કોલેજના દિવસોમાં સુંદર છોકરીઓ માટે બિગ બી કરતા હતા આ કામ, જાણીને જયાને થઇ શકે છે બળતરા

0

અમિતાભ બચ્ચનની આગેવાનીમાં ‘કોન બનેગા કરોડપતિ સીઝન 11’ શો દિવસેને દિવસે લોકો વચ્ચે હીટ બનતો જાય છે. આ શો માં અમિતાભ બચ્ચન માત્ર પ્રતિભાગીઓને અઘરા પ્રશ્ન નથી પૂછતાં, પરંતુ પોતાની અંગત લાઈફ વિષે વાતો પણ કરે છે. તે બાબતમાં અમિતાભ બચ્ચને પોતાના કોલેજના દિવસોને યાદ કરતા એક કિસ્સો સંભળાવ્યો, જે સાંભળીને તેમની ધર્મપત્ની જયા બચ્ચનને થોડી એવી બળતરા થઇ શકે છે.

અમિતાભ બચ્ચને બુધવારે ‘કોન બનેગા કરોડપતિ’ ના સેટ ઉપર પોતાની કોલેજ જીવનની થોડી સુંદર યાદો શેયર કરી. ત્યારબાદ તેમનો આ ખુલાસો ઝડપથી વાયરલ થઇ ગયો. અમિતાભ બચ્ચને બુધવારે ‘કોન બનેગા કરોડપતિ’ માં કંટેસ્ટેન્ટ સાથે વાત કરતા પોતાના અંગત જીવન વિષે પણ ખુલાસો કર્યો, જેમાં તેમની કોલેજની સુદંર યાદો રહેલી છે.

વાત વાતમાં અમિતાભ બચ્ચને કોલેજની સુંદર છોકરીઓની વાત કરવા લાગ્યા, ત્યાર પછી તેમણે ધીરે ધીરે કરીને રહસ્ય ખોલી દીધું અને જણાવ્યું કે, ખરેખર પોતે એ દિવસોમાં સુંદર છોકરીઓને કેવી રીતે ટ્રીટ કરતા હતા. અમિતાભ બચ્ચને દિલ્હી યુનીવર્સીટીના કિરોડી મલ કોલેજમાંથી ગ્રેન્યુએશનનો અભ્યાસ કર્યો છે. અને તે દરમિયાન તેમણે ઘણી મસ્તી પણ કરી હતી.

સુંદર છોકરીઓની જોતા હતા રાહ :

અમિતાભ બચ્ચને જણાવ્યું કે, કોલેજના દિવસોમાં આવવા જવા માટે તે ડીટીસી બસનો ઉપયોગ કરતા હતા. તે દરમિયાન તે સ્ટોપ ઉપર ઉભા રહીને સુંદર છોકરીઓની બસમાં ચડવાની રાહ જોતા હતા. એટલું જ નહિ, જયારે બસ ગર્લ્સ કોલેજ પાસેથી પસાર થતી, તો તે ત્યાંથી પણ સુંદર છોકરીઓના ચડવાની રાહ જોતા હતા.

અરે એટલું જ નહિ અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું કે, એવું લગભગ ત્રણ વર્ષ સુધી ચાલતું રહ્યું અને પછી જયારે અભ્યાસ પૂરો કરીને હું નોકરી કરવા લાગ્યો, તો એક દિવસ બસમાં ચડવાવાળી સુંદર છોકરી સાથે મારી મુલાકાત પણ થઇ ગઈ.

પ્રાણ જાય પણ બચ્ચન ન જાય :

અમિતાભ બચ્ચને ઘટના શેયર કરતા જણાવ્યું કે, નોકરી દરમિયાન મને બસમાં ચડવાવાળી એક સુદંર છોકરી મળી, જો કે પોતાના મિત્ર પ્રાણ સાથે હતી, અને પ્રાણ તેનો કોલેજનો મિત્ર હતો. છોકરીએ આગળ અમિતાભ બચ્ચનને જણાવ્યું કે, હું પણ તમને જોવા એ બસમાં ચડતી હતી અને આતુરતા પૂર્વક બસની રાહ જોયા કરતી હતી. કેમ કે પ્રાણ (છોકરીનો દોસ્ત) જાય પણ બચ્ચન ન જાય. એટલે કે સ્પષ્ટ છે કે, સ્ટાર બનતા પહેલા પણ અમિતાભ બચ્ચનનો છોકરીઓમાં ઘણો ક્રેઝ રહ્યો છે.

રાત્રે બુટ લઈને સુતા હતા અમિતાભ બચ્ચન :

આ પહેલા ‘કોન બનેગા કરોડપતિ’ ના સેટ ઉપર અમિતાભ બચ્ચને બુટ સાથે જોડાયેલા રહસ્ય ખોલતા જણાવ્યું હતું કે, જયારે મને નવા બુટ મળતા હતા જે મારા માતા પિતા આપતા હતા, તેને હું આખી રાત મારા ઓશિકા નીચે રાખીને સુતો હતો, કેમ કે તે મારા માટે ઘણા વિશેષ હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, તે હંમેશા બુટ માટે જ માતા પિતા પાસે સામે જિદ્દ કરતા હતા, ત્યાર પછી બુટ મળી જતા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.