અમદાવાદી સ્ટાઇલ થી વડાપાઉં ઘરે બનાવવાની રીત ક્લિક કરી જાણો વીડિઓ સાથે

0

આજે અમે તમને અમદાવાદી સ્ટાઇલ થી વડાપાઉં કેવી રીતે બનાવો તે શીખવાના છીએ, વડાપાઉં લગભગ દરેક ને ભાવતા હોય છે. વડાપાઉં ઘરે કેવી રીતે બનાવવો એ આપણે જોઈ લઈએ.

સામગ્રી :

વડાપાઉંના પાઉં

લાલ ચટણી બનાવવાની સામગ્રી :

2 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું

1/4 નાની ચમચી ધાણા-જીરું

ચપટી મીઠું (સ્વાદ અનુસાર)

બટાટાવડા બનાવવાની સામગ્રી

25 ગ્રામ કોથમીર

8 થી 10 લીલા મરચા

1 નાનો ટુકડો આદુ

250 ગ્રામ બેસન

મીઠું સ્વાદ અનુસાર

1/4 નાની ચમચી ખાવાના સોડા

બટાટાવાડાના સ્ટફિંગ બનાવવાની સામગ્રી

500 ગ્રામ બટાકા (બાફીને સાફ કરી લેવા)

મીઠું સ્વાદ અનુસાર

2.5 મોટી ચમચી બૂરું સાકર

1 નાની ચમચી ધાણા જીરું

1/4 નાની ચમચી ગરમ મસાલો

1 મોટી ચમચી તેલ

થોડા દાડમના દાણા

કોથમીર

2 થી 3 નાની ચમચી લીંબુનો રસ

રીત :

લાલ ચટણી બનાવવાની રીત :

સૌપ્રથમ એક નાના બાઉલમાં લાલ મરચું, ધાણા-જીરું અને મીઠું તેમાં નાખી દેવું ત્યારબાદ તેમાં ચમચી દ્વારા તેમાં થોડું પાણી એડ કરતા રહેવાનું છે. આની એક થિંક પેસ્ટ બનાવવાની છે. (જે લસણ ખાતા હોય તે લોકો આ રીતના બદલે મીક્ષરમાં આ બધી વસ્તુની સાથે તેમાં 8-10 કળી લસણની નાખી દેવી અને મીક્ષરમાં થિક પેસ્ટ બનાવી લેવાની) જે લોકો લસણ નથી ખાતા આ રીતની ચટણી ખુબ જ યુઝફુલ હોય છે. વધારે પાતળી ના થઇ જાય તેનું ધ્યાન રાખવાનું છે. લગભગ 2 મોટી ચમચી પાણી તેમાં લાગી જતું હોય છે.

બટાટાવડા બનાવવાની રીત

સૌથી પહેલા બટાટાવાડાના સ્ટફિંગ માટે એક લીલી પેસ્ટ તૈયાર કરવાની છે. કોથમીર અને મરચાને સાફ કરી નાખો, તેને પાણી વગરજ ગ્રાઈન્ડ કરી લેવાના છે. (જો તમે લસણ ખાતા હોવ તો અત્યારે લીલું લસણ પણ ખુબજ સરસ હોય છે જો લીલું લસણ ના હોય તો જે આપણે આ બધી વસ્તુ લીધી છે તેમાં 5 થી 6 સૂકું લસણ લઇ શકો છો.)

હવે આપણે આનું ખીરું તૈયાર કરી લેઈશું. સૌપ્રથમ બેસનને ગાળી લેવાનું છે અને તેને એક બાઉલમાં લઇ તેમાં થોડું થોડુ પાણી ઉમેરતા રહેવાનું છે અને તેનું ખીરું બનાવવાનું છે. પાણીને થોડું થોડું એડ કરતા રહેવું જેથી ખીરું પાતળું ના થઇ જાય, આનું ખીરું ઘટ્ટ રાખવાનું છે. બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ક્યાંય પણ કોરો લોટ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. લગભગ 300 ml જેટલું પાણી ઉપયોગ માં લેવાય છે. તેમાં થોડું મીઠું અને ખાવાના સોડા એડ કરી દો. અને ફરીથી તેને મિક્ષ કરી નાખવાનો છે. મિક્ષ થઇ ગયા બાદ તેને ઢાંકીને 10 મિનિટ રહેવા દેવાનું છે.

