી રીતે મહાનાયકે જણાવ્યું કે તેમની પહેલી પસંદ કોણ હતું. આજે પણ તે અભિનેત્રીને યાદ કરે છે બોલીવુડના મહાનાયક. પોતે એ વાતનો ખુલાસો કર્યો છે.

આજે પણ આ હિરોઈનને પસંદ કરે છે બોલીવુડના મહાનાયક

અમિતાભ બચ્ચનને બોલીવુડના મહાનાયક એમ જ નથી કહેવામાં આવતા. તે ઇન્ડસ્ટ્રીના એવા અભિનેતા છે. જે ૭૬ વર્ષની ઉંમરમાં એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જેના ફેન છો, તે કોના ફેન છે?

હાલમાં જ એક સિંગિંગ રીયાલીટી શોમાં સુપરસ્ટાર સિંગરમાં અમિતાભ બચ્ચને એ વાતનો ખુલાસો કર્યો છે કે તે વહીદા રહેમાનના ઘણા મોટા ફેન છે. તેમની પહેલી પસંદ તે હતી અને તેની સાથે જોડાયેલી વાતોનો પણ ખુલાસો કર્યો છે.

અમિતાભ બચ્ચને જણાવ્યું કે તે વહીદા રહેમાનને પોતાના આદર્શ માને છે અને તેના માટે સૌથી સુંદર મહિલા વહીદા રહેમાન આજે પણ છે. તે દરમિયાન અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૭૧ની એક ઘટના શેર કરી જયારે તે ફિલ્મ રેશમા ઓર શેરાનું શુટિંગ કરી રહ્યા હતા અને તેમાં તેને પહેલી વખત વહીદા રહેમાન સાથે કામ કરવાની તક મળી હતી. તે સમયે શુટિંગના સમયે એક વખત તો વહીદા રહેમાનના ચપ્પલ ઉપાડીને તેની તરફ દોડ્યા હતા કેમ કે તે ગરમ રેતીમાં ઉઘાડા પગે ઉભા હતા.

અમિતાભ બચ્ચને જણાવ્યું, પહેલી વખત મને તેમની સાથે ફિલ્મ રેશમા ઓર શેરામાં કામ કરવાની તક મળી હતી અને શુટિંગ દરમિયાન એક સીન માટે સુનીલ દત્ત અને વહીદાજીને રેતીમાં ઉઘાડા પગે ઉભા રહેવું પડ્યું હતું, તે સમયે તાપમાનને લઈને ચપ્પલ વગર ઉભા રહેવું મુશ્કેલ હતું. તેવામાં નિર્દેશકે જેવું કટ કહ્યું ત્યારે હું તેમના તરફ ચપ્પલ લઈને દોડ્યો અને તેને પહેરાવી દીધા.

હું વર્ણન નથી કરી શકતો કે તે ઘડી મારા માટે કેટલી ખાસ છે. તેમણે આગળ જણાવ્યું કે વહીદાજી ભારતીય મહિલાનું પરફેક્ટ ઉદાહરણ રહ્યા છે અને તેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું અને અવિશ્વસનીય યોગદાન આપ્યું છે. જે શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.