છૂટાછેડા માટે અમૃતાએ માંગ્યા હતા આટલા રૂપિયા, સૈફેને હપ્તે હપ્તે આપવા પડ્યા, જાણો વધુ વિગત

0

16 ઓગસ્ટ 1970 ના રોજ જન્મેલા સૈફ અલી ખાન 49 વર્ષના થઈ ગયા છે. તે અભિનેત્રી શર્મિલા ટાગોર અને ક્રિકેટર મંસૂર અલી ખાન પટોડીના પુત્ર છે. તે નવાબ પરિવારના પુત્ર છે અને બાળપણથી જ શાહી જીવન જીવતા આવ્યા છે. અને એમનો નાનો દીકરો તૈમુર પણ શાહી જીવન જ જીવે છે. આજે અમે તમને સૈફ અને એમની પહેલી પત્ની અમૃતા સિંહની થોડી વાતો જણાવવાના છીએ.

જણાવી દઈએ કે, સૈફને પોતાનાથી ઉંમરમાં આશરે 12 વર્ષ મોટી બોલીવુડની પ્રખ્યાત હિરોઈન અમૃતા સિંહ સાથે પ્રેમ થયો હતો. અને પછી સૈફ અલી ખાને 1991 માં અમૃતા સિંહ સાથે લવ મેરેજ કર્યા હતા. પણ એમનો સંબંધ વધુ ચાલ્યો નહિ બંને જણા 2004 માં અલગ થઇ ગયા. અને છૂટાછેડા માટે સૈફ અલી ખાને મોટી રકમ અમૃતાને ચૂકવવી પડી હતી. અને એ વાત પોતે સૈફે એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

સૈફ અને અમૃતાની લવ સ્ટોરીની વાત કરીએ તો એમની પહેલી મુલાકાત 1992માં થઇ હતી. તે સમયે સૈફ બેખુદી ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યા હતા, અને અમૃતાએ એક સફળ હિરોઈન તરીકે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી દીધી હતી. બેખુદી ફિલ્મને રાહુલ રવૈલ ડાયરેક્ટ કરી રહ્યા હતા, જે અમૃતા સિંહના નજીકાના મિત્ર હતા. આથી તે એવું ઇચ્છતા હતા કે બેખુલી ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે અમૃતા સિંહનો ફોટોશુટ થાય. અને એ ફોટોશુટ દરમિયાન જ અમૃતા અને સૈફની પહેલી મુલાકાત થઇ હતી.

મળેલી જાણકારી અનુસાર આ ફોટોશૂટ દરમિયાન સૈફ અમૃતા સિંહના ખભા પર હાથ મુકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અને અમૃતા સૈફને આમ કરતા નોટિસ કરી લીધો હતો. પણ એ સમયે એમને પહેલી નજરનો પ્રેમ થયો ન હતો, જો કે આ કારણથી તે બંને એકબીજા તરફ આકર્ષિત જરૂર થયા હતા. આ ફોટોશૂટ કર્યા પછી સૈફના દિલમાં અમૃતા માટે એક ખાસ જગ્યા બની ગઇ હતી.

ત્યારબાદ સૈફે અમૃતા સિંહને ફોન કરીને ડિનર પર જવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. આ સાંભળીને અમૃતા પહેલા તો ચોંકી ગઇ હતી, પણ પછી અમૃતાએ સૈફને બહાર જવાની ના પાડીને તેને ઘરમાં સાથે ડિનર કરવા કહ્યું હતું. એ દિવસે અમૃતાના કહેવા પર સૈફ તરત જ ડિનર કરીને ત્યાંથી જતા રહ્યા હતા. અને જે સમયે સૈફ અમૃતાના ઘરે ડિનર કરવા ગયા હતા, ત્યારે અમૃતાએ બિલકુલ પણ મેકઅપ કર્યો ન હતો. અને અમૃતાને સિમ્પલ રૂપમાં જોઇને સૈફ તેની તરફ આકર્ષિત થઇ ગયો.

ધીમે ધીમે એમની મુલાકાતો થવા લાગી અને સૈફ અને અમૃતાએ તેમની લાઇફસ સાથે જોડાયેલી દરેક વાત એકબીજાને જણાવી. એટલું જ નહીં બન્નેએ એકબીજાને કિસ પણ કરી. ત્યારબાદ અમૃતાને અનુભવ થયો કે, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. જેવું કે તમે જાણો છો કે, અમૃતા ઉંમરમાં સૈફ કરતા 12 વર્ષ મોટી છે, પણ આ બંનેના સંબંધ વચ્ચે ક્યારેય પણ ઉંમરની દિવાલ આવી નહિ. લગ્નનો નિર્ણય અમૃતા સિંહ માટે પણ મોટો હતો કારણકે તે સ્ટાર હતી જ્યારે સૈફે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો.

આમ તો બંને જણાનું જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું. પણ એ દરમ્યાન તેમની વિદેશ ટ્રિપ દરમિયાન સૈફના જીવનમાં ઇટાલિયન મૉડલ રોઝા આવી ગઇ. અને કહેવાય છે કે એને કારણે જ બંનેના છૂટાછેડા થયા. રોઝને લીધે અમૃતા અને સૈફની વચ્ચે અંતર વધવા લાગ્યું અને એ અમૃતાથી સહન ન થયું, અને તેણે 2004 માં સૈફ સાથે છૂટાછેડા લીધા. પણ પછી રોઝ સાથે પણ સૈફનું રિલેશન વધારે ચાલ્યું નહિ.

જાણકારી માટે જણાવી દઈએ કે, સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે અમૃતાએ છૂટાછેડાના બદલામાં એમની પાસે 5 કરોડ રૂપિયા માંગ્યા હતા. સૈફે કહ્યું કે, એ સમયે તેણે અમૃતાને 2.5 કરોડ રૂપિયા આપ્યા હતા. અને બાકી બચેલી રકમ હું થોડા થોડા કરીને આપુ છું. તે સિવાય હું અમૃતાને દર મહિને ત્યાં સુધી 1 લાખ રૂપિયા પણ આપતો રહીશ, જ્યાં સુધી પુત્ર ઇબ્રાહિમ 18 વર્ષનો ન થઇ જાય.