ઈન્ટરવ્યૂમાં પૂછ્યું ‘હિંદુ કે મુસ્લિમમાં કોને કરશો સપોર્ટ?’ આ જવાબ આપીને છોકરી થઈ ગઈ સિલેક્ટ

0

દરવર્ષે ઘણા લોકો રાત દિવસ એક કરીને UPSC ની પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આમાં કોઈ પ્રિલીમ અને કોઈ મેન્સમાં પાસ થઈ જાય છે, પણ જયારે ઇન્ટરવ્યૂનો રાઉન્ડ આવે છે તો અટકી જાય છે. આ ઇન્ટરવ્યુમાં અધિકારી ઘણા જુદા જુદા સવાલ પૂછીને ઉમેદવારની પરખ કરે છે. આમાંથી મોટાભાગના સવાલ પરિસ્થિતિ આધારીત હોય છે.

એવામાં આજે અમે તમને ૨૦૧૭ ની UPSC પરીક્ષામાં ૩૫૦ મો રેન્ક લાવનાર સાક્ષી ગર્ગના ઇન્ટરવ્યૂના અમુક અંશ જણાવા જઈ રહ્યા છીએ. સાક્ષી વર્તમાનમાં ઇન્ડિયન રેવેન્યુ સર્વિસમાં આસીસ્ટન્ટ કમિશનર છે. સાક્ષી જયારે ઇન્ટરવ્યૂ આપવા માટે ગઈ હતી, ત્યારે અધિકારીઓએ હિંદુ મુસ્લિમને લઈને એક રોચક સવાલ પૂછ્યો હતો, જેનો સાક્ષીએ ઘણા સારા અંદાજમાં જવાબ આપ્યો હતો.

આવી રીતે થાય છે IAS ઇન્ટરવ્યૂ :

સવાલ : માની લો કે તમે યુપીના કોઈ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બની જાવ છો. હવે એક દિવસ તમારી પાસે હિંદુ સમાજ આવે છે અને કહે છે કે, મેમ અમારે રામનવમીના દિવસે રેલી કાઢવી છે. પછી બીજા દિવસે મુસ્લિમ સમાજ આવે છે અને તે પણ એ જ દિવસે અને તે જ સમયે તે જ રૂટ પર તાજીયા નીકાળવાની પરમિશન માંગે છે. આવાંમાં તમે શું કરશો?

આનો જવાબ આપતા સાક્ષીએ કહ્યું કે, હું બંને દળની ભાવનાને સન્માન આપું છું. કેમ કે બંનેજ પોતાના સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આથી આ પરિસ્થિતિને નિવારવા હેતુ હું તેમના લીડર સાથે વાત કરીશ અને પહેલા હું તેમને રામનવમી અને તાજીયા માટે અલગ અલગ રૂટ પસંદ કરવા કહીશ. જો તો પણ તે ના માને તો પછી તેમને એકજ દિવસે અલગ અલગ સમયે પોતાનું ઝુલુસ નીકાળવા માટે કહીશ. આવી રીતે બંનેની ધાર્મિક ભાવનાને ઠેસ નહિ પહોંચે.

આના પર અધિકારીએ કહ્યું કે, જો બંને દળ એકજ સમય પર ઝુલુસ નીકાળવા માટે અડી રહે તો તમે શું કરશો?
આના પર સાક્ષી એ કહ્યું કે, જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ હોવાના નાતે મારા પાસે એટલો અધિકાર છે કે, હું એ બંને દળને ઝુલુસ નિકાળવા ના કહી શકું છું. હું તેમની સામે વિકલ્પ મુકીશ કે કયાં તો તે બંને અલગ અલગ સમયે પોતાનું ઝુલુસ નીકાળે, ક્યાં તો હું તેમને પરમિશન જ નહીં આપું.

આના પર અધિકારી એ પૂછ્યું કે, જો તમે બંને દળને ના કહી દો છો પણ એક દળના લીડરનો ભાઈ ધારાસભ્ય હોય તો તમે શું કરશો? આ ધારાસભ્ય રોજ તમારી સાથે બેસે છે. અને પોતાના ભાઈ માટે લાગવગ લગાવે છે. એવામાં તમે શું કરશો?

આના પર સાક્ષીએ કહ્યું કે, ધારાસભ્યને અંગત રીતે જાણવા છતાં એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોવાના લીધે મારો નિર્ણય આજ રહેશે. જો દળ અલગ અલગ સમય માટે રાજી નથી થતા તો હું તેમને પરમિશન જ નહીં આપું.

આના પછી અધિકારી બોલ્યા ચાલો માની લીધુ તમે ધારાસભ્યને ના કહી દીધી, અને તે તમારી વાત માની પણ ગયા. હવે જો મંડળ આયુક્તમાં જે તમારા કરતા ૧૦ વર્ષ સિનિયર કમિશનર છે તે તમને આવીને કહે કે, એક દળને પરમિશન આપો અને બીજાને ના આપો તો તમે શું કરશો? યાદ રહે કે તે તમારા કરતા સિનિયર છે, રોજ મિટિંગમાં તમારી સાથે હોય છે. આના પર સાક્ષી બોલી કે ત્યારે હું સિનિયરને વિનંતી કરીશ કે, તે મને આ વાતને લેખિતમાં આપે જેથી આ નિર્ણય પર કોઈ મારા-મારી કે દંગો થાય તો તે એમની જવાબદારી રહેશે મારી નહિ.

અધિકારી ત્યારે કહે છે કે, તમે લેખિતમાં માંગશો તો તે નારાજ થઈ જશે. તમારા કેરેક્ટર વિશે દિવાલ પર ખરાબ ફીડબેક આપશે. જેનાથી તમારું પ્રમોશન પણ ખરાબ થઈ શકે છે. આના પર સાક્ષીએ કહ્યું કે, મારું પ્રમોશન મારા કામ પર નિર્ભર કરે છે. આવી રીતે પોલિટિકલ પ્રેશર તો આવતા રહેશે. પણ જો કોઈ કામ ખોટું કરીશ તો તેની અસર મારા કામ પર પણ નેગેટિવ જ રહેશે. આથી હું લેખિત લખાણ આપવાના નિર્ણય પર અડી રહીશ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.