અમિતાભ બચ્ચને પત્ની જયાનો ફોન નમ્બર કયા નામથી સેવ કર્યો છે, KBC ના મંચ પર ખોલ્યું રહસ્ય

0

અમિતાભ બચ્ચનના રીયાલીટી શો ‘કોન બનેગા કરોડપતિ’ ની 11 મી સીઝનને 3 કરોડપતિ મળી ચુક્યા છે. અને રમત હજી પણ ચાલુ જ છે. આ મંચ પર કન્ટેસ્ટન્ટ પોતાના અંગત જીવનના કિસ્સા શેયર કરે છે. આ વખતે બીગ બીએ એક કન્ટેસ્ટન્ટની સામે પોતાના અંગત જીવનને લઈને વાત કરી હતી.

સોમવારે ટેલીકાસ્ટ થયેલા શો માં ઉત્તરાખંડના સુમિત તડિયાલ હોટ સીટ પર આવ્યા. આ દરમ્યાન અમિતાભ બચ્ચને એમને પૂછ્યું કે, તમારા લવ મેરેજ થયા છે? તો સુમિતે જણાવ્યું કે લવ મેરેજને અરેન્જ મેરેજ દેખાડવામાં આવ્યા હતા. સાથે જ સુમિતે જણાવ્યું કે, તેમની પત્ની તેમને ‘સુનિયે જી’ કહીને બોલાવે છે.

આ કારણે સુમિતે ફોન પર પત્નીનું નામ ‘સુનિયે જી’ નામથી સેવ કર્યું છે. ત્યારબાદ અમિતાભ બચ્ચને જણાવ્યું કે, એમણે પોતાની પત્ની જ્યા બચ્ચનનો ફોન નંબર કયા નામથી સેવ કરી રાખ્યો છે. બિગ બી કહે છે કે, એમણે પોતાની પત્નીનો નંબર એમના નામના શોર્ટ ફોર્મ JB થી સેવ કરી રાખ્યો છે.

કોન બનેગા કરોડપતિનું આ દિવાળી ફેસ્ટિવલ વાળું અઠવાડિયું છે. એમાં દરેક કન્ટેસ્ટન્ટને એક ઓપો ફોન અને એક સોનાનો સિક્કો આપવામાં આવશે. જણાવી દઈએ કે, સુમિતે શો પરથી 3.20 હજાર રૂપિયા જીત્યા છે. અમિતાભ અને જયાના લગ્નની વાત કરીએ તો એમના લગ્નને 46 વર્ષ થઈ ગયા છે.

છેલ્લે તે બંને જણાને જાહેરમાં દુર્ગા પંડાલમાં જોવામાં આવ્યા હતા. ત્યારબાદ બીગ બીએ કડવા ચોથના અવસર પર જયા બચ્ચનનો એક ફોટો પણ શેયર કર્યો હતો. જયાએ પોતાની વહુ એશ્વર્યા અને દીકરી શ્વેતા સાથે કડવાચોથ ઉજવી હતી. એમના ફોટા પણ સામે આવ્યા હતા.

આ શો દ્વારા લોકો પોતાના જ્ઞાન ભંડોળની મદદથી લાખો અને કરોડો રૂપિયા જીતીને જાય છે, અને પોતાના સપના પુરા કરે છે. અને આ શો એટલો પોપ્યુલર છે કે, આવા બીજા કોઈ બને પણ છે તો તેની સામે ટકી નથી શકતા. અને આ શો સાથે લોકોને જોડી રાખવા માટે અમિતાભ બચ્ચનનો અનોખો અંદાજ અગત્યની ભૂમિકા ભજવે છે. શાહરૂખ ખાન પણ આ શો હોસ્ટ કરી ચુક્યા છે, પણ લોકોને અમિતાભ બચ્ચન સાથે જ આ શો માં મજા આવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.