દુનિયામાં અનુષ્કા, પ્રિયંકા, દીપિકા, મલાઈકા, જોન દરેકના હમશકલ છે, વિશ્વાસ નહિ હોય તો જાતે જ જોઈ લો

0

મિત્રો, આ દુનિયાની રચના ઘણી અજીબ છે. ઘણી વાર આપણને એક જેવા દેખાતા પણ જોડિયા ભાઈ બહેન ન હોય એવા લોકો જોવા મળે છે. એમના ચહેરા એટલી હદ સુધી એક બીજાને મળતા હોય છે કે, તેઓ કાર્બન કોપી જેવા દેખાય છે. કદાચ તમે પણ કોઈ એવી વ્યક્તિને જરૂર જોયા હશે, જેમનો ચહેરા તમારા નજીકના મિત્ર સાથે મળતો હોય.

આ બાબતે વિજ્ઞાનનું એવું કહેવું છે કે, વિશ્વમાં એક માણસ જેવા દેખાતા ઘણા લોકો હોઈ શકે છે. અને જો હજી પણ તમને આ વાત ઉપર વિશ્વાસ નથી થતો, તો આજે અમે તમને થોડા એવા ફોટા દેખાડીશું જે જોયા પછી તમને પણ આ વાત ઉપર વિશ્વાસ થઇ જશે.

હીના પંચાલ નામની એક છોકરી છે, તે એક ડાંસર છે. પણ તે દેખાવમાં મલાઈકા અરોડા જેવી લાગે છે. અને આ કારણે એને ઘણી પ્રસિદ્ધિ પણ મળી છે. અને જયારે તમે એનો ફોટો જોશો તો તમને જણાશે કે, આ બન્નેને વચ્ચે કેટલી સામ્યતા છે. તો આવો તમને થોડા એવા લોકોના ફોટા દેખાડીએ જેમના ચહેરા આબેહુબ આપણા ફિલ્મી કલાકારો જેવા છે.

પરણિતિ ચોપડા – હરનિતસિંહ :

જાણકારી માટે જણાવી દઈએ કે, પરણિતી જેવી દેખાતી આ છોકરીનું નામ હરનિત સિંહ છે. અને એને જોયા પછી લોકો કહે છે કે, તેનો ચહેરો પરણિતી સાથે ઘણી મળતો આવે છે. તમે પણ જુવો બન્નેનો સાથેનો આ ફોટો.

રણબીર કપૂર – જુનેદ શાહ :

સેમ ટુ સેમ રણબીર કપૂર જેવા દેખાતા આ માણસનું નામ છે જુનેદ શાહ. જાણવા મળ્યું છે કે તે જમ્મુ કશ્મીરનો રહેવાસી છે. એમના આ ફોટા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે, જુનેદનો ચહેરો રણબીર કપૂર સાથે ઘણે અંશે મળતો છે.

મલાઈકા અરોડા – હીના પંચાલ :

જણાવી દઈએ કે હીના પંચાલ એક ડાંસર અને બોલીવુડ કલાકાર છે. ઇન્ડસ્ટ્રીમાં તે આઈટમ સોંગ માટે વધુ ઓળખાય છે. અને જેવું કે અમે ઉપર જણાવ્યું એમ હીનાનો ચહેરો બોલીવુડ કલાકાર મલાઈકા અરોડા સાથે ઘણી મળતો છે. તમે પણ બન્નેને સાથેના આ ફોટા જુવો.

દીપિકા પાદુકોણ – અમાલા પોલ :

વિશ્વાસ નહિ થાય પણ અમાલા પોલ નામની એક ભારતીય કલાકાર છે, તે દીપિકા પાદુકોણ જેવી જ દેખાય છે. તે સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં કામ કરે છે. અમાલાને લોકો દીપિકા પાદુકોણ સાથે સરખામણી કરે છે. ઘને અંશે તે દીપિકા જેવી જોવા મળે છે. પુરાવા તરીકે તમે એનો આ ફોટો જોઈ લો.

મૌની રોય – કૃષ્ણા મુખર્જી :

કૃષ્ણ મુખર્જી પણ એક કલાકાર છે. અને એનો ચહેરો ટીવીની અને ફિલ્મોની પ્રખ્યાત કલાકાર મૌની રોય સાથે ઘણો મળતો આવે છે. કૃષ્ણાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઘણા બધા એવા ફોટા છે જેમાં તે મૌનીની કાર્બન કોપી જેવી દેખાઈ છે.

પ્રિયંકા ચોપડા – નવપ્રીત બંગા :

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની પણ હમશકલ છે, એનું નામ છે નવપ્રીત બંગા. નવપ્રીતે આ કારણે ઘણી પ્રસિદ્ધી મેળવી છે. જણાવી દઈએ કે, નવપ્રીત કેનેડાની રહેવાસી છે અને એક ફીટનેશ બ્લોગર છે, અને ઈંસ્ટાગ્રામ ઉપર તેના લાખો ફોલોઅર્સ છે.

જોન અબ્રાહમ – મુબાશિર મલિક :

જાણકારી માટે જણાવી દઈએ કે, મુબાશિર મલિક નામનો વ્યક્તિ આબેહુબ જોન અબ્રાહમ જેવા જ દેખાય છે. તે ધંધાથી બ્રિટીશ ઓથર અને બેન્કર છે. એણે પોતાનું પુસ્તક ‘Double Standards – BCCI The Untold Story’ માર્ચ ૨૦૧૬ માં બહાર પાડયું હતું.

પ્રીત ઝીંટા – મોનિકા બેલુચી :

બોલીવુડની ડીમ્પલ ગર્લ અને પોતાના સમયે લાખો લોકોના દિલો પર રાજ કરવાં વાળી પ્રીતિ ઝીંટાની પણ હમશકલ છે. અને તે ઇટાલિયન કલાકાર અને મોડલ મોનિકા બુલેચી છે. દેખાવમાં બન્ને જ ખરેખર સુંદર છે. તમે જાતે જ જોઈ લો.

અનુષ્કા શર્મા – નાજીયા હસન :

બોલીવુડ કલાકાર અનુષ્કા શર્માની કોઈને ઓળખાણ આપવાની જરૂર નથી. પણ એ જણાવી દઈએ કે, અનુષ્કા શર્માની આબેહુબ કોપી પાકિસ્તામાં છે. તે છે નાજીયા હસન અને તે એક ડાંસર છે. તમે પોતે જ બન્નેનો આ ફોટો જોઇ લો.

સોનાક્ષી સિન્હા – પ્રિયા મુખર્જી :

આમ તો પ્રિયા મુખર્જી એક સામાન્ય છોકરી છે. પણ લોકો તેની સરખામણી સોનાક્ષી સિન્હા સાથે કરે છે. પ્રિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો મુક્યો હતો, જેમાં તેણે દબંગ ફિલ્મમાં સોનાક્ષીના લુક જેવો ગેટઅપ કરેલો હતો. એમાં તે આબેહુબ સોનાક્ષી જેવી દેખાતી હતી. આ ફોટો જોયા પછી લોકો તેને સોનાક્ષીની હમશકલ કહેવા લાગ્યા.