બટાટાવાડાના સ્ટફિંગ બનાવવાની રીત

સૌપ્રથમ એક મોટા વાસણમાં બટાકાને નાખી તેને મેષ કરી લેવાના છે તેમાં પહેલા મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમાં સાકર એડ કરવાની છે અને તેમાં વધારો-ઘટાળો કરી શકો છો. તેમાં ધાણાજીરું, ગરમ મસાલો એડ કરી લો અને આ બધી વસ્તુ ને મિક્ષ કરતા પહેલા તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે ત્યારબાદ તે બધી વસ્તુને એક વાર મિક્ષ કરી લો. અને બીજી બાજુ તેલ ગરમ થાય તો તેમાં થોડી રાઈ એડ કરી લેવાની છે અને રાઈ થઇ ગયા બાદ ગેસ બંધ કરી તેલ માં થોડી હળદળ અને હિંગ એડ કરી દેવાનું છે. જે લીલી પેસ્ટ બનાવેલ તે પેસ્ટ આમાં એડ કરી દેવાની છે. હવે બંધ ગેસ ઉપર તેને હલાવવાનું છે. સારી રીતે મિક્ષ થયા બાદ બટાકાના મિશ્રણમાં તેને એડ કરી દેવાનું છે. ત્યાર બાદ તેમાં થોડા દાડમ ના દાણા, સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરી નાખવાનો છે. હવે આ બધાને મિક્ષ કરી નાખવાનો છે. તમે દાડમના દાણાને પણ ઓછા વધતા કે ના પણ લેવા હોય તે પણ કરી શકો છો.

ત્યારબાદ હાથને થોઈને હાથમાં તેલ લગાવીને તેના ગોળા બનાવી લેવાના છે. મીડીયમ સાઈઝના ગોળા બનાવવાંના છે. બધા ગોળા બની ગયા બાદ જે ખીરું બનાવેલું છે તેને એક વાર હલાવી નાખવાનું છે અને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઇ ગયા બાદ જે ખીરું છે તેમાં તે ગોળા નાખીને તેને બધી બહુ ખીરું લાગવી દેવાનું છે અને આ પ્રક્રિયા હાથથી કરવા માંગો છો તો હાથની નહિ તો ચમચી દ્વારા પણ કરી શકો છો. ત્યારબાદ વડાને તેલમાં નાખી દેવાના છે અને ગેસ ને ધીમું કરી લેવાનું છે. એક સાઈડ તળાય ત્યારે તેને ફેરવવાનું છે અને તેને બધી બાજુથી સારું તળવાનું છે તે ગોલ્ડન બ્રાઉન તળાય ત્યારે તેને નીકાળી લેવાનું છે. હવે તૈયાર છે બટાટાવડા.

વડાપાઉં બનાવવા માટે સૌપ્રથમ પાઉંને વચ્ચેથી કટ કરી લેવાના છે. ત્યારબાદ એક ફ્રાઈ પેનને ગરમ કરવા મૂકી દેવાનું છે. એમાં થોડું તેલ એડ કરવાનું છે, જે લાલ પેસ્ટ બનાવી છે તેને એડ કરી નાખવાનું છે અને તેલ ઠંડુ હોય ત્યારેજ એડ કરવાની છે. જો ગરમમાં એડ કરશો તો તેનો કલર બદલી એટલે તેનો કલર બદલાય નહિ અને મરચાનું ટેસ્ટ સારું મળે એટલે તેને ઠંડામાં એડ કરી દેવાનો છે. અને તેને ધીમા ગેસ ઉપર તેને 2 મિનિટ શેકી લેવાની છે. 2 મિનિટ બાદ જે પાઉંને પેન માં નાખી તેની બધી પેસ્ટ તેની ઉપર લાગી જાય તેવી રીતે કવર કરી લેવાનું છે. થોડી વાર તેને એમજ રહેવા દેવાનું છે. ફરી થોડું તેલ એડ કરવાનું અને જો તમને બટર નો ઉપયોગ કરવા માંગો છો તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. અને એને પલટાવી નાખવાનું છે અને હવે એક વડું લઈએ, એને થોડું દબાવીને મુકીશું. પાઉં પર મૂકી તેને એક સાઇડથી બંધ કરી તેને હવે બંને સાઈડ સેકી લેવાનું છે. ત્યારબાદ હવે આપણું વડાપાઉં તૈયાર છે. તમે તેની સાથે કેચપ(ટામેટાનું સોસ) જેવી ચટણી સાથે ખાઈ શકો છો અને તે સ્વાદમાં ખુબ સરસ લાગે છે.

વીડિઓ ૧  અમદાવાદ સ્ટાઇલ વડાપાઉં બનાવવાની રીત

વીડિઓ ૨ બટાટાવડા બનાવવાની રીત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here