ઓલ ઇન્ડિયા સિનેમા વર્કર્સ એસોસીએશનની પીએમ પાસે માંગણી, પાકિસ્તાની કલાકારો ઉપર લગાવે બ્લેંકેટ પ્રતિબિંધ

0

ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો પહેલાથી સારા ન હતા અને હાલમાં ભારતે કલમ ૩૭૦ દુર કરીને સંબંધોમાં વધુ તિરાડ પડી છે. જેમાં પાકિસ્તાને ટ્રેન વ્યવહાર, બસ વ્યવહાર, અને અનેક પ્રકારની સેવાઓ બંધ કરી દીધી છે. અને અનેક પ્રકારના ધંધાકીય સંબંધો પણ તોડી લીધા છે. કલમ ૩૭૦ દુર કરવાને કારણે પાકિસ્તાને ભારત સાથેના તમામ પ્રકારના સંબંધો તોડવાની જાહેરાત કરી છે.

બોલીવુડ સાથે કામ કરતા કલાકારો ઉપર પણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. જેના વિરોધમાં ભારતના ઓલ ઇન્ડિયા સિનેમા વર્કર્સ એસોસીએશને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને પાકિસ્તાની કલાકારો ઉપર પ્રતિબંધની માંગણી કરી છે.

પાકિસ્તાને કાશ્મીરમાં કલમ ૩૭૦ દુર કર્યા પછી અલગતાવાદીઓને સમર્થન કરી ભારત સાથે તમામ પ્રકારના સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. તે બાબતમાં એક દિવસ પહેલા પાકિસ્તાને ભારતીય ફિલ્મોને પાકિસ્તાનમાં દર્શાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલાનો વિરોધ કરી ઓલ ઇન્ડિયા સિનેમા વર્કર્સ એસોસીએશને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને બોલીવુડમાં પાકિસ્તાની કલાકારો ઉપર બ્લેંકેટ પ્રતિબંધની માંગણી કરી છે.

શું છે બ્લેંકેટ પ્રતિબંધ : આમ તો બ્લેંકેટ પ્રતિબંધનો અર્થ કોઈ પણ વસ્તુ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવો છે. તે પહેલા AICWA એ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પણ પાકિસ્તાની કલાકારોએ બોલીવુડમાં કામ કરવાથી લઈને સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી હતી.

ભડકાવી રહ્યું છે પાકિસ્તાન : AICWA ના સ્ટેટમેંટમાં કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી ત્યાં સુધી કામ નહિ કરે જ્યાં સુધી પાકિસ્તાનના ફિલ્મ મેકર્સ, કલાકાર અને ટ્રેડ પાર્ટનર્સ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ ન લગાવી દેવામાં આવે. AICWA નું માનવું છે કે કલમ ૩૭૦ અને તેના નિયમો વિરુદ્ધ અસહયોગ આંદોલન ચલાવવા માટે ભડકાવી રહ્યા છે.

આમ તો AICWA ના અધ્યક્ષ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ પોતાના સાહસિક નિર્ણયો માટે ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી અને તેને શુભકામનાઓ આપી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.