મલાઈકા સાથે લગ્નના સવાલ પર અર્જુને તોડ્યું મૌન, જણાવ્યું : “તેની સાથે લગ્ન નથી કરવા, કારણ કે…’

0

બોલીવુડનું ખાસ પ્રસિદ્ધ કપલ મલાઈકા અને અર્જુન કપૂર હાલના દિવસોમાં રજાઓ માણી રહ્યા છે, જેના ફોટા તેઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી રહ્યા છે. આ ફોટામાં મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચેની ખુબ જ સરસ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. એટલુ જ નહિ ન્યુયોર્કમાં જ આ કપલે પોતાના સંબંધનો ખુલાસો કર્યો, ત્યાર પછી એક વખત ફરીથી બધાનું ધ્યાન એમના લગ્ન ઉપર જઈને અટક્યું છે. મલાઈકા અને અર્જુન કપૂરે જયારથી પોતાના સંબંધ કાયદેસર કર્યા છે, ત્યારથી જ દરેક વ્યક્તિ તેના લગ્ન વિષે જ જાણવા ઈચ્છે છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

મલાઈકા અને અર્જુન કપૂરની પ્રેમ કહાની હાલના દિવસોમાં ન્યુયોર્કના સુંદર વાતાવરણમાં લખાઈ રહી છે, જેને કારણે જ એમને લગ્નને લઈને પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યા છે. તે બાબતમાં જયારે અર્જુન કપૂર સાથે લગ્ન વિષે વાત કરવામાં આવી તો તેમણે સહજતાથી જે જવાબ આપ્યો, તેનાથી બધા દંગ રહી ગયા. એટલું જ નહિ અર્જુન કપૂરે લગ્ન કરવાને લઈને એક એવી વાત કહી દીધી, જે મલાઈકા અરોડાને પણ સારી ન લાગે. પરંતુ એ વાત નક્કી છે કે હાલમાં આ બંનેના ફેંસને તેમના લગ્ન માટે ઘણો વધુ સમય રાહ જોવી પડશે.

અર્જુન કપૂરે લગ્ન ઉપર આપ્યો આ જવાબ :

મલાઈકા અરોડા સાથે ન્યુયોર્કમાં સરસ સમય પસાર કરી રહેલા અર્જુન કપૂરને જયારે પૂછવામાં આવ્યું કે, શું હવે તે લગ્ન કરી લેશે? તો તેમણે કહ્યું કે મારે લગ્નની કોઈ ઉતાવળ નથી, કેમ કે હજુ મલાઈકા અને હું એક બીજાને ઘણા સમજવા માંગીએ છીએ અને અમે માત્ર હજુ એક કપલ હોવાનો આનંદ લેવા માંગીએ છીએ. એટલા માટે લગ્નનો કોઈ વિચાર નથી. એટલું જ નહિ અર્જુન કપૂરે મીડિયા સાથે વાત કરતા લગ્ન ઉપર લાંબુ એવું ભાષણ જ આપી દીધું.

માત્ર એક સંબંધ જોઈએ – અર્જુન કપૂર :

અર્જુન કપૂરે મીડિયા સાથે વાતચીતમાં આગળ જણાવ્યું કે, લગ્નનું દબાણ અમારે અમારા મનમાંથી કાઢી નાખવું જોઈએ, કારણ કે અમારે માત્ર એક સંબંધ જોઈએ, જેને અમે જીવી શકીએ, તે વખતે લગ્નનું દબાણ ઘણું વધુ હોય છે, જેનાથી દુર રહેવું જોઈએ. અર્જુન કપૂરે આગળ જણાવ્યું કે, હું અને મલાઈકા અરોડા એક બીજા સાથે સરળ રહીએ છીએ અને અમારું જીવન જીવી રહ્યા છીએ, તેનાથી વધુ અમારે કાંઈ નથી જોઈતું, કેમ કે અમારી વચ્ચે ઘણું સારું વાતાવરણ છે.

૧૧ વર્ષનું અંતર છે :

ભલે મલાઈકા અરોડા અને આર્જુન કપૂરનો પ્રેમ ઘણો સમાચારોમાં છવાયેલો રહ્યો હોય, પરંતુ આ બંને વચ્ચે ૧૧ વર્ષનું અંતર છે. એના કારણે જ તેઓ ઘણી વખત ટ્રોલ થઇ ચુક્યા છે. આ ટ્રોલિંગનો મલાઈકા અરોડા વધારે ભોગ બને છે, કેમ કે તેની ઉંમર ૪૫ વર્ષ છે અને તે ૩૪ વર્ષના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે અંગે જવાબ આપતા મલાઈકાએ કહ્યું કે, જયારે તમે રીલેશનશીપમાં હો છો તો ઉંમરનું અંતર મહત્વ નથી રાખતું, પરંતુ દિલ જોડાયેલા હોય તેનું મહત્વ રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.